You are currently viewing સમાનાર્થી શબ્દો ધોરણ 8

સમાનાર્થી શબ્દો ધોરણ 8

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય સમાનાર્થી શબ્દો ધોરણ 8 વિશે માહિતી આપી છે.આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો.

સમાનાર્થી શબ્દો ધોરણ 8 (Samanarthi Shabd Standard 8 – Semester 1 and 2)

સમાનાર્થી શબ્દો ધોરણ 8ના દરેક પાઠમાં આવતા હોય છે અને પરીક્ષામાં પણ પુછાતા હોય છે. તમને ખબર જ હશે કે હવે દરેક પાઠની પાછળ શબ્દ-સમજૂતીમાં પાઠમાં આવતા દરેક સમાનાર્થી શબ્દો આપેલ હોય છે જે પહેલા એ ‘ટીપ્પણ’ ના નામથી આવતા હતા. નવા અભ્યાસમાં આ ફેરફાર થયો છે એટલે હવે ‘શબ્દ-સમજુતી‘ રીતે આવે છે.

અહીં ધોરણ 8માં આવતા સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2માં આવતા સમાનાર્થી શબ્દો આપવામાં આવ્યા છે.

ગુજરાતી ધોરણ 8 સમાનાર્થી શબ્દો

ધોરણ 8ના ગુજરાતી વિષયના સેમેસ્ટર 1 (પહેલું સત્ર)

[1] ‘બજારમાં’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • આ એક ચિત્રપાઠ છે આ પાઠમાં કોઈ સમાનાર્થી શબ્દો આપેલ નથી.

[2] ‘એક જ દે ચિનગારી’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ચિનગારી – જ્ઞાન અથવા સમજનો તણખો
  • મહાનલ – અગ્નિ-સ્વરૂપ પરમાત્મા, અગ્નિ તે ચૈતન્યનો, પ્રાણનો અગ્નિ
  • ઠંડીમાં – જડતાની, નિષ્ક્રિયતાની મૃત્યુ જેવી ઠંડીમાં

[3] ‘જુમો ભિસ્તી’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • લક્ષ – ધ્યાન
  • ખખડધજ – ખખડેલું, વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું
  • હાંડલી – નાની માટલી, માટીનું પાત્ર
  • તડકા-છાંયા – સુખ-દુ:ખ
  • ખાતર – (અહીં) માટે
  • છોળ – (અહીં) રેલમછેલ
  • લક્ષાધિપતિ – લખપતિ, શ્રીમંત
  • મશક – પાણી ભરવાનું ચામડાનું સાધન
  • ગદબ – ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ, રજકો
  • પરવરદિગાર – ઈશ્વર

[4] ‘તને ઓળખું છું, મા’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • સરે – નીકળે, સરી પડે
  • ખમ્મા – ‘ક્ષેમકુશળ રહો’ ‘દુઃખ ન થાઓ’ એવો ઉદ્ગાર
  • પરક્રમ્મા – પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારેબાજુ ગોળગોળ ફરવું તે
  • ટેરવું – આંગળીના છેડાનો ભાગ

[5] ‘એક મુલાકાત’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • સ્મૃતિ – ભૂતકાળના પ્રસંગો, અનુભવો, વિચારો વગેરે ચિત્તમાં સંઘરવાની શક્તિ
  • પ્રતીતિ – સમજ, ભરોસો, વિશ્વાસ, ખાતરી
  • ગેટપાસ – દરવાજામાં પ્રવેશવા માટેનું ઓળખપત્ર
  • ઍસ્કેલેટર – લિફટની જેમ વ્યક્તિઓને માળ ઉપર-નીચે લઈ જતી સતી સીડી
  • મેટલ ડિટેક્ટર – આપણી પાસે કોઈ એવી જીવલેણ વસ્તુ છે કે નહિ તેની તપાસ કરવા માટેનું સાધન
  • સુરક્ષાકર્મી – ચોકીદાર
  • ગૅલેરી – (અહીં) નીચેના મોટા ઓરડામાં શું ચાલી રહ્યું છે તેવી એ ઓરડાની ચારેબાજુ બાંધેલી એકાદ માળ ઊંચું થાંભલા પર કે મોભ પર ટેકવેલી જગ્યા. (પ્રેક્ષકદીર્ઘા) અથવા હારબંધ ઓરડાઓમાં જવા-આવવા માટેની મકાનમાં છત સાથે જોડાયેલી ખુલ્લી જગ્યા
  • અલ્પાહાર – નાસ્તો
  • કેન્ટિન – નાસ્તો મળે તે સ્થળ

[6] ‘ધૂળિયે મારગ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • આપણા જુદા આંક – જિંદગી અંગેની આપણી જુદી સમજ
  • ઉપરવાળું – પરમેશ્વરની સત્તાવાળું
  • બાથમાં ભીડી બાથ – પ્રેમભર્યા આલિંગન સાથે
  • દોઢિયું – દોઢ પૈસાનો સિક્કો
  • પ્રેત – અવગતિયો જીવ (અહીં) પૈસા પાછળ રઘવાયા થયેલા લોકો
  • અમથું – કશા સ્વાર્થ વગરનું
  • ફોરવું – મહે’વું
  • માનવી ભાળી અમથું અમથું ફોરે વ્હાલ – માણસને મળતાં જ કોઈ સ્વાર્થ વગર હૈયું સ્નેહથી ઊભરાવા લાગે છે.

[7] ‘દેશભક્ત જગડુશા’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ટીપણું – પંચાંગ
  • વેઢો – આંગળી ઉપરની સાંધા આગળની રેખા
  • લાજ – આબરૂ
  • કાળવાણી – ભયંકર આફતભરી ભવિષ્યવાણી
  • પ્રજાવત્સલ – પ્રજા પર પ્રેમ રાખનાર
  • રાંકડી – ગરીબડી
  • કોઠાર – અનાજ ભરવાનો ઓરડો
  • રૈયત – પ્રજા
  • ઊણું – ઓછું ભરાયેલું
  • શાહ સોદાગર – મોટો રૂઆબદાર વેપારી
  • ઓણ – આ સાલ
  • કારમું – ભયંકર
  • તીડ – પાકનો નાશ કરનારો એક જાતનો પાંખાળો જીવ
  • ઠેઠ – છેક છેડા સુધી
  • નિવારણ – દૂર કરવું તે ભીંતપત્ર સમાચાર વિગેરેની જાહેરાત માટે
  • સુકાળ – સારો સમય
  • વખાર – સરસામાન ખાસ તો અનાજ રાખવાની જગા

[8] ‘આજ આનંદ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ઓતર-દખણથી – ઉત્તર અને દક્ષિણ દિશામાંથી
  • મોળિયાં – કસબી ફેંટા
  • ધોરીડા – બળદ
  • કોટે – ડોકે
  • ઘૂઘરમાળ – ઘૂઘરાની માળા
  • વાણિય – બીજ વાવવાના સાધન, ઓવિયે
  • સૈરું – માળા-હાર
  • લલાટ – કપાળ
  • જારું – જુવાર
  • સરિતાની સેરું – નદીનો પ્રવાહ
  • ગવરી – ગાય

[9] ‘દીકરાનો મારનાર’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • કોરેમોરે – આજુબાજુ, ફરતે
  • હેડીહેડીના – સરખે સરખા
  • પરબ – પર્વ, તહેવાર
  • ગુલતાન – મશગુલ
  • રોળવું – રગદોળવું (અહીં) રંગ છાંટીને ખૂબ રંગવું
  • ગોઠ્ય – ગોઠ, ભેટ (ખાસ કરીને હોળીના દિવસોમાં ગુલાલ, રંગ વગેરે છાંટનારને અપાય છે તે)
  • બાસ્તા – જેવું ખૂબ ધોળું અને સ્વચ્છ (‘બાસ્તો’ એટલે એક જાતનું સુતરાઉ કાપડ)
  • પાસાબંધી – કસવાળું (અંગરખું, બંડી વગેરે ભીડવાની દોરી-બટનને બદલે- કસ તરીકે ઓળખાય છે.)
  • ડોરણું – બોરિયું, બટન
  • બગસરા – અમરેલી જિલ્લાનું એક ગામ
  • પછેડી – ઓઢવાની જાડી ચાદર
  • વહરું – કદરૂપું
  • સોતું – સહિતનું, સાથેનું
  • ઝાવાં – મથામણ જોખમાવું (અહીં)
  • જખમાવું, – ઘાયલ થવું
  • હડી – દોટ
  • કુંભાથળ – કુંભસ્થળ, હાથીના માથા પર બે બાજુ ઊપસી આવેલો ભાગ
  • ડાબો – ઘોડાનો ડાભલો-નાળ
  • રાંગમાં લેવી – સવાર થવું
  • તામાં ને તામાં – ઉશ્કેરાટમાં
  • લોંઠકો – શક્તિવાળો
  • મર્મમાં કહેવું – કટાક્ષમાં કહેવું
  • ચાનક – ઉત્સાહ
  • ચડે ભરાવું – જીદ ઉપર આવવું
  • કેર – જુલમ
  • ત્રાગાળું વરણ – પોતાની માગણી માટે, ટેક માટે કે મુશ્કેલીના સમયે પોતાનો જીવ કાઢી આપનાર જાતિ (અહીં) ચારણ
  • ફાળ ખાવી – ડર લાગવો
  • જાતી કરવી – માફ કરવું
આપ આ પોસ્ટ પણ જોઈ શકો છો :

[10] ‘અઢી આના’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • અઢી આના – હાલના લગભગ પંદર પૈસા
  • નિઃસ્પૃહ – જેને કશું મેળવવાની ઇચ્છા ન હોય એવો
  • ભાવિવભોર – લાગણીવશ
  • અધ્યયન – અભ્યાસ
  • સ્પર્શ નહિ કરવાનો નિયમ – સંન્યાસીઓ ભૌતિક સંપત્તિને અનિષ્ટનું મૂળ જાણે છે એટલે નાણાંને સ્પર્શ કરતા નથી એ હકીકતનો અહીં નિર્દેશ છે.
  • યાચનાવૃત્તિ – માગવાની ઇચ્છા
  • આગંતુક – નવા આવનારા
  • એક બ્રહ્મનિષ્ઠા – પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે
  • પ્રતીતિ  ખાતરી
  • લઘુકૌમુદી – સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક
  • રવેશી – પડાળી
  • પ્રતિક્ષણ – પ્રત્યેક ક્ષણે, પળેપળ

ધોરણ 8ના ગુજરાતી વિષયના સેમેસ્ટર 2 (બીજું સત્ર)

[11] ‘વળાવી બા આવી’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • સ્ખલિત થવું – પોતાના સ્થાનેથી ખસવું (અહીં) પડી
  • ગંગાસ્વરૂપ – વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ
  • ઉવેખી – અવગણીને, દરકાર કર્યા વિના
  • જરઠ – ઘરડાં, વડીલો
  • નવોઢા – નવી, નવી પરણેલી સ્ત્રી, નવવધૂ
  • ભાર્યા – પત્ની
  • પ્રિયવચનમંદસ્મિતવતી – પ્રિય બોલનારી અને ધીમે-ધીમું હસતી (પ્રિય + વચન + મંદ + સ્મિત + વી)
  • ક્રમશઃ – એક પછી એક
  • ગૃહવ્યાપી – ઘરમાં પ્રસરેલ

[12] ‘નવા વર્ષના સંકલ્પો’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • અગમ્ય – સામાન્ય માણસની બુદ્ધિથી ન સમજાય તેવું
  • સંકલ્પ – આમ કરવું છે, તેવો દૃઢ નિર્ધાર
  • ફિલસૂફી – તત્ત્વજ્ઞાન
  • ભગિની – બહેન
  • રોમાંરોલાં – ફ્રાન્સના જગવિખ્યાત સર્જક અને ચિંતક
  • પાઈ – તાંબાનો એક સિક્કો, પૈસાનો ત્રીજો ભાગ

[13] ‘શરૂઆત કરીએ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • વખત – કાળ, સમય
  • જાત – ખંડ, પોતે
  • રળિયાત- સુંદર
  • સોગાત – નજરાણાની ચીજ

[14] ‘સાકરનો શોધનારો’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ધખ્યા – ગુસ્સે થયા, વઢ્યા
  • લાશ થઈ ગયો – ખૂબ નબળો થઈ ગયો
  • દળદર – દારિદ્ર, ગરીબી
  • હુન્નર – કારીગરી, કસબ
  • રેઢિયાળ – નિયંત્રણ વિનાનું, છુટ્ટુ મુકાયેલું
  • ક્લેશ – કજિયો, કંકાસ, લડાઈ
  • અડપલું – તોફાની, અટકચાળું
  • મિજાજ – જે-તે સમયની મનની સ્થિતિ
  • લગીર – થોડું

[15] ‘અખંડ ભારતના શિલ્પી’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • શિરછોગું – શિર ઉપર શોભતું છોગું
  • રૂક્ષ – બરડ, કઠોરના અર્થમાં
  • દમડી – દામ, પૈસાના અર્થમાં
  • ધર્મયુદ્ધ – ધર્મ માટે ધર્મ દ્વારા લડાતું યુદ્ધ
  • વિલીનીકરણ – વિલીન કરવું (ઓગાળી નાખવું)
  • દમન – જોરજુલમ
  • કાખબલાઈ – બગલમાં થતું ગૂમડું
  • ભ્રાતૃભાવ – ભાઈ માટેનો ભાવ લાગણી
  • બિરુદ – ઉપાધિ, ઉપનામ

[16] ‘સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • સંજ્યા – સેજ, શય્યા, પથારી
  • તળાંસવું – ધીમે-ધીમે ચંપી કરવી
  • યક્ષકદમ – કસ્તૂરી, કેસર, ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ અને સોનાના વરખને પીસી – ઘૂંટીને તૈયાર કરેલો લેપ
  • સેવવું – (અહીં) લગાવવું, ચોપડવું
  • ઉખવવું – ઉખેડવું, કાઢી નાખવું
  • બીડી – પાન-બીડી (અહીં પાનની બીડી)
  • ખળકાવવું – રણકારભર્યો અવાજ કરવો
  • ચતુરા – ચતુર સ્ત્રી
  • જાચવું – માગવું
  • નાના-ભાતી – વિવિધ પ્રકારનાં
  • ચંગ – મુખેથી વગાડવાનું વાજું
  • મૃદંગ – બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું એક વાદ્ય
  • ઉપંગ – એક પ્રકારનું વાદ્ય
  • શ્રીમંડળ વીણા – એક પ્રકારનું તંતુવાદ્ય-વીણા
  • ગાંપ્રવી – ગંધર્વની, સ્વર્ગના ગવૈયાની
  • અંબર – વસ્ત્ર
  • મરાલ – હંસ
  • રસમગ્ન – રસમાં ડૂબેલું
  • દ્વિજ – બ્રાહ્મણ
  • અવશ્યમેવ – નક્કી જ
  • પત્રી – પત્ર, કાગળ
  • પિંગલ – લાલાશ પડતા પીળા રંગનું
  • થોકેથોકે – મોટા જથ્થામાં, ટોળાબંધ
  • સહુયે – સૌથી વધારે
  • માંહોમાંહે – અંદર-અંદર
  • ધાવું – દોડવું
  • કંદર્પ – કામદેવ
  • ઉપહાર ભેટ – (અહીં) પૂજાની સામગ્રી
  • લોચનનું સુખ – જોવાનો આનંદ
  • છૂટયાં આંસુ શ્રાવણનેવ રે – શ્રાવણ માસમાં છાપરાનાં નેવાંથી થતી વરસાદના પાણીની ધારની જેમ આંસુ વહેવા લાગ્યાં.
  • કૌતુક – વિસ્મયભર્યું દશ્ય
  • વિપ્ર – બ્રાહ્મણ
  • અશરણશણ – જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર, પરમેશ્વર
  • પ્રેમ-આલિંગન – પ્રેમભર્યું આલિંગન (ભેટવું તે)
  • તુંબીપાત્ર – ઉલાળી લીધું ઉલાળા સાથે હાથમાંથી તુંબડી લઈ લીધી.
  • વાંકાબોલી – કટાક્ષમાં બોલનારી
  • ફૂટડું – સુંદર
  • સાંધો – સુગંધભર્યો લેપ
  • છળવું – બીકથી ગભરાઈ જવું.

[17] ‘સંસ્કારની શ્રીમંતાઈ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • આસમાની – આકાશ જેવા ભૂરા રંગનું
  • અલકાપુરી – સ્વર્ગ
  • પુત્રવધુ – પુત્રની પત્ની
  • વૈભવી – વૈભવવાળું
  • વિધાતા – બ્રહ્મા
  • વિપત્તિ – દુ:ખ, આફત
  • ફટકો – પડવો નુકસાન થવું
  • સુધ્ધાં – સહિત, સાથે
  • અતિશયોક્તિ – હોય તે કરતાં વાત વધારીને રજૂ કરવી
  • અંચળો – કશુંક છુપાવવા માટેનું ઓઢણ
  • ઔદાર્ય – ઉદારતા
  • અમીરી – શ્રીમંતાઈ
  • અગવડ – સાવ જરૂરી હોય તેવાં સાધન ન હોય તે.
  • બુઠ્ઠો – ઘરડો માણસ
  • અવસ્થા -(અહીં) ઘડપણ
  • વિલાવું – કરમાવું
  • કરુણા – દયા
  • પરાજિત થવું – હારી જવું
  • ઝૂકી જવું – નમી જવું
  • શીળું – ઠંડું
  • રંજ – દુઃખ, દિલગીરી
  • સંપત્તિ-  ધન-દોલત
  • પુરુષાથી – મહેનત કરનાર
  • સરવાણી – ઝરણું
  • સુભગ  સુંદર, રમણીય
  • સ્મિત – મંદ હાસ્ય
  • મિજલસ – ગમ્મતભર્યો મેળાવડો
  • વિઘ્ન – અડચણ
  • મા – (અહીં) નકારના અર્થમાં
  • ઘસી નાખવું – ખૂબ કામ કરવું
  • ઝંખના – આતુરતા સાથેની વારંવારની ઇચ્છા, વારંવારનું સ્મરણ
  • પતન – પડતી સંવાદિતા એકરાગ, સહમતી
  • સાહેબી – સમૃદ્ધિ

[18] ‘ દુહા-મુક્તક-હાઈકુ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • વિપત – દુઃખ, આફત, મુશ્કેલી
  • વલખવું – દુઃખી થઈ જવું
  • ઉદ્યમ – યત્ન, મહેનત
  • ગુણ – સદ્ગુણ, સારાં લક્ષણ
  • વેવારાં વટ્ટ – વહેવારની રીત
  • ચોગમ – ચારેય દિશામાં, ચોમેર
  • ખત્રિયાં – ક્ષત્રિયોની, ઉમદાજનોની

[19] ‘સાંઢ નાથ્યો’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ફલંગ – ફાળ, કૂદકો
  • ભેલાડવું – બગાડવું (ખાસ કરીને ખેતરમાં ભેલાણ કરવું)
  • ડહકલો – તોફાની ઢોરને પગે ભેરવાતો ગાળો લાકડું
  • કોઢી – કુહાડી
  • કોટે – ગળે
  • દલીલ – વિવાદના મુદ્દાની રજૂઆત
  • ભાલોડાં – તીર કે તેનું પાનું, એક હથિયાર
  • હરાયો ત્રાટક – તાકીને એક જ સ્થાને જોઈ ચિત્ત એકાગ્ર કરવાની યોગની ક્રિયા.
  • ક્ષુલ્લક – તુચ્છ, નજીવું
  • રાશવા – ગાડાના બળદના દોરડાના માપના અંતરે
  • વાંછવું – ઇચ્છવું.

[20] ‘બહેનનો પત્રપાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • પાલવ – પહેરેલી સાડીનો લટકતો છેડો,
  • સીમ – ગામની હદ,
  • આગોતરા – અગાઉથી નક્કી કરેલા કે થયેલા
  • વધાવવું – હર્ષભેર આવકાર આપવો.
  • સેલારી – કસબીકોર, પાલવવાળી એક જાતની સાડી,
  • મર્મર – પાંદડાંમાંથી આવતો અવાજ
  • ગળથૂથી – તરત જન્મેલા બાળકને આપવામાં આવતું ગોળ, ઘી અને પાણીનું મિશ્રણ
  • શમણું – સ્વપ્ન.
  • કાગાનીંદર – કાગડાના જેવી ઝટ ઊઠી જાય તેવી ઊંઘ,
  • દાધારંગું – અડધું ડાહ્યું અડધું ગાંડું.
  • શિરામણ – નાસ્તો
  • ઝાલરટાણું – સાંજની આરતીનો સમય
  • ગામતરું – એક ગામ છોડી બીજે ગામ જવું
  • સપ્તપદી – વિવાહવિધિમાં વરકન્યાને સાત પગલાં સાથે ફરે તે વિધિ.
  • પાધરું – આડુંઅવળું નહિ પણ સીધું, અનુકૂલ
  • દહીંથરું – એક જાતની જાડી-પોચી પૂરી.
  • કંકાવટી – કંકુ રાખવાની પ્યાલી

[21] ‘કમાડે ચીતર્યા મેં…’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • કમાડ – બારણું
  • આલેખવું – રેખાઓ અથવા શબ્દોથી વર્ણવવું
  • સાથિયો – મંગળસૂચક આકૃતિ, સ્વસ્તિક
  • અવસર – પ્રસંગ, તર્ક, લાગ, સમય, વખત
  • મરજાદી – મર્યાદાવાળું, સભ્યતા, અદબ
  • ઉંબરો – બે બારણાં વચ્ચેની ભોંયતળિયાની ઊપસતી જગ્યા
  • આયખું – આવરદા
  • આચમની – આચમન કરવા માટેની ચમચી
  • તોરણ – શોભા માટે વપરાતો પાન વગેરેનો હાર
  • ઘોળવું – ઓગાળવું
  • તરભાણું – ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસક

[22] ‘કિસ્સા – ટુચકા’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ટોલછાપરીએ કરવેરો – (જકાત) ભરવાની ચોકીએ
  • છાપરું – છાવા વાંસ, ઘાસના પૂળા વગેરેથી ઝૂંપડા ઉપરનો ભાગ ઢાંકવા
  • ટૅક્સ – કર, વેરો, દાણ
  • લાદ્યું – પૂરેપૂરું (ઠાંસીને) ભર્યું.
  • આડરસ્તે – અવળે રસ્તે
  • ફેરો ખાઇને – વધારે લંબાણવાળો રસ્તો પસંદ કરીને
  • ઘરેડોમાં – એકસરખા રિવાજોમાં (અહીં) કેડીઓમાં
  • ચકરાવા લઈ-  ગોળગોળ ફરતા રહી.
  • મોંસૂઝણું – સામા માણસનું મોં દેખી શકાય એવો સવારનો સમય; પરોઢ
  • નાકાદાર – ટોલનાકા ઉપરનો અધિકારી
  •  સેક્રેટરી – મંત્રી
  • પિત્રાઈ – કાકાનાં સંતાન
  • આવી – પૂગી આવી પહોંચી.
  • ઍક્સિડન્ટ – અકસ્માત
  • ચપરાસી – દરવાન; ચોકીદાર કોરાણે બાજુએ
  • મોરાદાબાદી – પવાલામાં ઉત્તરપ્રદેશના મોરાદાબાદ શહેરમાં બનેલા વિશિષ્ટ ઘાટવાળા પ્યાલામાં
  • ‘ટુ કપ ટી’ – બે કપ ચા
  • મી – હું
  • નેઈ – નથી
  • જયહિંદ હો ગયા – હિંદુસ્તાનનો જય થઈ ગયો; હિંદ સ્વતંત્ર થઈ ગયું.
  • અજી ! – અરે !
  • ચારપાઈ – ખાટલો
  • લાલો – ઉત્તરભારતના પહાડી પ્રદેશમાં વેપારી માટે વપરાતો શબ્દ
  • દોસ્તાર – દોસ્ત, મિત્ર, ભાઈબંધ

જો આ સિવાયની કોઈ સમાનાર્થી શબ્દો આપને ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ વધારે સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.