અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય ધ્વનિશ્રેણી વિશે માહિતી આપી છે. આ ઉપરાંત તમે આ માહિતી PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો. જેની લિન્ક પોસ્ટની નીચે આપેલી છે. [ધ્વનિ,ધ્વનિ એટલે શું,ધ્વનિ કાવ્યસંગ્રહ,ધ્વનિ શ્રેણી ના ઉદાહરણ,ધ્વનિ શ્રેણી pdf,ધ્વનિ શ્રેણી ની વ્યાખ્યા,ધ્વનિશ્રેણી,ધ્વનિશ્રેણી app,ધ્વનિશ્રેણી book pdf,ધ્વનિશ્રેણી gsssb,ધ્વનિશ્રેણી gujarati,ધ્વનિશ્રેણી font,ધ્વનિશ્રેણી in gujarati,ધ્વનિશ્રેણી lyrics in gujarati,ધ્વનિશ્રેણી ncert,ધ્વનિશ્રેણી pdf download,ધ્વનિશ્રેણી wikipedia in gujarati]
ધ્વનિશ્રેણી એટલે શું?
ગુજરાતી ભાષા ‘ફોનેટિક’ ભાષા છે. ‘ફોનેટિક’ એટલે આપણે જે રીતે બોલીએ છીએ
તે જ રીતે લખીએ છીએ. અંગ્રેજી ભાષા ‘ફોનેટિક’ ભાષા નથી. તેમાં ‘put’ – ‘પુટ’ અને ‘bus’ ‘બસ’ છે. ઉચ્ચારણ અને જોડણી જુદાં પડે છે. જ્યારે ગુજરાતી ભાષામાં બંને સરખા જ હોય છે. જેમ કે, ‘ગોપાળ’ લખાશે, તો બોલાશે પણ ‘ગ્-ઓ-પ્-આ-ળ્’, ‘વહાલો’ શબ્દના ધ્વનિઓ જોઈએ તો ‘વ્-અ-હ્-આ-લ્-ઓ’ થશે. તમે જો આ ધ્વનિશ્રેણીને ધ્યાનથી વાંચી હશે તો ખ્યાલ આવશે કે ‘વહાલો’ શબ્દની ધ્વનિશ્રેણીમાં અંતે ‘ઓ’ સ્વર છે. પરંતુ ‘ગોપાળ’ ધ્વનિશ્રેણીમાં અંતે માત્ર ‘ળ’ વ્યંજનધ્વનિ છે. તેના પછી ‘અ’ સ્વર લખ્યો નથી. કારણ કે છેલ્લા અક્ષર પછી ‘અ’ સ્વર આવે તો આપણે તે બોલતા નથી, ગુજરાતી ભાષા વ્યંજનાન્ત ભાષા કહેવાય છે.
ચાલો, આપણે આવા કેટલાક શબ્દોના ધ્વનિઓને તેના ક્રમમાં જોઈએ.
- અરજ – અ+ર્+અ+જ્
- ગિરિધર – ગ્ + ઈ + ર્ + ઈ + ધ્ + અ + ૨
- હળધર – હ્ + અ + ળ્ + અ + ઘ્ + અ+ર્
- આત્મકથા – આ + ત્+ મ્ + અ + ક્ + અ + થ્ + આ
- બિંદુ – બ્ + ઈ +ન્ + દ્ + ઉ
અહીં ધ્યાનથી વાંચશો હશે તો ખ્યાલ આવશે કે ‘શું’માં ‘ઉં’ સ્વર છે. પણ ‘બિંદુ’માં ‘ઈ’ સ્વર નથી. કારણ કે આપણે અનુસ્વાર લખીએ છીએ, પણ ત્યાં આપણે ખરેખર ‘ન્’ બોલીએ છીએ. એટલે કે, શબ્દોને ખરેખર બોલી જોવાના અને તેને આધારે ધ્વનિશ્રેણી નક્કી કરવાની.
અહી, બીજા કેટલાક શબ્દો અહીં આપ્યા છે. તેની કઈ ધ્વનિશ્રેણી હોઈ શકે તે વિકલ્પ પસંદ કરો.
(1) દૂરબીન
(ક ) દ્ +ઉ +ર્ +અ +બ્ + ઇ + ન્
(ખ) દ્ +ઊ +ર્ +અ +બ્ + ઈ + ન્
(ગ) દ્ +ઉ +ર્ +અ +બ્ + ઈ + ન્
(ઘ) દ્ + ઊ +ર્ +અ +બ્ + ઈ + ન્
(2) અપૂજ
(ક ) અ + અ + પ્ + ઉ + જ્ + અ
(ખ) અ + પ્ + ઉ + જ્
(ગ) અ + અ + પ્ + ઊ + જ્ + અ
(ઘ) અ + પ્ + ઊ + જ્
(3) દોકડો
(ક) દ્+ ઓ + ક્ + અ + ડ્ + અ + ઓ
(ખ) દ્ + ઈ + ક્ + અ + ડ્ + ઓ
(ગ) દ્ + ઓ + ક્ + અ + ડ્ + ઓ
(ઘ) દ્ + ઉ + ક્ + અ + ડ્ + ઓ
(4) હાથોહાથ
(ક) હ્ + આ +થ્ + ઓ + હ્ + આ + થ્
(ખ) હ્ + આ +થ્ + ઓ + હ્ + આ + થ્ + અ
(ગ) હ્ + આ +થ્ + ઓ + હ્ + ઓ + થ્
(ઘ) હ્ + આ +થ્ + આ + હ્ + આ + થ્
(5) ભાઈબંધ
(ક ) ભ્ + આ + ઇ + બ્ +ન્ +ઘ્ + અ
(ખ) ભ્ + ઓ + ઇ + બ્ +ન્ +ઘ્ + અ
(ગ) ભ્ + ઓ + ઈ + બ્ +ન્ +ઘ્ + અ
(६) ભ્ + ઓ + ઇ + બ્ +ન્ +ઘ્ + ઈ
ઉપરના શબ્દોની ધ્વનિશ્રેણી ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરી શક્યા? ચાલો, આપણે સાથે સમજીએ. શબ્દ-1 ‘દૂરબીન’ કઈ ધ્વનિશ્રેણીથી રચાયેલો શબ્દ છે ? વિકલ્પ-ખ. કારણ કે દૂરબીનમાં ‘દ્’ પછી દીર્ષ ‘ઊ’ અને ‘બ્’ પછી દીર્ઘ ‘ઈ’ છે અને તે વ્યંજનાન્ત શબ્દ છે. શબ્દ-2 માં વિકલ્પ-ધ સાચો વિકલ્પ છે. કારણ? પૂ’- દીર્ઘ ‘ઊ’. શબ્દ-૩માં ‘ગ’ અને શબ્દ-4માં ‘ક’ સાચો વિકલ્પ છે. શબ્દ-5 બોલી જોયો ? અનુસ્વાર બોલો છો કે ‘ન્’? અહીં, સાચો વિકલ્પ ‘ગ’ છે. કારણ કે શબ્દને અંતે જોડાક્ષર આવતો હોય તો તેના પછી ‘અ’ સ્વર બોલાય છે.
આપણે જે ક્રમમાં ધ્વનિઓ બોલીએ છીએ, તે જ ક્રમમાં લખતા હોઈએ છીએ. પણ તમે નાના બાળકોને બોલતાં સાંભળ્યાં હશે. – તેમનાથી ઘણી વાર એકના બદલે બીજો શબ્દ બોલાઈ જતો હોય તેવું લાગે છે. જેમકે, ‘તકલીફ’ને બદલે ‘તફલીક’ અથવા ‘રકાબી’ના બદલે ‘રબાકી’, અહીં તરત ખ્યાલ આવે છે કે ધ્વનિઓનો ક્રમ બદલાઈ ગયો છે. આપણે ઘણી વાર ઉતાવળમાં પરીક્ષામાં પણ એકના બદલે બીજો શબ્દ લખી નાખતાં હોઈએ છીએ. પણ એના લીધે અર્થ બદલાઈ જાય છે, તેવું તરત ધ્યાન નથી જતું. જેમ કે, ‘કાન’ શબ્દ લખવા માટે ‘ક-આ-ન’ ધ્વનિશ્રેણી આપણા મનમાં છે. પણ લખતી વખતે આ ક્રમ બદલાઈ જાય – ‘ન-આ-ક’ થઈ જાય તો ? લખવું છે ‘કાન’, પણ લખાઈ જશે ‘નાક’.
નીચેનાં વાક્ય જુઓ :
(1) દાદાને કેમ છે?
– દાદાને કામ છે?
(2) મા તો બસ દીકરાનો વટ જોતી રહી!
– મા તો બસ દીકરાની વાટ જોતી રહી!
(3) ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે યોજાયેલ મુલાકાત.
– ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે યોજાયેલ મુકાલાત.
આવા કેટલાક શબ્દોની ધ્વનિશ્રેણી લખીએ?
વાત – તાવ
મકાન – કમાન
કમર – કરમ – રકમ
ખેતર – ખાતર
નાચે – નીચે
શાસ્ત્ર – શાસ્ત્ર
હવે નીચેના શબ્દોની ધ્વનિશ્રેણી જૂઓ :
પુણ્ય – પ્ + ઉ + ણ્ + ય્ + અ
શિલ્પ – શ્ + ઇ + લ્ + ૫ + અ
અહીં તમે જોઈ શકો છો કે પુણ્યમાં ‘ણ’ પછી કોઈ સ્વર નથી. તેથી ‘ણ્ય’ જોડાક્ષર છે. એ જ રીતે ‘શિલ્પ’માં ‘લ્પ’ બોલતી વખતે વચ્ચે કોઈ સ્વરનું ઉચ્ચારણ થતું નથી, તેથી તે જોડાક્ષર છે. કેટલાક જોડાક્ષર ધરાવતી ધ્વનિશ્રેણીને જોઈએ.
વચ્ચે – વ્ + અ + ચ્ + ચ્ + એ
સ્વરૂપ – સ્ + વ્ + અ + ર્ + ઊ + પ્
અન્ન – અ + ન્ + ન્ + અ
અશક્ય – અ + શ્ + અ + ક્ + ય્ + અ
ચિઠ્ઠી – ચ્ + ઇ + ઠ્ + ઠ્ + ઈ
ઉપર જોડાક્ષર ધરાવતી ધ્વનિશ્રેણી તમે જોઈ. તમને ખ્યાલ આવ્યો હશે કે જોડાક્ષરમાં જે અક્ષર પહેલા બોલાય છે – પહેલા લખાય છે, તે અડધો લખાય છે. ગુજરાતી ભાષામાં કેટલાક જોડાક્ષરો જુદી રીતે લખાય છે અથવા વિશિષ્ટ લિપિચિહ્ન ધરાવે છે. આવા જોડાક્ષરોનો પરિચય કરીએ.
વિશિષ્ટ લિપિચિહ્ન ધરાવતા જોડાક્ષરો :
ક્ષ – ક્ + ષ્ + અ
જ્ઞ – જ્ + ગ્ + અ
ત્ર – ત્ + ર્ + અ
આ જોડાક્ષરો ધરાવતા શબ્દોની ધ્વનિશ્રેણી જોઈએ.
ક્ષમા – ક્ + ષ્ + અ + મ્ + આ
ભિક્ષા – ભ્ + ઈ + ક્ + ષ્ + આ
વિજ્ઞાન – વ્ + ઈ + જ્ + ગ્ + આ + ન્ + અ
આજ્ઞા – આ + જ્ + ગ્ + આ
ત્રાડ – ત્ + ર્ + આ + ડ્ + અ
ચિત્ર – ચ્ + ઈ + ત્ + ૨ + અ
તમને આવા શબ્દોની ધ્વનિશ્રેણી શોધતાં આવડશે. ચાલો જોઈએ. નીચેના શબ્દોની ધ્વનિશ્રેણી ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) અંગરક્ષક
(ક) અં + ગ્ + અ + ર્ + અ +ક્ + શ્ + અ + ક્
(ખ) અં + ગ્ + અ + ર્ + અ +ક્ + ષ્ + અ + ક્
(ગ) અં + ગ્ + અ + ર્ + અ +ક્ + સ્ + અ + ક્
(ઘ) અં + ગ્ + આ + ર્ + અ +ક્ + શ્ + અ + ક્
(2) અક્ષાંશ
(ક) અ + ક્ + શ્ + અ + આં+ શ્
(ખ) અ + ક્ + સ્ + આં + શ્
(ગ) અ + ક્ + ષ્ + આં + શ્
(ઘ) અ + ષ્ + ક્ + આં + શ્
(3) નક્ષત્ર
(ક) ન્ + અ + ક્ + શ્ + અ + ત્ + ર્ + અ
(ખ) ન્ + અ + ક્ + સ્ + અ + ર્ + ત્ + અ
(ગ) ન્ + અ + શ્ + ક્ + અ + ત્ + ર્ + અ
(ઘ) ન્ + અ + ક્ + ષ્ + અ + ત્ + ર્ + અ
(4) છત્રપતિ
(ક) છ્ + અ + ત્ + ર્ + અ + પ્ + અ + ત્ + ઇ
(ખ) છ્ + અ + ર્ + ત્ + અ + પ્ + અ + ત્ + ઈ
(ગ) છ્ + અ + ત્ + ર્ + અ + પ્ + અ + ત્ + ઈ
(ઘ) છ્ + આ +ત્+ ર્ + અ + પ્ + અ + ત્ + ઈ
(5) ક્ષેત્ર
(ક) ક્ + શ્ + એ + ત્ + ર્ + અ
(ખ) ક્ + પ્ + એ + ર્ + ત્ + અ
(ગ) ષ્ + ક્ + એ + ત્ + ર્ + અ
(ઘ) ક્ + ષ્ + એ + ત્ + ર્ + અ
(6) ગણિતજ્ઞ
(ક) ગ્ + અ + ણ્ + ઇ + ત્ + અ + જ્+ ગ્ + અ
(ખ) ગ્ + અ + ણ્ + ઈ + ત્ + અ + જ્ + ગ્ + અ
(ગ) ગ્ + અ + ણ્ + ઈ + ત્ + અ + ગ્ + જ્ + અ
(ઘ) ગ્ + અ + ણ્ + ઈ + ત્ + અ + જ્ઞ્ + અ
(7) જ્ઞાતિ
(ક) જ્ + ગ્ + આ + ત્ + ઇ
(ખ) ગ્ + જ્ + આ + ત્ +ઇ
(ગ) જ્ + ગ્ + આ + ત્ + ઈ
(ઘ) જ્ઞ્ + આ + ત્ + ઈ
(8) યજ્ઞચિત્ર
(ક) ય્ + અ + ગ્ + જ્ + અ + ચ્ + ઇ + ત્ + ર્ + અ
(ખ) ય્ + અ + જ્ + ગ્ + અ + ચ્ + ઇ + ત્ + ર્ + અ
(ગ) ય્ + અ + જ્ + ગ્ + અ + ચ્ + ઈ + ત્ + ર્ + અ
(ઘ) ય્ + અ + જ્ + ગ્ + અ + ચ્ + ઇ + ર્ + ત્ + અ
જો આ સિવાયની કોઈના શબ્દો આપને ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.
જો આપ વધારે સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.