You are currently viewing “મારા પ્રિય સાહિત્યકાર” વિશે નિબંધ | My Favorite Writer

“મારા પ્રિય સાહિત્યકાર” વિશે નિબંધ | My Favorite Writer

અહી આપેલ આર્ટીકલમાં ગુજરાતીમાં “મારા પ્રિય સાહિત્યકાર” વિષય પર નિબંધ વિશે માહિતી આપી છે. આ નિબંધ તમને સાહિત્યના અભ્યાસ માટે, સ્પર્ધાત્મક તૈયારી માટે અથવા પરીક્ષામાં ઉપયોગી થશે. આ ઉપરાંત તમે My Favorite Writer Essay in Gujarati PDF ડાઉનલોડ પણ કરી શકો છો.

[મારા પ્રિય લેખક નિબંધ, મારા પ્રિય કવિ નિબંધ, મારા પ્રિય સાહિત્યકાર, મારા પ્રિય સાહિત્યકાર academy, મારા પ્રિય સાહિત્યકાર download, મારા પ્રિય સાહિત્યકાર pdf download, મારા પ્રિય સાહિત્યકાર text, મારા પ્રિય સાહિત્યકાર wikipedia, મારા પ્રિય સાહિત્યકાર નિબંધ, મારા પ્રિય સાહિત્યકાર પરિચય, મારો પ્રિય સર્જક નિબંધ, મારો પ્રિય સાહિત્યકાર નિબંધ, ગુણવંત શાહ, ડૉ.ગુણવંત શાહ book pdf, ડૉ.ગુણવંત શાહ in gujarati, ડૉ.ગુણવંત શાહ pdf download, essay on my favorite writer, for my favorite writer, my best writer essay, my favorite book author, my favorite writer essay, my favorite writer for class 2, my favourite writer essay 100 words, my favourite writer is, my favourite writer short essay]

મારા પ્રિય સાહિત્યકાર” વિશે નિબંધ | My Favorite Writer Essay in Gujarati

મારા પ્રિય સાહિત્યકાર છે ડૉ.ગુણવંત શાહ. ગુણવંતભાઈ એ ખરા અર્થમાં શબ્દોના ઉપાસક છે. એમને ઘણા કાવ્યસંગ્રહો લખ્યા, ઘણી નવલકથાઓ પણ લખી, પરંતુ એમનો મૂળ સ્વભાવ તો એક ઉત્તમ કક્ષાના નિબંધકારનો છે. ગુજરાતમિત્રમાં “કાર્ડિયોગ્રામ” નામની કોલમથી શરૂ થયેલી એમની વિચારયાત્રાએ 18 જેટલા નિબંધસંગ્રહો ગુજરાતી ભાષાને આપ્યા છે. ‘સરદાર એટલે સરદાર’, ‘ગાંધી એટલે ગાંધી’, ‘નવી પેઢીની નજરે’ આ પુસ્તકોમાં સરદાર અને ગાંધીને એક અનોખી દૃષ્ટિથી તેમને મૂલવ્યા  છે.

ઘણા લેખકો જીવનના અનુભવો પરથી સાહિત્યની રચના કરેં છે. જેમ કે ગાંધીજીએ સત્યના પ્રયોગો અને ગુણવંત શાહની બિલ્લો- ટીલ્લો-ટચ નામક આત્મકથા લખી છે. તેઓની આ આત્મકથા વાંચીને આપણે તેમના જીવનમાંથી ઘણી પ્રેરણા મળે છે. સારા પુસ્તકો વાંચીને આપણા વિચારો શુદ્ધ અને પવિત્ર બને છે. જ્યાં જીવન હોય ત્યાં સાહિત્ય હોય જ.

ગુણવંતભાઈ પાસે નવું નવું વિચારવાની પ્રકાશ શક્તિ છે. એમના વિચારો વાચકોને વિચારતા કરી મૂકે છે. એમની પાસે લખવા અને બોલવાની એક વિશિષ્ટ શૈલી છે. એ શૈલી માત્ર ડૉ. ગુણવંત શાહની શૈલી છે. ગુણવંતભાઈ માત્ર એક ઉત્તમ કોટીના સાહિત્યકાર જ નહીં પરંતુ એક ઉત્તમ કોટીના વક્તા પણ છે. મહર્ષિ અરવિંદ કહેતા કે “મૌન રહેવું એક કળા છે.” પરંતુ મને લાગે છે કે મૌન રહેવું એ કળા હોય તો બોલવુ એ એનાથી એ મોટી કળા છે. ક્યારે   બોલવું એ એનાથી મોટી કળા છે. શું બોલવું એ સૌથી મોટી કળા છે. ગુણવંતભાઈએ શબ્દોની ભારે સાધના કરી લખવા અને બોલવાની આ કળા હસ્તગત કરી છે.

મારા પ્રિય સાહિત્યકાર

કોઈ પણ સારા સાહિત્ય સર્જકમાં ચાર ગુણ વિશેષ હોવા જોઇએ.

1) સાહિત્યકારે સતત નવું નવું વિચારતા રહેવું જોઈએ અને તેના એ વિચારો વાચકોની સમક્ષ મુકતા રહેવું જોઈએ.

2) સાહિત્યકારોએ સમાજને કંઈક ઉપયોગી થાય એવું અને વાચકોને કંઈક ઉપયોગમાં આવે એવું લખવું જોઈએ.

3) લખાણ અંધશ્રદ્ધા ફેલાવે એવું કે વિજ્ઞાનની વિરૂદ્ધ ન હોવું જોઈએ. પ્રત્યેક વાત સત્ય અને અસત્યની એરણ પર ચકાસેલી હોવી જોઈએ.

4) લેખક જે વિચારે છે અને જે લખે છે એ મુજબનો જ એમનો જીવન વ્યવહાર પણ હોવો જોઈએ.

મને લાગે છે કે ડૉ.ગુણવંત શાહ આ ચાર ગુણ વિશેષના સ્વામી છે. એટલે જ ગુણવંત  શાહ ગુજરાતી ભાષામાં સૌથી વધુ વેચાતા અને વંચાતા પુસ્તકોના સર્જક છે. ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની ગુણવંતભાઇ પાસે એક અનોખી કળા છે. એ ક્વોન્ટિટી ના નહિ, પણ ક્વાલિટીના હિમાયતી છે. એમના પુસ્તકોનું કદ નાનું હોય છે પરંતુ એમાં રજૂ થયેલાં વિચારોનું કદ અસીમ હોય છે.

મિત્રો, શબ્દો એ વેડફવા જેવી સંપત્તિ નથી, કેટલાક લેખકો સાવ જ નિરર્થક અને નકામા પુસ્તકો પ્રગટ કરતા રહે છે. શું બધા લેખકો સાહિત્યકાર ગણી શકાય ખરાં? રોજ હજારો પુસ્તકો પ્રગટ થાય છે. એમાં વાંચવા જેવા કેટલા? ગુણવંતભાઈ સાચું જ કહે છે કે, “અમુક લેખો લખવાનું બંધ કરે એજ એક સાહિત્યમાં એમનું મોટું પ્રદાન ગણાય.” કેમ કે, શિક્ષકો, મા-બાપ અને મિત્રોની માફક સારા પુસ્તકો પણ માનવ જીવનનાં ઘડતરમાં નિર્ણાયક ભૂમિકા અદા કરે છે. મિત્રોની માફક સાહિત્ય સુખ-દુ:ખમાં સાથ આપે છે અને સમસ્યાઓને ઉકેલવામાં આપણે માર્ગદર્શક પણ બને છે.

સાહિત્ય એ માનવીના જીવનમાં એક શક્તિ સ્રોત તરીકેની ભૂમિકા અદા કરેં છે. વિખ્યાત ચિંતક લોર્ડ બૈંકને જ્ઞાન અને સમજણને માણસની સાચી શક્તિ કહી છે. સાહિત્ય એ સમજણ પ્રાપ્ત કરવાનું અને બૌદ્ધિક વિકાસ માટે સાહિત્ય હંમેશા પ્રેરણારૂપ બન્યું છે, તેથી જગતને સારા માર્ગે લઈ જવાનું કામ સાહિત્યકારો પર આધાર રાખે છે. એટલે જ ડોક્ટર ગુણવંત શાહ મારા પ્રિય સાહિત્યકાર છે.

ડૉ.ગુણવંત શાહને સરકાર દ્વારા ‘રણજી તરામ સુવર્ણચંદ્રક’ અને ‘શ્રી નર્મદ ચંદ્રક’ જેવા ભારે પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતી ભાષામાં જે ચપટીક મહાન ચિંતકો પેદા થયા છે, એમાંથી એક છે ડોક્ટર, ગુણવંત શાહ.

આ નિબંધ જીનલ પીપળીયા દ્વારા લખવામાં આવેલ છે. આ તેમની મૌલિક રચના છે. જેની સાથે ભાષા અભિવ્યક્તિ સહમત હોય તે જરૂરી નથી.

My Favorite Writer Essay in Gujarati

અહીં નીચે બટન પર ક્લિક કરી My Favorite Writer Nibandh in Gujarati ની પીડીએફ ફ્રીમાં Download કરી શકો છો.

Conclusion :

જો આ સિવાય કોઈ વિષય આપને ધ્યાનમા હોય અથવા બીજી વિગત આપવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ ગુજરાતીનો વિષય સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.