અહી આપેલ આર્ટીકલમાં ગુજરાતીમાં આજનું શિક્ષણ અને એની વાત (Today’s education and its talk) વિષય પર નિબંધ વિશે માહિતી આપી છે. આ નિબંધ તમને સાહિત્યના અભ્યાસ માટે, સ્પર્ધાત્મક તૈયારી માટે અથવા પરીક્ષામાં ઉપયોગી થશે. આ ઉપરાંત તમે Society Essay in Gujarati PDF ડાઉનલોડ પણ કરી શકો છો.
આજનું શિક્ષણ અને એની વાત વિશે નિબંધ
શિક્ષણ એટલે બાળકના જીવનવિકાસમા ભાગ ભજવતી મહત્વની વાત છે. ડગલેને પગલે આધુનિક અને
ઓનલાઈન થતાં અભ્યાસે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના સબંધંને ઘણો કાચો કરી દીધો છે. સાથે સાથે
મોંધીદાટ ફી લઈને પણ ફકત પોતાની જીવિકા પૂરી કરતા શિક્ષકો બાળકના જીવનવિકાસની ગેરંટી નથી આપી
શકતા. ત્યારે લાગે છે કે દરેક શિક્ષક પોતાની ફરજ ચૂકે છે, માતા-પિતા પણ ફક્ત એડમિશન કરાવીને પોતાની
ભણાવવાની ફરજથી છૂટશે તો બાળકનો વિકાસ અટકવાનો જ છે.
આજે જોઈએ તો બાળકોને આંગણવાડીની જગ્યાએ પ્લેસ્કૂલમાં મૂકી રહ્યા છે, જ્યાં બાળપણથી જ એમને
પાશ્ચાત્ય સંસ્કૃતિ (western culture) થી એટલાં બધાં જોડી દીધા છે કે આપણી સંસ્કૃતિ વિશે એમને ખ્યાલ જ
નથી. માતૃભાષાનું મહત્વ જ બાળકને ખબર નથી. આપણા તહેવારો કેમ ઉજવાઈએ દરેકની પાછળ કઈક વાત છે, પણ એ ભણાવવાની જગ્યાએ એમને નાતાલ અને બીજા અલગ અલગ દિવસની ઉજવણી કરીને પોતાની
શાળાને સારી બતાવવા પ્રયત્નો કરી રહ્યા છે. બાળકો નાપાસ થતાં હોય તો પણ પાસ બતાવે કેમ? તો, પોતાની
શાળાનું પરિણામ ઊંચું બતાવવા. તો આવો અન્યાય બાળકના જીવન સાથે કેમ?
શિક્ષણ વ્યવસ્થાના અભિન્ન અંગ કહી શકાય એવા શિક્ષક, વિદ્યાર્થી અને માતા-પિતા, જો પોતાની ફરજ સારી
રીતે સમજવા જોઈએ. શિક્ષક અને માતા-પિતા એ બંને વ્યકિત એવા હોવા જોઈને કે જે પોતાના બાળક
(વિદ્યાર્થી) ના ગુણો જોઈને એને સાચું માર્ગદર્શન કરી શકે. તેથી એમણે બાળકની આવડત, ગુણ પારખવાનું
કામ કરવું જ જોઈએ.
બાળકને શેમાં મજા આવે છે, શેમાં રસ છે? આ વાત શિક્ષક અને માતા-પિતા સારી રીતે સમજી શકે તો બાળક
ચોક્કસ યોગ્ય માર્ગદર્શન હેઠળ વિકાસ કરી શકે છે. અને શિક્ષણ વ્યવસ્થાના ભાગ રૂપે આગળ વધવા માટે સગવડો અને સ્પર્ધાઓ પણ ઘણી મળી રહે છે. જેથી બાળકને પ્રોત્સાહન મળે. બાળકને પ્રાથમિક શિક્ષણની સાથે જ રમત-ગમત, કળા, સાહિત્ય, વારસો જેવા વિષયને પણ અન્ય વિષયો જેટલું જ મહત્વ આપવું જોઇએ. જેમાં વિદ્યાર્થી પોતાના રસ મુજબના વિષય પસદં કરે, એની પરીક્ષા આપે અને એમાં પણ પાસ થવાનો આનદં લઈ શકે.
આપણી ૬૪ કળાને જો શિક્ષણમા સ્થાન મળે તો દરેક વિ દ્યાર્થીમા એક નવી આશા જન્મ લેતી જોવા મળશે. ત્યારે
આજનો મોબાઈલમાં જ ડૂબી રહેલ વિદ્યાર્થીને અભ્યાસની સાથે સાથે પોતાના મનગમતી કળા ને ખિલાવવા
પૂરતો પ્રયત્ન કરશે. આજે દસમા પછી સાઇન્સ, આર્ટ્સ, કોમર્સ કે ડિપ્લોમાના ચક્કરમાંથી બહાર નીકળી
નવો માર્ગ અપનાવી શકશે.
આજનું શિક્ષણ અને એની વાત
આજે દરેક વ્યકિત જીવિકાલક્ષી (ફક્ત પૈસા કમાવવા માટે) ભણી રહ્યો છે, પણ સાચું શિક્ષણ એવું હોવું જોઈએ કે
જે તમને જીવન જીવવામાં મદદ કરે જેથી તમારું બાળક જીવનના કોઈ પણ પડાવમાં પાછું ના પડે. અને આવું
શિક્ષણ ત્યારે જ મળી શકે જ્યારે આજનો શિક્ષક નિ:સ્વાર્થ ભાવથી કામ કરશે. બાળક તો એક છોડ છે જેની માવજત શિક્ષકે અને માતા-પિતા બંને એ ભેગા મળી ને કરવાની છે, તો જ એમાં ફૂલ ખિલશે.
આ નિબંધ જય મિસ્ત્રી દ્વારા લખવામાં આવેલ છે. આ તેમની મૌલિક રચના છે. જેની સાથે ભાષા અભિવ્યક્તિ સહમત હોય તે જરૂરી નથી.
Today’s education and its talk Essay in Gujarati
અહીં નીચે બટન પર ક્લિક કરી Today’s education and its talk Nibandh in Gujarati ની પીડીએફ ફ્રીમાં Download કરી શકો છો.
તમે નીચે આપેલા નિબંધ પણ વાંચી શકો છો :
Conclusion :
જો આ સિવાય કોઈ વિષય આપને ધ્યાનમા હોય અથવા બીજી વિગત આપવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો તમે અમને bhashaabhivyakti@gmail.com પર કરી શકો છો.
[આજનું શિક્ષણ, આજનું શિક્ષણ અને એની વાત વિશે gujarat, આજનું શિક્ષણ અને એની વાત વિશે gujarati, આજનું શિક્ષણ અને એની વાત વિશે quotes, આજનું શિક્ષણ અને એની વાત વિશે text, આજનું શિક્ષણ અને એની વાત વિશે upsc, આજનું શિક્ષણ અને એની વાત વિશે કે જીવનલક્ષી, આજનું શિક્ષણ પરીક્ષાલક્ષી કે જીવનલક્ષી
શિક્ષણ વિશે નિબંધ, શિક્ષક વિશે વાક્યો, વાલી અને શિક્ષક, education today in india, in today’s society school should give,today’s education and its talk about,today’s education and its talk book pdf,today’s education and its talk education,today’s education and its talk essay,today’s education and its talk for writing,today’s education and its talk in gujarati language,today’s education and its talk knowledge,today’s education and its talk meaning in gujarati,today’s education and its talk pdf download,today’s education news]
જો આપ ગુજરાતીનો વિષય સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.