You are currently viewing ગઝલ એટલે શું? અને તેની સરળ સમજ

ગઝલ એટલે શું? અને તેની સરળ સમજ

અહી આર્ટીકલમાં ગુજરાતી સાહિત્યના વિષય ગઝલ એટલે શું? અને તેની સરળ સમજ વિશે માહિતી આપી છે. આ ઉપરાંત તમે આ માહિતી PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો. જેની લિન્ક પોસ્ટની નીચે આપેલી છે.

ગઝલ એટલે શું?

ગઝલ એ કાવ્યનો એક પ્રકાર છે. આમતો ગઝલની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. જુદા જુદા ગઝલકારોએ તેના મત પ્રમાણે જુદી જુદી વ્યાખ્યા આપી છે. ગઝલ મૂળ રીતે ફારસી-અરબી કાવ્યનો પ્રકાર છે અને ગુજરાતમાં તે ઉર્દુ ફારસી અને હિન્દી ભાષામાંથી આવ્યો છે.

ગઝલનો મતલબ “પ્રિયતમાનાં ગીતો “ કે “આશિકની વાતો” કરી શકાય.

વિયોગનું દુ:ખ, તડપ, સ્ત્રીના સૌન્દર્ય અને મિલનની ઝંખના એ ગઝલનો મુખ્ય વિષય હતો, જોકે હવે આવા બંધનો રહ્યા નથી. હવે ગઝલો કોઈ પણ વિષયો સાથે છૂટથી લખાય છે. પણ હાલ મુખ્ય વિષય પ્રેમનો જ રહ્યો છે.

ગઝલ લખવા માટે કુલ 19 છંદો છે: તવીલ, મદીદ, બસીત, વાફિર, કામિલ, હઝજ, રજઝ, રમલ, મુક્તઝબ, મનસરિહ, સરિહ, ખફીફ, મુજતસ, મજગરિઅ, મુતકારિબ, મુતહારિફ, કરીબ, જદીદ અને મશાકિલ. ગઝલનાં સ્વરૂપને સમજવા માટે મત્લા, મક્તા, શે’ર, રદીફ, કાફિયા, બહેર જેવા કેટલાંક શબ્દો સમજવા એટલા જ જરૂરી છે. ગઝલના પ્રથમ શે’રને મત્લા અને અંતિમ શે’રમાં જ્યારે કવિ પોતાના નામ કે તખલ્લુસનો સમાવેશ કરે, ત્યારે તેને ‘મક્તા’ કહેવાય છે. પ્રત્યેક શે’રના અંત્યાનુપ્રાસ-બીજી પંક્તિના અંતિમ શબ્દથી મળતો પ્રાસ-ને રદીફ તરીકે ઓળખવામાં આવે છે. રદીફની પહેલા આવતા શબ્દથી દર બીજી પંક્તિમા જે પ્રાસ મળે છે, તે શબ્દને ‘કાફિયા’ કહેવાય છે. જે છંદમાં ગઝલ લખાઈ હોય તે છંદને ‘બહર’ કહેવાય છે.

શે’ર: ગઝલને દરેક પંકતીને શે’ર કહેવાય છે. બે શેર વચ્ચે કોઈ સબંધ કે સાતત્ય હોવું જરૂરી નથી. સારી રીતે લખાયેલ ગઝલમાં એવું સાતત્ય જેટલું ઓછું તેટલું સારું. ગઝલને કુલ પાંચ કે તેથી વધુ ૧૯ સુધી – એકી સંખ્યામાં – શે’ર હોવા જોઈએ.

મિસરા: દરેક શે’રમાં બે પંક્તિઓ હોય છે. આ પંક્તિઓને મિસરા કહે છે. પહેલી પંક્તિને ઉલા મિસરો અને બીજી પંક્તિને સાની મિસરો કહેવામાં આવે છે. મિસરાના પણ નિયમ હોય છે. ઉલા અને સાની મિસરા એક બીજામાં કથનની રીતે ચડી ન જવા જોઇએ.

રદીફ઼-કાફ઼િયા: સારી કવિતામાં પ્રાસ તો હોવા જ? આ પ્રાસના કારણે જ ગઝલ આટલી લોકપ્રિય છે. ગઝલના દરેક શે’રને બે જાતના પ્રાસ હોય છે.

મત્લા: ગઝલના પહેલા શે’ર ની બંને પંક્તિઓમાં અંતે રદીફ હોય છે, અને આ શેરને ગઝલનો મત્લા કહે છે. ગઝલ ઘણી વાર તેનાં મત્લાથી ઓળખાય છે. ગઝલમાં એક થી વધારે મત્લા હોઈ શકે છે, અહીં બીજા મત્લાને મત્લા-એ-સાની કે હુસ્ન-એ-મત્લા કહે છે.

મક્તા: ગઝલનો છેલ્લો શેર જેમાં સામાન્ય રીતે શાયરનું તખલ્લુસ શામેલ હોય છે તેને મક્તા કહેવાય છે (તખલ્લુસ એ શેરનાં એક અર્થ તરીકે હોઈ શકે કે પછી ફક્ત ગઝલકારનાં નામનો નિર્દેશ પણ કરતું હોઈ શકે.

બહર: આખી ગઝલ એક જ છંદમાં લખાયેલી હોવી જોઈએ. ગઝલની ભાષામાં છંદને બહર કહે છે. મૂળભૂત રીતે આ બહરો નાના ખંડોની બનેલી રહેતી. આ દરેક ખંડને રુકન કહેવાય છે અને તેનું બહુવચન અરકાન થાય છે.

૬. દીવાન: કોઈ ગઝલકાર પોતાના જીવન દરમિયાન ઘણી ગઝલો કલહત હોય છે. ગઝલોના ખાસ પ્રકારના સંગ્રહને દીવાન કહેવાય છે.

તેનું ભવિષ્ય

ગુજરાતીમાં સવા સો વર્ષમાં ગઝલ નું ખેડાણ ખુબજ થયું હોવા છતાં એટલું મહત્વ ગઝલકારો ને મળ્યું નથી , જેટલું હિન્દી-ઉર્દુ ગઝલકારો ને મળ્યું છે.

ગઝલ પ્રખ્યાત થતી હોઈ તો તેનું મુખ્ય કારણ છે “મુશાયરાઓ” નું આયોજન, જે ગુજરાતમાં હજુ એટલું ખાસ પ્રચલિત નથી.

બીજું, ગુજરાતી ગઝલોને સંગીતમાં ખાસ ઢાળવામાં નથી આવી, ગુજરાતમાં મનહર ઉધાસ, આશિત દેસાઈ , જેવા થોડા એવા જ સંગીતકારોએ ગુજરાતી ગઝલને સ્વર બધ્ધ કરી લોકો સુધી પહોચાડી છે. ગુજરાતી લોકો ૧%થી પણ ઓછા ગઝલથી જાણકાર છે.

જયારે હિન્દી, ઉર્દુ માં જોવામાં આવે તો અસંખ્ય ગઝલ ગાયકો જોવા મળશે, જેના ખુદ મોટા સંગીત કાર્યક્રમો થતા હોઈ છે.

ઉ.દા. જગજીત સિંહ, આબિદા પરવીન, ગુલામ અલી , ચિત્ર, પંકજ ઉધાસ, ગુલામ અલી ,

આવો વર્ગ ગુજરાતમાં નથી. હા પણ ગુજરાતી ગઝલનું ભવિષ્ય ઘણું જજ ઉજ્જવળ છે . એમાં કોઈ જ બે મત નથી.

 

અહી તમને ગઝલનો સામાન્ય ખ્યાલ રજૂ કર્યો છે. જો આપ આ સિવાયની વધારે માહિતી આપવા માંગતા હોય કે આપને ધ્યાનમા હોય તથા જણાવા માંગતા હોય તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ વધારે સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.