અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય સમાનાર્થી શબ્દો ધોરણ 6 વિશે માહિતી આપી છે.આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો.

સમાનાર્થી શબ્દો ધોરણ 6 (Samanarthi Shabd Standard 6 – Semester 1 and 2)

સમાનાર્થી શબ્દો ધોરણ 6 ના દરેક પાઠમાં આવતા હોય છે અને પરીક્ષામાં પણ પુછાતા હોય છે. તમને ખબર જ હશે કે હવે દરેક પાઠની પાછળ શબ્દ-સમજૂતીમાં પાઠમાં આવતા દરેક સમાનાર્થી શબ્દો આપેલ હોય છે જે પહેલા એ ‘ટીપ્પણ’ ના નામથી આવતા હતા. નવા અભ્યાસમાં આ ફેરફાર થયો છે એટલે હવે ‘શબ્દ-સમજુતી‘ રીતે આવે છે.

અહીં ધોરણ 6માં આવતા સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2માં આવતા સમાનાર્થી શબ્દો આપવામાં આવ્યા છે.

ગુજરાતી ધોરણ 6 સમાનાર્થી શબ્દો

ધોરણ 6ના ગુજરાતી વિષયના સેમેસ્ટર 1 (પહેલું સત્ર)

1 – ‘રેલવે-સ્ટેશન’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

2 – ‘હિંદમાતાને સંબોધન’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • દેવભૂમિ – પવિત્ર ભૂમિ
  • વિશ્વાસી – ઈસુખ્રિસ્તમાં શ્રદ્ધા-વિશ્વાસ રાખનાર , ખ્રિસ્તી
  • જિન – જૈન
  • બક્ષી – આપી
  • તવંગર – પૈસાદાર
  • નિરક્ષર – અભણ
  • સાહો – મદદ કરો
  • પરસ્પર – એકબીજાને

3 – ‘ડ્રિદલ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

4 – ‘રવિશંકર મહારાજ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

5 – ‘મહેનતની મોસમ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

6 – ‘લેખન ઝાલી નો રહી’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • સીમાડો – ગામની હદ
  • પાઘડીપનો – ( અહીં ) પાઘડીના જેવો વિસ્તાર ( લંબાઈમાં વધારે પણ પહોળાઈમાં ઓછો )
  • અમીદ્રષ્ટિ . મહેરબાની , મીઠી નજર વેરાન – ઉજ્જડ
  • વસવાયા વરણ – ( અહીં ) ગામ તરફથી પસાયતા ( બક્ષિસ ) આપી , વસાયેલી જાતિ
  • વાઝડી – પવનનું વાવાઝોડું
  • બાચકું – ( અહીં ) નાની ગાંસડી
  • વચાર્ય વિચાર હાટડી – નાની દુકાન
  • ભોં – જમીન
  • મોર્ય – ( અહીં ) પહેલા
  • સંધિયા – ( અહીં ) બળદની એક જાત
  • પાણિયાળા – બળવાન
  • નરાતાર – નરદમ , નર્યું
  • કાળોત્રી મૃત્યુ સમયે લખાતો પત્ર
  • કારજ – મરણ પછી બારમા દિવસે થતો વિધિ
  • સંધાય – બધા જ , સૌ
  • ખમતીધર – સધ્ધર , પૈસાદાર
  • ખોરડું – ખોલી , ઓરડી , માટીની ભીંતનું નાનું ઘર
  • સોંસરો – આરપાર જવું , ( અહીં ) વચ્ચે થઈને

7 – ‘પગલે-પગલે’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ધોમ – સૂર્ય , સખત તડકો
  • ખાંડુ – તલવાર
  • ધૈર્ય – ધીરજ
  • દુર્ગમ – મુશ્કેલ માર્ગ
  • શિસ્ત – આજ્ઞા કે નિયમમાં રહેવું

8 – ‘બિરબલની યુક્તિ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • યુક્તિ – કરામત , ઉપાય
  • કોયડો – ઝટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન
  • ચતુરાઈ – ચાલાકી , હોશિયારી
  • ઝરૂખો – છજું
  • વહેમનું ઓસડ ન હોવું – વહેમનો ઉપાય ન હોવો
  • શિરામણ – સવારનો નાસ્તો
  • કાળમુખું ( અહીં ) જેનું મુખ જોવાથી અપશુકન થાય તેવું
  • હાંફળુંફાફળું – ગભરાયેલું , બેબાકળું
  • મૈયત – મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે
  • વાળુ – રાત્રિભોજન
  • કમનસીબ – કમભાગી
  • અપશુકનિયાળ – જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું
  • નાતીલું – નાતનો માણસ
  • સરપાવ – ઇનામ ; શાબાશી બદલ આપવામાં આવતો પોશાક
આપ આ પોસ્ટ પણ જોઈ શકો છો :

9 – ‘પાદર’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ગોંદરું – ગામનાં ઢોર ઊભાં રહે તે ભાગોળ , પાદર
  • હવાડો – ઢોરને પાણી પીવાનો કુંડ
  • વેળુ – રેતી
  • ટાબરિયાં – નાનાં બાળકો
  • બખોલ – નાનાં બાળકો
  • બખોલ – પોલાણ
  • લડધો – ( અહીં ) રખડતો છોકરો
  • ધાક – બીક , ડર
  • ટેસડો – મજા
  • મુદ્રાલેખ – આદર્શ વાક્ય
  • ભૂગોળ – ભૂંગળ
  • ઍરકન્ડિશન – ઍરકન્ડિશનર ( વાતાનુકૂલિત યંત્ર )
  • ધીંગાણાં – મારામારી , લડાઈ વનેર રખડેલ , જંગલી
  • કાળોતરો – કાળો સાપ , ( અહીં ) કાળરૂપી નાગ ( સાપ )

ધોરણ 6ના ગુજરાતી વિષયના સેમેસ્ટર 2 (બીજું સત્ર)

 10 – ‘અલાલીલા વાંસડીયા’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • આલું – આછી ભીનાશ ધરાવતું
  • ઓતરા – દશ ઉત્તર દિશા
  • છલી – વળવું ઊછળી ઊઠવું , ઊભરાઈ જવું
  • મોલ – પાક
  • મોતીડાં – અહીં ‘મોતી’ જેવાં ડાં

11 – ‘એક જાદુઈ પત્રની વાર્તા’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • વેવિશાળ સગાઈ
  • લાયન્સ ક્લબ એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા
  • દિમૂઢ આશ્ચર્યચકિત
  • વિકટ કઠિન
  • નુસખા ખોટા દાવા , પ્રયોગો
  • ગલ્લાતલ્લાં આડુંઅવળું
  • અમોઘ
  • મૂલ્યવાન મશગૂલ તલ્લીન

12 – ‘રાવણનું મિથ્યાભિમાન’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • વિદેહ – જનક રાજાનું એક નામ
  • ચંબક – શિવજીના ધનુષ્યનું નામ
  • ચાપ – ધનુષની પણછ
  • અટ્ટહાસ્ય – કરવું ખડખડાટ હસવું
  • કંદુક – રમવાનો દડો
  • બંદીવાન – કેદી
  • ભૂષણ – ઘરેણું
  • અભિરામ – મનોહર
  • સંકટહરણ – ( અહીં ) દુ : ખ હરનાર
  • નિસ્તેજ – થવું ઝંખવાવું
  • પરિતાપ – સંતાપ
  • અધર – નીચલો હોઠ
  • જોધ – યોદ્ધો
  • પરસ્વેદ – ( પ્રસ્વેદ ) પરસેવો
  • પ્રહાર – ઘા
  • કચ્ચર થવો – ( અહીં ) કચડાવું
  • પુરભંગ – નગરનો નાશ
  • ચંપાવું – ( અહીં ) દુ : ખથી દાઝવું
  • નિશિચર – રાક્ષસ
  • વસ્ત્રાભૂષણ – ( વસ્ત્ર – આભૂષણ ) કપડાં અને ઘરેણાં
  • બ્રહ્માંડ ચાક ચઢાવું – સમસ્ત વિશ્વને ગોળ ફેરવવું
  • નિરધાર ( નિર્ધાર ) – નક્કી
  • વિકટ દૃષ્ટિ – તીક્ષ્ણ નજર
  • ગૌરવ – ( અહીં ) ભારેખમ
  • વીશ – ( અહીં ) વીસ
  • સ્વયંવર – કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ
  • તતકાળ ( તત્કાળ ) – તે જ વખતે
  • રક્તલોચન – લાલ આંખો
  • મેરુ , મંદ્રાચળ – પર્વતોનાં નામ
  • કરશું – હાથ વડે
  • શિવચાપ – શિવજીનું ધનુષ્ય યંબક

13 – ‘સાગરકાંઠાનો પ્રવાસ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ઉર – હૃદય
  • અમી – અમૃત , મીઠાશ
  • પ્રતિનિધિ – ને બદલે , ના તરફથી કામ કરવા નિયુક્ત થયેલો માણસ
  • લેખ – લખેલું તે , લખાણ
  • અંજલિ – ખોબો , પોશ
  • નોખું – જુદું , અલગ
  • અવતાર – જન્મ , દેહધારણ , સંસારમાં ( પ્રભુ કે દેવનો ) જન્મ થવો

14 – ‘સારા અક્ષર’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • લેસન – ગૃહકાર્ય
  • ચલને – ચાલને
  • છેકછાક – જ્યાં – ત્યાં લીટા , જ્યાં લખાણ બરાબર ન લાગે ત્યાં તેના ઉપર લીટી તાણવો અથવા ચેકો મૂકવો તે
  • બટકણી – સહેલાઈથી તૂટી જાય તેવી
  • બ્લેડ – લોખંડની ધારદાર પતરી
  • ભક્કમદાર – ભપકાદાર – સારી મજાની ( અહીં ) ધારદાર
  • તીરછી – ત્રાસી
  • રીફિલ – બૉલપેનમાં મૂકવાની શાહીવાળી પાતળી નળી
  • દેવાત – ખડિયો , શાહી ભરવાનું સાધન
  • બૉલપેન – રીફિલથી ચાલતી લખવા માટેની પેન
  • માર્ક્સ કપાઈ જાય – ગુણ ઓછા મળે છે
  • ચાટલું – દર્પણ , અરીસો
  • અધમૂઆ – અર્ધા મરેલાં , શક્તિહીન
  • સુલેખન – સ્વચ્છ , સુંદર લખાણ

15 – ‘ગુજરાત મોરી મોરી રેપાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • મોરી – મારી , આગલી હરોળની મોખરાની
  • મર્દાની – મરદાનીથી ભરેલાં
  • સોણલાં – સ્વપ્ન
  • મર્મર – ધીમો અવાજ
  • છોળે – મોજાંની છાલકોથી
  • ટૂંકો – પર્વતનાં અનેક સળંગ શિખરો
  • ટોડલો – બારસાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ
  • અમીમીટ – અમૃતભરી , મીઠાશભરી નજરે
  • ચરોતર – ચારુતર એટલે સુંદર , લીલોછમ
  • ઊમટે – એકસામટા જથ્થામાં આગળ ધસે
  • ઊભરે – ઊભરાય
  • નીરતીર … કપરી જીરવવી – આ પંક્તિઓમાં કવિએ ગુજરાતના જલકિનારે સુખથી સહેલતી સારસની જોડીનું ચિત્ર આંક્યું છે . વળી , કહ્યું છે કે નર્મદના સમયમાં ગુજરાતની સ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત હતી . તેમાં એણે જે પુરુષાર્થ કર્યો , તે ઘણો મોંઘો હતો . આથી એ વખતે ગુજરાતનું જીવન દોહ્યલું હતું ; તો વળી , મહાત્મા ગાંધીના કાળમાં સ્વતંત્રતા માટે પરદેશી સરકાર સામે જે મોરચા મંડાયા , તેથી પ્રજાના જીવનમાં જે સંઘર્ષવાળું વાતાવરણ જળ્યું તે કઠણ હતું . તેથી તે સમયમાં જીવવું ઘણું કપરું હતું .
  • દોહ્યલી – મુશ્કેલ ; અઘરી , દુર્લભ

16 – ‘માતૃહ્ર્દય’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • અવધૂત – વૈરાગી બાવો
  • સદી – સૈકો
  • કોમ – એક જ નામથી ઓળખાતો લોકસમૂહ ઉદાહરણ તરીકે વણજારા , રબારી
  • નેસ – ભરવાડોએ જંગલમાં બાંધેલાં ઝૂપડાંનું ગામ , નેસડો
  • કરગઠિયાં – લાકડાના નાના – નાના ટુકડા
  • ભેખડ – ઝઝૂમતો ટેકરાનો ખૂણો , કરાડ
  • નવજાત – તરતનું જન્મેલું
  • ડણક – સિંહની ગર્જના
  • ઓસાણ – યાદ
  • રેઢું – રખડતું , સંભાળ વિનાનું
  • કાળ – ( અહીં ) મોત
  • માલધારી – ઢોરઉછેર કરતી જાતિનો માણસ ( અહીં ) આહીર
  • બળતણ – બાળવાનાં લાકડાં
  • આધેડ – અડધી ઉંમરે પહોંચેલું
  • કાંટ – કાંટાવાળાં વૃક્ષોની ગીચ ઝાડી
  • ત્રાડ નાખવી – મોટો અવાજ કરવો
  • બલિહારી – ખૂબી
  • ઘુરકાટ – ગુસ્સામાં પાડેલી બૂમ
  • પરિવર્તન – ફેરફાર
  • અગાધ – અતિ ઊંડું
  • ખોળિયું – શરીર

17 – ‘સુગંધ કચ્છની…!’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • કાલ્પનિક – કલ્પનાથી ઉત્પન્ન થયેલું , વાસ્તવિક અથવા દુનિયાનું નહિ એવું મોસાળ – ‘ મા’નું પિયર
  • ધીંગી – ( અહીં ) મજબૂત
  • ધોરી – મુખ્ય , અહીં બળદના અર્થમાં
  • વિશિષ્ટ – વિશેષતા ધરાવતું
  • ન્યારી – અનોખી , જુદી
  • બેટ – ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન , દ્વીપ
  • ભૂસ્તરીય – પૃથ્વીનું પડ , તેની સપાટી નીચેનો થર
  • ઘૂઘવે – ગર્જવું તે
  • પ્રસિદ્ધ – વિખ્યાત , જાહેર
  • પ્રાકૃતિક – કુદરતને લગતું , ભૌતિક
  • તપશ્ચર્યા – તપસ્યા , તપ બંદર દરિયા કે નદીકિનારે આવેલું વહાણોની આવ જા થઈ શકે તેવું સ્થાન

18 – ‘શુભાષિત’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • સમું – સરખું
  • બેસણું – બેઠક
  • આભ – આકાશ , નભ
  • છત્ર – રક્ષણ કરનાર , પાલક
  • માધુરી – માધુર્ય , મીઠાશ
  • વૃથા – ફોગટ
  • તોલ – ( અહીં ) કિંમત
  • લહિયો – લખવાનું કામ કરનાર માણસ
  • ગાઉ – આશરે સવા બે કિલોમીટર
  • પંથ – રસ્તો , મારગ
  • શમવું – શાંત થવું
  • ટળવું – દૂર થવું
  • ઔષધ – દવા
  • સનાતન – પ્રાચીનકાળથી ચાલ્યું આવતું
  • ધૂપ – સુગંધી દ્રવ્ય

જો આ સિવાયની કોઈ સમાનાર્થી શબ્દો આપને ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ વધારે સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.