અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય સંજ્ઞા અને તેના પ્રકાર (Idiom in gujarati) વિશે માહિતી આપી છે. આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો. [સંજ્ઞા અને તેના પ્રકાર, સંજ્ઞા અને તેના પ્રકાર all,સંજ્ઞા અને તેના પ્રકાર book,સંજ્ઞા અને તેના પ્રકાર doc,સંજ્ઞા અને તેના પ્રકાર download,સંજ્ઞા અને તેના પ્રકાર full, સંજ્ઞા અને તેના પ્રકાર n ઉદાહરણ, સંજ્ઞા અને તેના પ્રકાર n ઉદાહરણ ગુજરાતી, સંજ્ઞા અને તેના પ્રકાર n વાક્યો, સંજ્ઞા અને તેના પ્રકાર wikipedia, સંજ્ઞા અને તેના પ્રકાર ઉદાહરણ, સંજ્ઞા અને તેના પ્રકાર ગુજરાતી, સંજ્ઞા અને તેના પ્રકાર જણાવો, સંજ્ઞા અને તેના પ્રકારો]
સંજ્ઞા અને તેના પ્રકાર
સંજ્ઞા એટલે શું?
સંજ્ઞા એટલે નામ – જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોઈ તો તેને સંજ્ઞા કહેવામાં આવે છે.
સંજ્ઞાના પ્રકારો જણાવો
સંજ્ઞાને ઓળખવાના કુલ પાંચ પ્રકાર છે, જે નીચે મુજબ છે.
- વ્યક્તિવાચક સંજ્ઞા
- દ્રવ્યવાચક સંજ્ઞા
- જાતિવાચક સંજ્ઞા
- ભાવવાચક સંજ્ઞા
- સમુહવાચક સંજ્ઞા
વ્યક્તિવાચક સંજ્ઞા
વ્યક્તિવાચક સંજ્ઞાની વ્યાખ્યા :- કોઈ પ્રદાર્થ કે પ્રાણીને ઓળખવા માટે એક અલગ નામ આપવામાં આવે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
વ્યક્તિવાચક સંજ્ઞા ના ઉદાહરણ :- હિમાલય, ગિરનાર, ગંગા, ગુજરાત, સોમવાર, ગાંઘી, કારતક, સીતા, રામ, લખન, ભાવનગર,ધોળા, ભારત વગેરે.
અહી હિમાલય અને ગિરનાર બંને ચોકકસ પર્વતનો નિર્દેશ કરે છે. ગંગા એ નદીનો અને ગુજરાત એ રાજ્યના નામનો નિર્દેશ કરે છે, તેથી તે વ્યક્તિ વાચક સંજ્ઞા છે.
દ્રવ્યવાચક સંજ્ઞા
દ્રવ્યવાચક સંજ્ઞાની વ્યાખ્યા :- કોઈ પ્રદાર્થને ગણી ન શકાય અથવા ઓળખવા માટે વપરાતું નામ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. દ્રવ્યવાચક સંજ્ઞાને સંખ્યા જેમ કે એક, બે , ત્રણ…..વડે દર્શાવી શકાતા નથી.
દ્રવ્યવાચક સંજ્ઞા ના ઉદાહરણ :- પાણી, સોનુ, તેલ, રૂ, તાંબુ, કાપડ, ઘી, ચાંદી, દૂધ, માટી, રેતી, હવા, પારો, ખાંડ
તેલ, વગેરે.
અહી પાણી, દૂઘ કે ઘીને માપવા માટે કિલોગ્રામ કે લિટરનો ઉપયોગ થાય છે. તેને એક પાણી, પાંચ ઘી એમ સંખ્યાવાચક વિશેષણ વપરાતું નથી.
જાતિવાચક સંજ્ઞા
જાતિવાચક સંજ્ઞાની વ્યાખ્યા :- જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગસમૂહ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે.
જાતિવાચક સંજ્ઞા ના ઉદાહરણ :- જેમકે, ભેંસ, ઘર, તપેલી, પેન, મૂર્તિ, તકિયો, ઝભ્ભો, બારણું, ગાય, નેતા, સૈનિક, પર્વત, દેવી, દેવ, મકાન, દેશ, ગામ, મજૂર વગેરે…..
જ્યારે ‘ભેંસ’ શબ્દ વપરાય ત્યારે ‘કાળું, ચાર પગવાળું, દૂધ આપતું પ્રાણી’ જેવાં સામાન્ય લક્ષણ ધરાવતો અર્થ સૂચવાય છે.
તો હવે, નીચે વાક્યો સાથે ચાર વિકલ્પો આપ્યા છે. તેમાં કયા વિકલ્પમાં જાતિવાચક સંજ્ઞા છે તે શોધો ?
(1) હાજી, ફાડ્યું મોટું ખોડ, મને કેમ વીસરે રે ?
(ક) મોટું (ખ) મને (ગ) ફાટ્યું (ઘ) ખોડ
(2) તેમણે ક્ષણવાર આંખ મીંચી.
(ક) આંખ (ખ) મીંચી (ગ) તેમણે (ઘ) ક્ષણવાર
(3) આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું.
(ક) આજે (ખ) હું (ગ) શુદ્ધ (ઘ) અહિંસા
(4) તેમ ગોવાળમાં ગિરિધર શોભે, હરિ હળધરનો વીરો.
(ક) ગિરિધર (ખ) ગોવાળ (ગ) હરિ (ઘ) હળધર
(5) અહીં શા સારુ જમીન માગો છો ?
(ક) સારું (ખ) શા (ગ) જમીન (ઘ) અહીં
તમે ખોડ, આંખ,અહિંસા, ગોવાળ અને જમીન – ઉત્તર ધરાવતા વિકલ્પ શોધ્યા છે? તો શાબાશ !
હવે, નીચે આપેલા વિકલ્પોમાં કોઈ એક વિકલ્પ જાતિવાચક સંજ્ઞા નથી, કોઈ અન્ય સંજ્ઞા છે. મળશે ? શોધો તો…
(1) કોતરમાંથી ગોપાળબાપાએ આવીને શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજને લીંબુ જેવડાં બોર ભેટ ધર્યાં.
(ક) કોતર (ખ) ગોપાળબાપા (ગ) લીંબુ (ઘ) બોર
(2) શામળિયાના શિર પર મોરમુગટ અને કાનમાં કુંડળ શોભે છે.
(ક) શામળિયો (ખ) શિર (ગ) કાન (ઘ) કુંડળ
(3) જો આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય તો ગાંધીજી તેના ધુમાડાથી ગૂંગળામણ અનુભવતા.
(ક) આગગાડી (ખ) બીડી (ગ) ગાંધીજી (ઘ) ડબ્બો
(4) મહારાજ, અરજ તો એટલી જ છે કે શીંગોડા નદીનું આ કોતર મને યોગ્ય કિંમતે આપો.
(ક) હિંમત (ખ) નદી (ગ) કોતર (ઘ) શીંગોડા
(5) મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર એક-બે અંગરક્ષકો સાથે ઊભા હતા.
(ક) સયાજીરાવ (ખ) કોતર (ગ) ભેખડ (ઘ) અંગરક્ષક
તમને ખબર પડી ગઈ ને, કે કયો વિકલ્પ જાતિવાચક સંજ્ઞા નથી? ગોપાળબાપા, શામળિયો, ગાંધીજી, શીંગોડા અને સયાજીરાવ. બરાબર!
ભાવવાચક સંજ્ઞા
ભાવવાચક સંજ્ઞાની વ્યાખ્યા :- ગુણ, ક્રિયા, ભાવ, સ્થતિ કે લાગણીનો નિર્દેશ કરતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે.
ભાવવાચક સંજ્ઞા ના ઉદાહરણ :- ઈમાનદારી, ગરીબાઈ, ભલાઈ, મીઠાશ, સેવા, કામ, દમ, સચ્ચાઈ વગેરે
સમુહવાચક સંજ્ઞા
સમુહવાચક સંજ્ઞાની વ્યાખ્યા :- પ્રાણી, વ્યક્તિ કે વસ્તુના સમૂહનો નિર્દેશ કરતી સંજ્ઞા, જે નામે ઓળખવામાં આવે તેને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
સમુહવાચક સંજ્ઞા ના ઉદાહરણ :- ટોળું, ધણ, ટુકડી, મેળો, ફોજ વગેરે.
અહી ટોળું એ લોકોનો સમૂહ છે. ફોજ એ સૈનિકોનો સમૂહ છે.
જો આ સિવાય કોઈ વિષય આપને ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.
જો આપ વધારે સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.