You are currently viewing સમાનાર્થી શબ્દો ધોરણ 11

સમાનાર્થી શબ્દો ધોરણ 11

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય સમાનાર્થી શબ્દો ધોરણ 11 વિશે માહિતી આપી છે.આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો.

સમાનાર્થી શબ્દો ધોરણ 11 (Samanarthi Shabd Standard 11 – Semester 1 and 2)

સમાનાર્થી શબ્દો ધોરણ 11ના દરેક પાઠમાં આવતા હોય છે અને પરીક્ષામાં પણ પુછાતા હોય છે. તમને ખબર જ હશે કે હવે દરેક પાઠની પાછળ શબ્દ-સમજૂતીમાં પાઠમાં આવતા દરેક સમાનાર્થી શબ્દો આપેલ હોય છે જે પહેલા એ ‘ટીપ્પણ’ ના નામથી આવતા હતા. નવા અભ્યાસમાં આ ફેરફાર થયો છે એટલે હવે ‘શબ્દ-સમજુતી‘ રીતે આવે છે.

અહીં ધોરણ 11માં આવતા સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2માં આવતા સમાનાર્થી શબ્દો આપવામાં આવ્યા છે.

ગુજરાતી ધોરણ 11 સમાનાર્થી શબ્દો

ધોરણ 11ના ગુજરાતી વિષયના સમાનાર્થી શબ્દો

1. ‘નાવિક વળતો બોલિયો’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • સ્વામ – સ્વામી, નાથ (અહીં : ‘રામ’)
  • ચરણરેણ – ચરણરજ, પગની રજધૂળ
  • અહલ્યા – એક પૌરાણિક પાત્ર – ગૌતમઋષિનાં શાપિત પત્ની
  • સહી – ખરી, સાચી
  • પાષાણ – શિલા, મોટો પથ્થર
  • ફીટી – મટી, (માંથી) બની કાષ્ઠ લાકડું
  • પેર – પેરવી, તજવીજ, વ્યવસ્થા
  • વિશ્વામિત્ર – એક ઋષિ, રામના ગુરુ
  • પખાલો – પખાળો, (પાણીથી) ધુઓ
  • શરણશર્ણ – અશરણના શરણરૂપ, નિરાધારના આધાર (અહીં : ‘રામ’)
  • ચર્ણ – ચરણ

2. ‘પોસ્ટઑફિસ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • સ્વાધીન – અવસ્થા – પોતે પોતાને નિયમમાં રાખનારી સ્થિતિ (અહીં) પોતાના કામ જાતે કરે એવી સ્થિતિ
  • ડાંગ – લાંબી મજબૂત લાકડી
  • શીમણી – કાળી, શામળી, (અહીં) અંધારી
  • કારકુન – ગુમાસ્તો (અંગ્રેજીના ‘ક્લર્ક’ પરથી) કોચમૅન કોચ-ગાડી હાંકનારો
  • નિષ્ઠુર – નિર્દય, કઠોર
  • તેતર – એક પંખી
  • ખોમાં – (અહીં) બખોલમાં ‘કાસડા’કે ‘રાંપડા’નાં ઘાસ (અહીં) એક પ્રકારનું ઘાસ
  • જીવનસંધ્યા – (અહીં) જીવનની ઉત્તરાવસ્થા, પાછલી ઉંમર
  •  ધૈર્ય – ધીરજ
  • કારભારી – કારભાર કરનારો, વ્યવસ્થાપક
  • સૈકો – સો વર્ષ
  • ગોલ્ડસ્મિથ – એક અંગ્રેજ લેખક
  • વિલેજ – સ્કૂલમાસ્તર અંગ્રેજ લેખકની કૃતિનું પાત્ર
  • થાનક – સ્થાન
  • સહાનુભૂતિ – સમભાવ, દિલસોજી
  • કૌતુકબુદ્ધિ – કુતૂહલ જાગ્રત કરે એવી બુદ્ધિ
  • અસંબદ્ધ – સંબદ્ધ નહિ એવું, અનુચિત
  • ભડકવું – અચાનક ડરી જવું
  • ગીની – સોનાનો એક (બ્રિટિશ) સિક્કો
  • દાબડી – નાની ડબી
  • તોલો – દશ ગ્રામથી થોડું વધારે વજન
  • પિછાને – ઓળખે (અહીં) સમજે
  • કરડાઈના – કરડાકી-કડકાઈ-સખતાઈના
  • રોજનીશી – દરરોજના કામની નોંધપોથી
  • ત્રિવિધ – ત્રણ પ્રકારના

3. ‘એમ ઉગાર્યો ચંદ્રહાસ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • વિમાસી – વિચારી, મૂંઝવણ અનુભવી
  • નખું – નીરખું, જોઉં
  • હ્યાં – અહીંયાં
  • સરસ્યું – સરખું, જેવું
  • રખે – કદાચ
  • તુરી – થોડો, અશ્વ
  • અનુપમ – જૈને ઉપમા ન આપી શકાય તેવું, સર્વોત્તમ
  • માનિની – (માન માગતી કે અભિમાની) સ્વમાની સ્ત્રી
  • મુખમોરડો – પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું
  • ઉદયાચળ – ઉદયગિરિ, મેરુપર્વત
  • ભાણ – ભાનુ, સૂર્ય
  • પેંગડાં  – ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં
  • પલાણ – ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક નેપુર
  • નુપુર, – ઝાંઝર
  • અણવટ – સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું
  • વીછિયા – પગની આંગળીનું ઘરેણું
  • આભરણ – અલંકાર, આભૂષણ, શણગાર
  • મરમ – મર્મ, રહસ્ય, ભેદ
  • શ્યામા – જુવાન સ્ત્રી (અહીં) વિષયા
  • સમીપ – પાસે, નજીક
  • હરિવદની – ચંદ્ર(હરિ)ના જેવા મુખવાળી, (અહીં) વિષયા
  • પિછોડી – પછેડી, ઓઢવાની ચાદર
  • હૈડામાં – હૈયામાં, હ્રદયમાં
  • અભ્ર – વાદળ
  • સુવદનઅંબુજ – કમળ(અંબુજ)ના જેવા સુંદર મુખવાળો, (અહીં) ચંદ્રહાસ
  • ભ્રકુટિ – ભવું, ભમ્મર
  • શશિબિંબ – ચંદ્રનું પ્રતિબિંબ
  • પૂંઠે – પાછળ
  • શુકચંચા – પોપટની ચાંચ (અહીં) પોપટની ચાંચ જેવું
  • અધરબિંબ – અલંકૃત હોઠની શોભા
  • સવિતા – સૂર્ય
  • શ્રવણ – કાન
  • કપોત – કબૂતર
  • કુંજર – હાથી
  • અંબુજવરણ – કમળના રંગનું
  • બાજુબંધ – હાથનું એક ઘરેણું
  • બેરખા – બેરખી, કાંડા ઉપર પહેરવાનું ઘરેણું
  • મુદ્રિકા – મુદ્રા, વીંટી
  • આદે – આદિક, વગેરે, ઇત્યાદિ
  • હદે – હૃદયે
  • હેમ – સોનું
  • ભૂરકી – જાદુમંત્ર, મોહિની તાત પિતા હિમે હિમાલયે
  • ભરથાર – પતિ ભાય
  • કભા, – ઓઢો (અહીં) અંગરખા જેવું એક વસ્ત્ર
  • કસ – અંગરખુ. બંડી વગેરે ભીડવાની નાની દોરી
  • સ્વસ્તિ – ક્લ્યાણકારી
  • મદન – કામદેવ
  • ઘટી – ઘડી, ચોવીસ મિનિટ
  • વિષ – ઝેર
  • ત્રિભુવનનાથ – સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણે ભુવનલોકના સ્વામી, ઈશ્વર
  • અવિનાશ – અમર, અક્ષર, નિત્ય (અહીં) કૃષ્ણ
  • પ્રેમદા – પ્રેમ આપનાર સ્ત્રી (અહીં) વિષયા

4. ‘અમૃતા’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • તકરાર – ઝઘડો, કજિયો, ટંટો
  • ગંઠાયેલું – સુદૃઢ
  • ભવાં – ભમ્મર
  • સેર – જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા
  • અવધૂત – વેરાગી, બાવો
  • બળી – ભલે
  • પાંચીકા – રમવાના કૂકા
  • ટાંકણું – ટાંકવાનું ઓજાર ખલ ઔષધ વગેરે ચરવાનો કે ઘૂંટવાનો ખાડાવાળો ઘડેલો પથરો, ખરલ
  • મશરૂ – રેશમ તથા સૂતરનું ધણા રંગના પટાવાળું કપડું
  • રેશમગાંઠ – રેશમની ગાંઠ, ન છૂટે એવી ગાંઠ (અહીં) અતૂટ સંબંધ
  • લાવણ્ય – નમણાશ, ચારુતા, સુંદરતા
  • સહૃદય – સામી વ્યક્તિનો ભાવ કે લાગણી સમજી શકે એવું
  • પીઠી – લગ્નપ્રસંગે વરકન્યાને શરીરે ચોળાતો પીળો સુગંધી પદાર્થ
  • ચોઘડિયાં – અકારાં લાગવાં (અહીં) લગનનું મુરત
  • અપ્રિય – અળખામણું લાગવું
  • શાણી – ડાહી, ઠાવકી
  • માંગલ્ય – શુભ, કલ્યાણ
  • ઓવારો – કિનારો

5. ‘છપ્પા ઉખાણાં’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • લાય – આગ
  • ધોખો – ફરિયાદ
  • શોર – અવાજ
  • ભય – ડર
  • કયમ – કેમ
  • વળગે – બાઝે, લપેટાય
  • ભૂર મૂર્ખ, – લુચ્ચું
  • શૂર – બહાદુર, પરાક્રમી
  • પ્રાકૃત – (સંસ્કૃત ઉપરથી ઊતરી આવેલી) લોકભાષા
  • અચરત – અચરજ, વિસ્મય
  • અધિક – વધારે
  • હાડ – હાડકા, અસ્થિ
  • રુધિર – લોહી, રક્ત
  • ખાલ – ચામડી

6. ‘સુંદરીની શોધ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • સ્ત્રીઓચિત – સ્ત્રીને શોભે એવો
  • પોલકું – સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર બો બાંધવામાં વપરાતી દોરી
  • સાંગોપાંગ – અંગ-ઉપાંગ સહિત (અહીં) એ જ પ્રકારનું
  • ઉત્કંઠા – તીવ્ર ઇચ્છા, આતુરતા
  • કામણ – વશીકરણ (અહીં) મોહિની લગાડવી તે
  • અલૌકિક – અસામાન્ય, અદ્ભુત
  • ભાવોનું – સમત્વ પ્રાપ્ત કરવું (અહીં) લાગણીઓ પર સમતા પ્રાપ્ત કરવી
  • શેકસપિયર – જાણીતો અંગ્રેજ કવિ-નાટ્યકાર
  • અવાંતર – અંદરનું
  • અનુકૃતિ – અનુકરણ, નકલ
  • કદરદાન – કદર કરે કે જાણે એવું, ગુણજ્ઞ

7. ‘વનમાં ચાંદલિયો ઊગ્યો’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ચાંદલિયો – ચાંદો
  • ઉતારો – ઊતરવાનો મુકામ
  • ગોરી – રૂપાળી સ્ત્રી (અહીં) પ્રિયતમા
  • નાવણ – સ્નાન
  • દૂધડાં – દૂધ
  • પોઢણ – શયન

8. ‘બૂરાઈના દ્વાર પરથી વ્યાકરણ અને લેખન’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • મતીરાં – ચીભડાં
  • કાછિયો – શાકભાજી વેચવાવાળો
  • ટાંપ – નજર
  • વરા – પ્રસંગો
  • મધરાતિયું – મદ્રાસનું કાપડનું માથાબંધન
આપ આ પોસ્ટ પણ જોઈ શકો છો :

9. ‘ચક્રવાકમિથુન‘ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • પ્રસરી – વિસ્તરી
  • ચોપાસ – ચારે બાજુ
  • શાખાઓ – (અહીં) પર્વતની હારમાળા
  • શૈલરાજ – પર્વતરાજ
  • સરિત – નદી
  • કૃષ્ણ – શ્યામ, કાળું
  • જરા – થોડો
  • સભય – ભય સાથે
  • શૃંગ – શિખર, ટોચ
  • જલધિજલ – સમુદ્રનાં પાણી
  • તમ – અંધારું
  • ઉદ્ગીય – ઊંચી ડોકે
  • ભીરુ – ગભરું
  • હોય – લૂછે
  • વિહગયુગ્મ – પંખીનું જોડું
  • રસજ્ઞ – રસને જાણનાર, રસિક
  • મગ્ન – તલ્લીન
  • નિભૃત – નિર્ભય
  • અત્ર – અહીં
  • અહર્નિશ – દિનરાત
  • રમણ – વિલાસ, ક્રીડા
  • રવિ – સૂર્ય
  • વિલોકે – જુએ
  • દીસે – દેખાય, ભાસે
  • વિટપ – ડાળી
  • માણિક્યોથી – ગ્રથિત માણેકથી ગ્રંથેલાં-જડેલાં
  • રમ્ય – રમણીય
  • વનસ્થલી – અરણ્ય, જંગલ
  • મૃગ – હરણ
  • સંવૃત્ત – આચ્છાદિત, ઢાંકેલું, ઢંકાયેલું
  • આવલી – હાર, પંક્તિ
  • શુચિ – શુદ્ધ, પવિત્ર
  • સરો – સર, સરોવર
  • કચ્છ – (અહીં) કિનારો, કિનારા પરનો પ્રદેશ, હંમેશ જ્યાં પાણી રહે એ પ્રદેશ
  • ઉત્તાન – પથરાયેલું, ફેલાયેલું
  • અગમ્ય – જે ન જાણી શકાય તેવું, અજાણ
  • મુદિત – આનંદિત
  • રવ – અવાજ
  • મિષ્ટ – મીઠું, મધુર
  • આમોદ – આનંદ, સુગંધ (અહીં) સુગંધી પવન
  • રવિમરીચિ – સૂર્યનાં કિરણ
  • ગહન – ઊંડાણ
  • તદનંતર – ત્યાર પછી, તે પછી
  • ચક્રવાકી – ચક્રવાકની માદા, એક પક્ષી, ચકવાની માદા
  • દયિત – પ્રિય, પ્રીતમ
  • હૃષ્ટ – પ્રસન્ન
  • મૈગ્ધ – મુગ્ધતા
  • સુયુત – બરાબર-સારી રીતે જોડાયેલું
  • અભિષેક – જલધારા
  • પ્રતિકૃતિ – છબિ, નકલ
  • ભણી – તરફ, બાજુએ
  • વાધે – વધે, વૃદ્ધિ થાય
  • અવર – ઇતર, બીજું, અન્ય
  • આશ્લેષ – આલિંગન, ભેટવું તે
  • સાધે – સિદ્ધ કરે, લાભ ઉઠાવી લે, ઉપયોગ કરી લે
  • અભિલાષ – ઉત્કટ ઇચ્છા લવ સહેજેય, જરા
  • અવિધ – હદ, નિશ્ચિત સમય
  • અંકુશ દાબ, કાબૂ હાવાં હવે
  • રક્તદ્યુતિ – રાતો-લાલ પ્રકાશ (સંધ્યા ટાણાનો)
  • સરોષ – રોષ સાથે (અહીં) ઝાંખો
  • પ્રદોષ – સંધ્યાકાળ
  • જવનિકા – પડદો
  • વિધિપાશ – નસીબનું બંધન, દુર્ભાગ્ય વિવિ
  • વિવશ, – પરાધીન, વ્યાકુળ
  • મૂઢ – સ્તબ્ધ, મોહવશ
  • યામિની – રાત્રી
  • ઘોર – બિહામણું, ગાઢ
  • વા – અથવા, કે
  • કુટિલ – છળવાળું, કપટી
  • ઉન્મત્ત – ભાન ભૂલેલું
  • તથાપિ – તોપણ
  • મિથુન – જોડું, જોડ
  • ચપલ – ચંચલ ઉભય બંને
  • વિતત – વિસ્તરેલું, વ્યાપેલું, ફેલાયેલું
  • કાંતિ – તેજ, નૂર,
  • દીપ્તેિ – ઉદધિ સમુદ્ર
  • સમુઢેિચ્છત – ઊંચે ચડેલું
  • પરિરંભ – આલિંગન
  • વેળા – સમય, વખત
  • વિધિદમન – ભાગ્યદેવતાનું દમન, દુર્ભાગ્ય
  • ગાત્ર – અંગ
  • ધૃતિ – ધીરજ
  • સંમૂઢ – સંમોહિત થવું,
  • ગાઢ – મોહમાં પડવું
  • વચ – વચન
  • સદૈવ – હંમેશ
  • આર્દ્ર – ભીનું (અહીં) કરુણાવાળું
  • દૈવ – નસીબ
  • પ્રવદતાં – વદતાં, બોલતાં
  • લલના – સુંદર સ્ત્રી (અહીં) ચક્રવાકી
  • મૃદુલ – મૃદુ, કોમળ, સુંવાળું
  • શેષ – બાકી રહેલું
  • રુજ – પીડા, વેદના
  • ગર્ભાત્માને – અંતરાત્માને
  • સ્ફુરિત – પ્રગટેલું
  • ઐશ્વર્ય – (અહીં) ભૌતિક દુનિયામાં, સંસારમાં
  • સંહરીએ – (અહીં) પૂરું કરીએ
  • અન્યથા – બીજી રીતે
  • ભાસ – આભાસ (અહીં) સરખાપણું, – ના જેવું દેખાવું તે
  • દિનકર – સૂર્ય
  • હાસ – હાસ્ય, હસવું તે
  • અમિત – અમાપ
  • અચેતન – ચેતન વિનાનું, નિષ્યાણ

10. ‘2004‘ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • દુર્જેય – જીતવું મુશ્કેલ એવું
  • ૨સાસ્વાદ – (અહીં) રસનો સ્વાદ
  • સમન્વય – પરસ્પર સંબંધ કે મેળ
  • સ્નિગ્ધ – (અહીં) ભીની
  • ઓઝલપડદામાં – ઘૂમટામાં-લાજમાં
  • માશૂક – પ્રિયા
  • તજજ્ઞ – (અમુક વિષયનો) જાણકાર, વિદ્વાન
  • પાંડુરોગ – એક રોગ
  • પક્ષાઘાત – લકવો
  • વ્યાધિ – રોગ
  • બ્રહ્મર્ષિ – બ્રાહ્મણ ઋષિ
  • કસુંબાપાણી – પાણીમાં ઘોળેલું અફીણ કે તે મિષે થતો મેળાવડો
  • લોપાતું – જવું (અહીં) લુપ્ત-નાશ પામતું જવું
  • કરગરવું – અત્યંત દીનતાપૂર્વક આજીજી કરવી – કાલાવાલા કરવા
  • વાગ્યુદ્ધ – માત્ર શાબ્દિક યુદ્ધ, ગરમાગરમ ચર્ચા
  • બહિષ્કાર – અસ્વીકાર, ત્યાગ
  • છિદ્રાન્વેષી – બીજાના દોષ શોધનારું
  • નવોઢા – નવવધુ
  • ઝાટકણી – કાઢવી સખત ઠપકો આપવો
  • સાંનિધ્ય – સમીપતા
  • મોહનાસ્ત્ર – બેહોશ કરી નાખે એવું અસ્ત્ર
  • ફિદા થઈ જવું – અતિ આસક્ત થઈ જવું
  • શેષનાગ – પૃથ્વીને ધારણ કરતો અનંત ફણાવાળો મહાન નાગ, સર્પ
  • ખુશામદ – સ્વાર્થ માટે કરેલાં હદ બહારનાં વખાણ, હા જી હા
  • પંગુ – પાંગળું
  • આત્મશ્લાઘા – આપવખાણ, પોતે જ પોતાનાં વખાણ કરવાં
  • બળવાખોર – બંડખોર, બળવો કરનાર
  • જલકમલવત્ – કમળ જેમ પાણીમાં રહે છે તેમ

11. ‘સીમ અને ઘર’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • સીમ – ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન
  • ધણ – ગાયોનું ટોળું
  • ધસી – જોશથી આગળ વધી
  • ગમાણ – ઢોરને નીરણ નીરવા માટે બાંધેલી જગ્યા
  • બમણે – બણબણે
  • બગાઈ – ઢોર ઉપર બેસતી એક જાતની માખ
  • મેશ – કાજળ
  • હીર – સત્ત્વ, દેવત

12. ‘પ્રસંગદીપ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ગાંભીર્ય – ગંભીરતા
  • સકંજામાં – પકડમાં
  • બાબરી;પટિયા – વિશિષ્ટ રીતે વાળ ઓળવાની રીત
  • ટાંકું – (અહીં) વિદ્યાર્થી-સામગ્રી મૂકવા માટેનું નાનું ખાનું
  • કાબેલ – બાહોશ, હોશિયાર
  • ગંતવ્ય – નિર્ધારિત લક્ષ; (અહીં) નાનાભાઈનો હેતુ
  • વેધકતા – તીવ્રતા, અસરકારકતા
  • લાભપ્રદ – ફાયદાકારક
  • પ્રખર – વિદ્વાન; (અહીં) વિશિષ્ટ
  • નિયામક – નિયમન કરનાર; સંસ્થાના વડા
  • પ્રકાશન – પ્રકાશિત કરવાનું કાર્ય; જાહેરમાં મૂકવાનું કાર્ય કરવું
  • સરવૈયું – નફા-ખોટનો હિસાબ
  • સિલક – બાકી વધેલી રકમ

જો આ સિવાયની કોઈ સમાનાર્થી શબ્દો આપને ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ વધારે સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.