You are currently viewing તળપદા શબ્દો

તળપદા શબ્દો

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય તળપદા શબ્દો વિશે માહિતી આપી છે. આ ઉપરાંત તમે આ માહિતી PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો. જેની લિન્ક પોસ્ટની નીચે આપેલી છે.

તળપદા શબ્દો એટલે શું?

જે તે સ્થાનિક પ્રદેશમાં વસતા લોકોની રોજીંદા બોલીના શબ્દોને તળપદા શબ્દો કહે છે.

તળપદ એટલે ગામઠાણની જમીન. તળપદું એટલે જે-જે સ્થાનને લગતું, સ્થાનિક, પ્રાદેશિક, દેશી, ગામઠી, તળપદા શબ્દો એટલે જે-તે સ્થાનિક પ્રદેશમાં વસતા લોકોના વપરાશના શબ્દો. જેને આપણે લોકબોલીના શબ્દો કહી શકીએ. પ્રાદેશિક સીમાઓ એ કોઈ કુદરતી કે પ્રાકૃતિક સીમાઓ નથી.

અહીં નીચે જુદા જુદા તળપદા શબ્દોનું લિસ્ટ આપવામાં આવ્યું છે, જેથી તમને શોધવામાં સરળતા રહે અને સરળતાથી અભ્યાસ કરી શકાય અથવા Find કરીને શબ્દો ગોતી શકો છો.

‘ક’ અને ‘ખ’ અક્ષર પર આવતા તળપદા શબ્દો:

  • કીમ – કેમ
  • કુંભી – મકાનની થાંભલી
  • કુંવાશી – દીકરી
  • કુણ – કોણ
  • કુણું – કોમળ
  • કૂથલી – નિંદા
  • કેની – કોઇની
  • કોચકી – દોણી
  • ક્યમ – કેમ
  • કંડિયો – કરડિયો
  • કંથા – કંથ
  • કટક – સૈન્ય
  • કને – પાસે
  • કમાડ – બારણું
  • કરમ – કર્મ
  • કરમ – નસીબ
  • કરો – દિવાલ
  • કવેણ – ખરાબ વચન
  • કહાણી – કથા
  • કહાન – કૃષ્ણ
  • કળજગ – કલિયુગ
  • કળશિયો – લોટો
  • કળશી – ઘણાં
  • કાંધી – અભરાઈ
  • કાછ – ચારિત્ર્ય
  • કાન્હ – કૃષ્ણ
  • કિયા – ક્યાં
  • ખર – ગધેડો
  • ખલાં – ખિસકોલાં
  • ખાબકવું – ત્રાટકવું
  • ખેપ – મુસાફર

‘ગ’ અક્ષર પર આવતા તળપદા શબ્દો

  • ગવન – સાલ્લો
  • ગળ – ગોળ
  • ગોજ – પાપ
  • ગજવું – ખિસ્સે
  • ગડાફુ – તમાકુ
  • ગણ – ગુણ
  • ગરજાળ – સ્વાર્થી
  • ગલઢેરા – ઘરડા
  • ગોઠિયણ – સખી
  • ગોધો – આખલો

‘ઘ’ અને ‘છ’ અક્ષર પર આવતા તળપદા શબ્દો

  • ઘંઘોળ – શોધવું
  • ઘીરે – ઘરે
  • ઘોડ્ય – જેમ
  • ચંચુ – ચાંચ
  • ચંત્યા – ચિંતા
  • ચંદર – ચંદ્ર
  • ચકવો – ચક્રવાક
  • ચાકર – નોકર
  • ચૂધડો – કંજૂસ
  • ચેહ – ચિતા
  • ચૈતર – ચૈત્ર
  • ચોપાડ – ઓશરી
  • ચૌટું – બજાર
  • ચ્યારનો – ક્યાર નો
  • છાક – નશો
  • છેક – પર્વત
  • હૈયું – છોકરું
  • છોડી – છોકરી

‘જ, ઝ’ અક્ષર પર આવતા તળપદા શબ્દો

  • જેતર – વાંજિત્ર
  • જકિત – યુકિત
  • જજમાન – યજમાન
  • જટાળો – જટાવાળો
  • જથરવથર – અસ્તવ્યસ્ત
  • જનમી – જન્મી
  • જાતર – યાત્રા
  • જાર – જુવાર
  • જુક્તિ – યુક્તિ
  • જુહાર – પ્રણામ
  • જેહ – જે
  • જોગું – જેટલું
  • જોવાઈ – જુવાની
  • ઝાઝા – પુષ્કળ
  • ઝાઝા – વધારે
  • ઝોળી – થેલી

‘ટ’ ‘ડ’ ‘ઢ’ અક્ષર પર આવતા તળપદા શબ્દો

  • ટશિયા – ઉઝરડા
  • ટાણે – સમયે
  • ટાયલાં – શેખી
  • ટીખળ – મશ્કરી
  • હોયો – જડ
  • ડંગોરો – લાકડી
  • ડાંફ – પગલું
  • ડારત – વાળવું
  • ડોબું – ભેંસ
  • ડોહો – ડોસો
  • ડોળી – ફળ
  • ઢંઢો – વયોવૃદ્ધ
  • ઢબ – રીત
  • ઢીંઢોર – ગારમાટીનું
  • ટુંકડું – નજક
  • ઢેકું – દડબુ
  • ઢોલિયો – ખાટલો

‘ત’ ‘દ’ ધ’ અક્ષર પર આવતા તળપદા શબ્દો

  • તયે – ત્યારે
  • તાકડે – અણીના સમયે
  • તાસીર – સ્વરૂપ
  • તીરથ – તીર્થ
  • તેહ – તે
  • તૈણ – ત્રણ
  • દખણ – દક્ષિણ
  • દન – દિવસ
  • દમન – દુશ્મન
  • દહાડો – દિવસ
  • દાકતર – ડૉક્ટર
  • દાખડો – તકલીફ
  • દાગતર – દાકતર
  • દાબડી – ડબી
  • દાબડો – ડબો
  • દિયો – આપો
  • દિયોર – દિયર
  • દિીઠું – જોયું
  • દુહાઈ – આણ
  • દેવડી – ન્યાયમંદિર
  • દેવતા – અગ્નિ
  • દોથો – ખોબો
  • ધધૂડો – ધોધ
  • ધમપછાડાં – તોફાન
  • ધમારવું – નવડાવવું
  • ધરપત – ધીરજ
  • ધાન – ધાન્ય
  • ધીમું – ધગધગું
  • ધીસત – ફોજ
  • ધૂમ – ધુમાડો

તળપદા શબ્દો

‘ન’ અક્ષર પર આવતા તળપદા શબ્દો

  • નકર – નહિ તો
  • નઠારી – અયોગ્ય
  • નથ – નથી
  • નથરી – નઠોર
  • નભરમું – અશુભ
  • નરી – ચોખ્ખી
  • નવાણ – જળાશય
  • નિમાણું – લાચાર
  • નિહાકો – નિસાસો
  • નિહાળ – નિશાળ
  • નીમ – નિયમ
  • નેડો – પ્રેમ
  • નેન – નયન
  • નેવાં – છાપરાં
  • નોંધારી – નિરાધાર
  • નોખું – જુદું
  • નો નોતરું – આમંત્રણ
  • ન્યાં – ત્યાં

‘પ’ ‘ફ’ અક્ષર પર આવતા તળપદા શબ્દો

  • પંગત – હાર
  • પટારો – મોટી પેટી
  • પડાવ – મુકામ
  • પત – આબરૂ
  • પતીજ – વિશ્વાસ
  • પદારથ – પદાર્થ
  • પનારે – સાથે
  • પનારો – સાથ
  • પરથમ – પ્રથમ
  • પરમાણ – પ્રમાણ
  • પરમારથ – પરમાર્થ
  • પરસાળ – ઓસરી
  • પલ્લો – અંતર
  • પલ્લો – મુસાફરી
  • પસાયતો – ચોકિયાત
  • પા – બાજુ
  • પાણા – પથ્થર
  • પાંગળું – અપંગ
  • પાંચવહુ – એકસો
  • પાંસરું – સીધું
  • પાખે – વિના
  • પાધરું – સીધું
  • પિંડાર – ગોવાળ
  • પિયારું – પારકું
  • પુતર – પુત્ર
  • પુનઈ – પુણ્ય
  • પૂંઠળ – પાછળ
  • પૂતર – પુત્ર
  • પૂરછા – પૂર્ણ
  • પૂરણ – સંપૂર્ણ
  • પેટિયું – મજુરી
  • પેઠી – પ્રવેશી
  • પેઠે – જેમ
  • પૈહા – પૈસા
  • પો – પરોઢ
  • પોર – પ્રહર
  • પોંચો – પંજો
  • પોક – બૂમ
  • પોયરો – છોકરો
  • પ્રથમી – પૃથ્વી
  • પ્રાગડ – સવાર
  • વ્હાણ – પથ્થર
  • ફંદ – જાળ
  • ફકર – ફિકર
  • ફડચ – ટુકડો
  • ફર્ક – તફાવત
  • ફાંટ – ખોબો
  • ફાંફાં – વ્યર્થ પ્રયત્ન
  • ફૂલેકું – વરઘોડો
  • ફોડ – સ્પષ્ટતા
  • ફોર્યું – સુગંધ

‘બ’ ‘ભ’ અક્ષર પર આવતા તળપદા શબ્દો

  • બકાલું – શાકભાજી
  • બચલું – બચ્યું
  • બરડો – પીઠ
  • બલોયું – મોટી ચૂડી
  • બવ – બહુ
  • બહેક – સુગંધ
  • બાઈ – સ્ત્રી
  • બાકોરું – કાણું
  • બાપડા – બિચારા
  • બાપુકી – બાપની
  • બુતાં – તાકાત
  • બૂઢો – વૃદ્ધ
  • બૂતાં – તાકાત
  • બેઉ – બન્ને
  • બેત – નેતરની લાકડી
  • બોન – બહેન
  • બોલ – વેણ
  • ભઈ – ભાઇ
  • ભટ્ટ – ધિક્કર
  • ભડકડે – સવારે
  • ભણે – કહે
  • ભભૂત – રાખ
  • ભરમાંડ – બ્રહ્માંડ
  • ભરુહો – ભરોસો
  • ભળકડે – સવારે
  • ભાણ – સૂર્ય
  • ભાગ – ભાગ્ય
  • ભાળ – પત્તો
  • ભાળ -જુએ
  • ભીંસ – દબાણ
  • ભૂતાં – તાકાત
  • ભૂરાંટું – બાવરું
  • ભૂસકા – કુદકા
  • ભૈસાબ – ભાઈ સાહેબ
  • ભો – ભય
  • ભોય – તળિયું
  • ભોડું – માથું
  • ભોમકા – ભૂમિ

‘મ’ અક્ષર પર આવતા તળપદા શબ્દો

  • મગતરાં – મચ્છર
  • મઢી – ઝૂંપડી
  • મણા – ખામી
  • મનેખ – મનુષ્ય
  • મરને – ભલેને
  • મલક – મુલક
  • માણહ – માણસ
  • માય – માતા
  • માલીપા – અંદરની બાજુ મુલક પ્રદેશ
  • મીંદડી – બિલાડી
  • મૂઠું – મોઢું
  • મેડી – માળ
  • મેમાન – મહેમાન
  • મેરામણ – દરિયો
  • મેલ્યાં – મુક્યાં
  • મેળે – જાતે
  • મૉર – આગળ
  • મોખ – અનુકૂળતા
  • મોઝાર – વચ્ચે
  • મોરે – મોખરે
  • મૌર્ય – અગાઉ
  • પ્ટેલ – મહેલ

‘ર’ ‘લ’ અક્ષર પર આવતા તળપદા શબ્દો

  • રખેવાળ – રક્ષક
  • રખોપું – રક્ષણ
  • રગ – નાડી
  • રણ – ઋણ
  • રતનાગર – રત્નાકર
  • રવર – સ્મરણ
  • રવરવવું – ચચરતું
  • રાંડ – વિધવા
  • રાંધણિયું – રસોડું
  • રાગડા – અવાજ
  • રાજીપો – હરખ
  • રાન – જંગલ
  • રાસ – મેળ
  • રૂડી – સારી
  • રૂડું – સારું
  • રેવું – રહેવું
  • રોંગટાં – રૂંવાડાં
  • લગણ – સુધી લઠ – લાઠી
  • લાંક – મરોડ
  • લાગો – કર
  • લાઘવું – પ્રાપ્ત કરવું
  • લાય – ચિંતા
  • લૂઢકવું – આળોટવું
  • લોંદો – લોચો

‘વ’ અક્ષર પર આવતા તળપદા શબ્દો

  • વખ – વિષ
  • વચાળે – વચ્ચે
  • વડેરા – મોટેરાં
  • વમન – ઊલટી
  • વરતવું – ઓળખવું
  • વરતી – ઓળખી
  • વરહ – વર્ષ
  • વસન – વસ્ત્ર
  • વાંઢો – કુવારો
  • વાંહે – પાછળ
  • વાચ – વાણી
  • વાયરો – પવન
  • વાયું – ટેવાયેલું
  • વાર – વિલંબ
  • વારી – વારો
  • વાર્યા – રોક્યા
  • વાલમ – પ્રિયતમ
  • વાલેશરી – ચાહક
  • વાલેસરી – હિતેચ્છુ
  • વાવડ – સંદેશો
  • વાવડો – વાયરો
  • વાહે – પાછળ
  • વિપદ – વિપત્તિ
  • વીશવાસ – વિશ્વાસ
  • વાહ – વીસ
  • વેંવાર – વ્યવહાર
  • વેગળું – દૂર
  • વેગળો – અલગ
  • વેણ – વચન
  • વેરણ – દુશ્મન
  • વેલેરા – જલદી
  • વેલેરા – વહેલા
  • વેળા – સમય
  • વેળુ – રેતી
  • વૈતરું – મજુરી

‘શ’ ‘સ’ અક્ષર પર આવતા તળપદા શબ્દો

  • શાખ – સાક્ષી
  • શીળો – શીતળ
  • શૃંગ – શિખર
  • શેરો – છેડો
  • શેહ – છાપ
  • સંચોડો – બિલકુલ
  • સંધા – બધા
  • સઇ – માં
  • સગડ – બાતમી
  • સતજુગ – સત્યયુગ
  • સનસા – શંકા
  • સમણું – સ્વપન
  • સમશાન – સ્મશાન
  • સરગ – સ્વર્ગ
  • સલવટ – કરચલી
  • સાંજુદા – સાંજ
  • સાંડ – પડખું
  • સાંભરણ – સ્મરણ
  • સાખે – સાક્ષીએ
  • સાગરભાતું – ભોજન
  • સાટે – બદલામાં
  • સાયર – દરિયો
  • સાવલી – સાદડી
  • સિકલ – ચહેરો
  • સૂગ – અણગમો
  • સોંસરવું – આરપાર
  • સોડ – પડખુ
  • સોર્યું – ન ગમ્યું

‘હ’ અક્ષર પર આવતા તળપદા શબ્દો

  • હકમ – હુકમ
  • હટાણું – ખરીદી
  • હડિયું – દોડધામ
  • હડી કાઢવી – દોડવું
  • હરખપદુડું – હર્ષઘેલું
  • હરફ – શબ્દ
  • હરવર – સ્મરણ
  • હવાતિયાં – ફાંફાં
  • હવેજ – મસાલો
  • હળફ – એકએક
  • હાઊકાર – શાહુકાર
  • હાડમારી – મુશ્કેલી
  • હાપ – સાપ
  • હારે – સાથે
  • હાલરું – ટોળું
  • હાવ – સાવ
  • હાહુ – સાસુ
  • હુતાસણી – હોળી
  • ટૅકુટ – અન્નકુટ
  • ઠંડવું – ચાલવું
  • હેડય – કેદ
  • હૈયારી – હિમ્મત

ધોરણ 10ના ગુજરાતી વિષયના તળપદા શબ્દો

  • સડપ – ઝડપથી , એકદમ
  • સંધાય – બધાં , સૌ
  • બકોરવું – બોલાવવું
  • મૂલવવું – કિંમત આંકવી
  • જડવું – હાથ લાગવું , મળી આવવું
  • રેવાળ – ઊછળે નહિ છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ
  • ભોં – ભોંય
  • સંધેવો- સંદેશો
  • ઓહાણ – ખયાલ , યાદી
  • વાવડ – સમાચાર , સગડ
  • વાળું – સાંજ પછીનું ભોજન
  • ચંત્યા – ચિંતા , ફિકર
  • વાંહે – પાછળ
  • હવારે – સવારે
  • મોહુંઝણું – પરોઢિયાનો સમય
  • સોમાહું – ચોમાસું , વરસાદના દિવસો
  • ભરૂહો – ભરોસો
  • બિકાળવા – બીક લગાડે તેવાં ( અહીં ) બીકણ
  • લગણ – લગી
  • ઘોડયે – ની જેમ
  • સળાવો- ( વીજળીનો ) ચમકારો
  • મઉ થઈ જવું – ભૂખથી ટળવળતું ( અહીં ) ખૂબ ભૂખ લાગવી
  • ગણ – ગુણ
  • કો – કોઈક
  • નેહ – સ્નેહ
  • હોલાવું – હોલવવું
  • ઢોચકી – દોણી , માટીનું વાસણ
  • લ્યા – એલા , અલ્યા
  • અગની – અગ્નિ
  • સમું – સમાન
  • તળે – નીચે
  • નંઈ – નહીં
  • છાંય – છાંયડો
  • લાટ – મોટા સાહેબ , સત્તાધીશ
  • આણેલા – લાવેલા
  • સોગન – સોગંદ , કસમ
  • આભલું – આકાશ , વાદળ
  • આલવું – આપવું
  • આણેલા – લાવેલા
  • સોગન – સોગંદ , કસમ
  • આભલું – આકાશ , વાદળ
  • આલવું – આપવું
  • મલક – દેશ , મુલક
  • ધરમ – ધર્મ
  • હેંડો હેંડો – ચાલો ચાલો
  • પાશેર – પા
  • પરથમી – પૃથ્વી
  • ફડક – પહેરેલા કપડાનો ઝૂલતો છેડો
  • પલ્લો – પ્રલય , વિનાશ
  • વાહે – લીધે
  • નઈ – નહીં
  • ધરમ – ધર્મ
  • હેંડો હેંડો – ચાલો ચાલો
  • પાશેર – પા
  • પરથમી – પૃથ્વી
  • ફડક – પહેરેલા કપડાનો ઝૂલતો છેડો
  • પલ્લો – પ્રલય , વિનાશ
  • વાહે – લીધે
  • નઈ – નહીં
  • ધિક્ – ધિક્કાર
  • પેટિયું – રોજી , પેટના માટે મજૂરી કરનારું
  • ભૂંડું – ખરાબ
  • લાગ – તક , મોકો
  • લવારો – બબડાટ
  • કુણ – કોણ
  • દિલ – શરીર , તન
  • નકુર – નક્કર હેંડો – ચાલો
  • થિયો – થયો
  • ભઈ – ભાઈ
  • નો – ના
  • બચાડી – બિચારી
  • નોં’તુ – ન હતું , નહોતું
  • મેલો – મૂકો
  • ડોહા – ડોસા
  • મોરે – મોખરે , આગળ
  • ભાળ – પત્તો , ખબર
  • આઈ – અહીં
  • ઈમાં – એમાં
  • કાઢ્ય – કાઢ
  • હાંભળહે – સાંભળશે
  • કુણ – કોણ
  • હોનાના – સોનાના
  • દખી – દુઃખી
  • ભાળ્યું – જોયું
  • હારે – સાથે
  • કાલ્ય – કાલ
  • હાવ – સાવ
  • ભાળવું – જોવું
  • તલખવું – તલસવું , તડપવું
  • ભીડવું – બંધ કરવું
  • આઘે – દૂર
  • લૈ – લઈ હાઉકાર – શાહુકાર
  • સોંઘારત – સસ્તાપણું
  • આપદા – આપત્તિ
  • પોયરાં – છોકરાં
  • કોથે ગેયલો ઓહે – ક્યાંક ગયો હશે
  • ડોહાડી – ડોશી
  • આપ્યું – આપ્યું
  • ની – નહીં
  • પૈહા – પૈસા
  • ભૂયખો – ભૂખ્યો
  • હાવ – સાવ
  • ચુહાઈ – ચુસાઈ
  • ગીયો – ગયો
  • હેર – શહેર
  • કાઠું – કઠણ, મુશ્કેલ મારગ – માર્ગ, રસ્તો
  • હાંઉં – બસ
  • આણે – લાવે
  • વાચ – વાણી
  • કાછ – કાછડી, (અહીં) ચારિત્ર્ય
  • ધન – ધન્ય, ભાગ્યશાળી
  • નવ – ના, નહીં ભણે – કહે, બોલે
  • ઝાલે – પકડે, લે
  • કેની – કોઈની
  • નિરમળ – નિર્મળ
  • રૂડી – સારી
  • મા’રાજ – મહારાજ
  • પરમારથ – પરમાર્થ
  • રે’વે – રહે
  • વચનુ માં – વચનોમાં
  • વ્યાપાર – વ્યવહાર
  • પો’ર  – પ્રહર
  • સંગતું – સંગત
  • વછૂટી જવું – નીકળી જવું (અહીં) રેબઝેબ થઈ જવું
  • પરભાતી – પ્રભાતિયાં
  • જંતર – વાજિંત્ર (તંતુવાદ્ય)

ધોરણ 12 ના ગુજરાતી વિષયના તળપદા શબ્દો

  • છેક – અંત
  • પૂરણ – પૂર્ણ
  • કરડાકી – કટાક્ષ
  • વાંહે -પાછળ
  • રંગ – નસ
  • જુક્તિ – યુક્તિ
  • માલેક – માલિક
  • કેજો – કહેજો
  • વા’લો – વહાલો
  • બાપડા – બિચારા
  • ખોળવું – શોધવું
  • દુદ – મોટું પેટ
  • સમશાન – સ્મશાન
  • મૂરખ – મૂર્ખ
  • ઉતારણ – ઉતારવું
  • પદારથ – પદાર્થ
  • વાસ – વસવાટ
  • શેહ – છાપ, દાબ
  • તાનમાં – ગેલમાં
  • આણીપા – આ બાજુ
  • ચૂધડો – કંજૂસ
  • આપદા – મુશ્કેલી
  • નો રહ – ના રહે
  • કંડતલ – નકામી કૂથલી
  • વાઢવું – કાપવું
  • રવરવતું – ચચરતું
  • હરવર – સ્મરણ
  • નોતરું – આમંત્રણ
  • તિમાણું – લાચાર
  • આસ્તે – ધીરે
  • સાંજુકો – સાંજે
  • લૂગડાં – કપડાં
  • જગન – યજ્ઞ
  • પાય -પગ
  • આણવું – લાવવું
  • કળજગ – કળિયુગ
  • દરશની – દર્શનની
  • કૂથલી – નિદા
  • અનંભે – નિર્ભય
  • ભાવટ – જંજાળ
  • હૈ – હદય
  • લૂગડું -કપડું
  • સાટુ – માટે
  • સંધાય – બધા
  • વિપત – વિપત્તિ
  • ગાફેલ – અસાવધ
  • સોધો – સુગંધી લેપ
  • પાશ – રંગ
  • રાચ – ચીજ વસ્તુ
  • નોતર – આમંત્રણ
  • સૂવું – ટપકવું
  • નઠારા – ખરાબ
  • ગેડ – સમજ
  • ધરમ – ધર્મ
  • સેજ્યા – શય્યા | પથારી
  • હીંડે – ચાલે
  • ધાતી – દોડે
  • ખાટ – પલંગ
  • વેંઝણો – પંખો
  • આલું – આપું

ધોરણ 11ના ગુજરાતી વિષયના તળપદા શબ્દો

  • સંધાય – બધા
  • નોતરું – આમંત્રણ
  • લગી – સુધી
  • વાંસે – પાછળ
  • ઓશિયાળું – લાચાર
  • કોશીર – કરકસર
  • કારજ – ઉત્તરક્રિયા (મૃત્યુ પછી
  • અભેમાન – અભિમાન
  • બેરહમ – નિર્દય
  • આલું – આપું
  • જસ – યશ
  • બકવું – બોલવું
  • ટાબરિયાં – છોકરાં
  • ચેટલી – કેટલી
  • ચણ્યા – ચણા
  • શિયા – થયા
  • ચંત્યા – ચિંતા
  • ભિ – ભાઈ
  • શમણું – સ્વપ્ન
  • કરણ – કર્ણ / કાન
  • ખાસડાં – પગરખાં
  • ખોળિયું – દેહ
  • ઓરતા – ઇચ્છા
  • સમો – સમય
  • વેળા – સમય
  • આણવું – લાવવું
  • ઢોભલું – વાડકો
  • હાક – બૂમ
  • ચસવું – ખસવું
  • હાલો – ચાલો

જો આ સિવાયની કોઈ તળપદા શબ્દો આપને ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ વધારે સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.