ચૂમી છે તને - મુકુલ ચોક્સી

ચૂમી છે તને – મુકુલ ચોક્સી

અહી નીચે ચૂમી છે તને ગઝલ જે મુકુલ ચોક્સી દ્વારા લખવામાં આવી છે. સાથે મેહુલ સુરતીના સ્વરમાં આ ગીતની રીલ્સ પણ આપી છે.  જેને તમે Download બટન પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.

ચૂમી છે તને – મુકુલ ચોક્સી

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

– મુકુલ ચોક્સી

 

ચૂમી છે તને – Reel

 

અહીં નીચે આપેલ બટન પર ક્લિક આ રીલ્સને ફ્રીમાં Download કરી શકો છો.

Conclusion :

જો આ ગુજરાતી સાહિત્ય વિષે અમને જણાવવા માંગતા હોય, અમારા માટે પ્રતિભાવ હોય કે સૂચન હોય તો તમે અમને bhashaabhivyakti@gmail.com  પર મેઇલ કરી શકો છો.

જો આપ ગુજરાતીનો વિષય સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *