અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય નામયોગી વિશે માહિતી આપી છે. આ ઉપરાંત આ માહિતી તમે PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો. જેની લિન્ક પોસ્ટની નીચે આપેલી છે. [નામયોગી ઉદાહરણ, નામયોગી અવ્યય ગુજરાતી, નામયોગી examples, નામયોગી, નામયોગી એટલે શું, વિનિયોગ એટલે શું, યોગ ના નામ, નામયોગી એટલે શું ye, નામયોગી એટલે શું wikipedia, naam yogi in gujarati, naamyogi quotes in gujarati]
નામયોગી એટલે શું?
જે અવ્યય નામ કે સર્વનામની સાથે જોડાયેલાં હોય છે તથા વિભક્તિના પ્રત્યયની ગરજ સારે છે તો તે નામયોગી અવ્યય કહેવાય છે.
નામયોગીનો સંબંધ ક્રિયાપદ સાથે હોય છે છતાં નામ સાથે તેનો ઉપયોગ થાય છે અને તે વિભક્તિના અનુગની ગરજ સારે છે. જે પદો સંજ્ઞા અને સર્વનામની સાથે બીજા પદો સાથેનો એનો વિભક્તિ- સંબંધ પ્રગટ કરવા વપરાય છે તે પદો નામયોગી તરીકે ઓળખાય છે. નામયોગીનો સંબંધ ક્રિયાપદ સાથે હોય છે છતાં નામ સાથે તેનો પ્રયોગ થાય છે અને તે વિભક્તિના અનુગની ગરજ સારે છે.
નામયોગી તત્ત્વોની સંખ્યા અનુગની સંખ્યાના પ્રમાણમાં વધારે છે. દાખલા તરીકે…. વડે, થકી, વતી, સારુ, કાજે, અથ, તણુ, દ્વારા, લીધે, વિશ, બદલે, સ્થાન, પ્રમાણ, કારણે, પેઠ, જેમ, જેવ, કરતા, સિવાય, તરફ, લેખ, રૂપ, લઈને વગેરે. નામયોગીઓ અનુગથી કેટલીક બાબતમાં જુદા પડે છે.
- અનુગો નામ સાથે દૃઢ રીતે જોડાયેલા હોય છે, જ્યારે નામયોગીઓનું નામ સાથેનું જોડાણ થોડું શિથિલ હોય છે.
- અનુગો નામની સાથે જોડીને લખાય છે, જ્યારે નામયોગીઓ નામથી છૂટા લખાય છે. નામયોગીના અર્થ અનુગોના પ્રમાણમાં વધારે ચોક્કસ, નક્કર અને કંઈક સંકુલ હોય છે.
- કેટલાક નામયોગી કેવળ નામયોગી તરીકે જ આવે છે, તો કેટલાક ક્રિયાવિશેષણ કે સંયોજક તરીકે પણ આવે છે.
- અનુગો એક સાથે એકથી વધારે આવી શકે છે. પણ નામયોગીઓ એક સાથે એકથી વધારે આવી શકતા નથી.
નામયોગીના પ્રકારો જણાવો
કરણવાચક નામયોગી
આ નામયોગી ક્રિયાનું સાધન, માધ્યમ, રીત અને કારણ દર્શાવે છે. થકી, વડે, મારફત, દ્વારા, પેઠ, માફક, સહિત, વિના, વતી, તરીક, બદલ, લીધ વગેરે.
જેમ કે – હું વિમાન દ્વારા અમેરિકા ગઈ.
અધિકરણવાચક નામયોગી
આ નામયોગી ક્રિયાના સ્થાન, દિશા ને સમય દર્શાવે છે. અંદર, બહાર, પાસ, સામ, તરફ વગેરે આવાં નામયોગી છે.
જેમ કે – હું રૂમની અંદર ગઈ.
અપાદાનવાચક નામયોગી
આ નામયોગી છૂટા પડવાનો, જુદા પડવાનો અર્થ દર્શાવે છે. પરથી થકી, કરતા વગેરે આવા નામયોગી છે.
જેમ કે – વૃક્ષ પરથી ફળ પડ્યું.
સંબંધવાચક નામયોગી
આ નામયોગી બે પદ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તણુ, કેર વગેરે આવા નામયોગી છે.
જેમ કે – સોના કેરું કડું મારું સરી ગયું મમ હસ્તથી.
તાદર્થ્યવાચક નામયોગી
આ નામયોગી ક્રિયાના પ્રયોજનને જણાવે છે. ખાતર, માટ, સાર, કાજ, વાસ્ત વગેરે આવા નામયોગી છે.
જેમ કે – દેશની આઝાદી ખાતર અનેક જવાનો શહીદ થયા.
સ્વામિત્વવાચક નામયોગી
અંગ્રેજી ‘has’ કે ‘have’ એટલે કે ‘ની પાસે હોવું’ના અર્થમાં માલિકીનો ભાવ દર્શાવે છે. ‘પાસે’, ‘કને’ આવા નામયોગી છે.
જેમ કે – મારી પાસે અનેક સારાં પુસ્તકો છે.
ક્રમવાચક નામયોગી
કેટલાક નામયોગી તત્ત્વો સ્થાનનો કે સમયનો ક્રમ દર્શાવે છે. ‘અગાઉ’, ‘પહેલાં’, ‘આગળ’, ‘પાછળ’, ‘પૂંઠે’, ‘પછી’, ‘બાદ’ વગેરે. એમાંથી ‘અગાઉ’, ‘બાદ’ જેવામાં સમયનો અર્થ વધારે અસરકારક વર્ણવાય છે.
જેમ કે – દસ વર્ષ અગાઉ અમદાવાદમાં ધરતીકંપ થયો હતો.
સમયગાળો દર્શાવતા નામયોગી
કેટલાક નામયોગી સમયગાળાનો નિર્દેશ કરે છે. ‘થયાં’, ‘દરમિયાન’ આ પ્રકારના નામયોગી છે.
જેમકે- પાંચ વર્ષ દરમિયાન તેણે ખૂબ પ્રગતિ કરી.
રીતિવાચક નામયોગી
કેટલાક નામયોગી રીતિનો – ક્રિયાની પદ્ધતિનો અર્થ દર્શાવે છે. ‘પ્રમાણે’, ‘જેમ’, ‘પેઠે’, ‘માફક’, ‘સાથે’, ‘જોડે’, ‘સહિત’, ‘વિના’, ‘વગર’ વગેરે. એમાં ‘સાથે’ વગેરે સહિતતાવાચક અને ‘સિવાય’ વિગેરે અભાવવાચકના અર્થને વર્ણવે છે
જેમ કે – મહાભારત સાથે મેં પંદર પુસ્તક લીધાં.
તુલનાવાચક નામયોગી
કેટલાક નામયોગી તત્ત્વો તુલનાવાચક પણ છે. ‘કરતાં’ ‘બરાબર’” વગેરે. ‘પ્રમાણૅ’, ‘જેમ‘, ‘પેઠે’, ‘માફક’ પણ બીજા અર્થની જેમ સરખામણીનો અર્થ દર્શાવે છે.
જેમ કે – સમીર કરતાં મનીપ હોશિયાર છે.
ઉત્તરમર્યાદાવાચક નામયોગી
કેટલાક નામયોગી ઉત્તરમર્યાદા દર્શાવે છે. ‘લગી’, ‘સુધી’, ‘પર્યન્ત’ આવા નામયોગી છે.
જેમ કે – તમે નહીં આવો ત્યાં લગી હું જમીશ નહીં.
કારણવાચક નામયોગી
કેટલાક નામયોગી કારણવાચક છે. ‘લીધે’, ‘કારણે’ આવા નામયોગી છે.
જેમ કે – ખોટા આત્મવિશ્વાસને કારણે એ નાપાસ થયો.
અવેજીવાચક નામયોગી
કેટલાક નામયોગી અવેજીના અર્થને દર્શાવે છે. ‘બદલે’, ‘સ્થાને’ ‘વતી’ આવા નામયોગી છે.
જેમ કે – રીટાને બદલે મીનાને ગરબામાં લો.
વિશિષ્ટ અર્થચ્છાયા ધરાવતાં નામયોગી
‘વિશે’ ‘ઉપરાંત’ ‘તરીકે’ જેવા નામયોગ પોતાના વિશિષ્ટ અર્થને વ્યક્ત કરતા નામયોગીઓ છે.
અહી તમને નામયોગીનો સામાન્ય ખ્યાલ રજૂ કર્યો છે. જો આપ આ સિવાયની વધારે માહિતી આપવા માંગતા હોય કે આપને ધ્યાનમા હોય તથા જણાવા માંગતા હોય તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.
જો આપ ગુજરાતી વ્યાકરણના સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.