You are currently viewing સમાનાર્થી શબ્દો ધોરણ 12

સમાનાર્થી શબ્દો ધોરણ 12

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય સમાનાર્થી શબ્દો ધોરણ 12 વિશે માહિતી આપી છે.આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો.

સમાનાર્થી શબ્દો ધોરણ 12 (Samanarthi Shabd Standard 12 – Semester 1 and 2)

સમાનાર્થી શબ્દો ધોરણ 12ના દરેક પાઠમાં આવતા હોય છે અને પરીક્ષામાં પણ પુછાતા હોય છે. તમને ખબર જ હશે કે હવે દરેક પાઠની પાછળ શબ્દ-સમજૂતીમાં પાઠમાં આવતા દરેક સમાનાર્થી શબ્દો આપેલ હોય છે જે પહેલા એ ‘ટીપ્પણ’ ના નામથી આવતા હતા. નવા અભ્યાસમાં આ ફેરફાર થયો છે એટલે હવે ‘શબ્દ-સમજુતી‘ રીતે આવે છે.

અહીં ધોરણ 12માં આવતા સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2માં આવતા સમાનાર્થી શબ્દો આપવામાં આવ્યા છે.

ગુજરાતી ધોરણ 12 સમાનાર્થી શબ્દો

ધોરણ 12ના ગુજરાતી વિષયના સમાનાર્થી શબ્દો

1. ‘અખિલ બ્રહ્માંડમાંપાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • અખિલ – આખું, સમસ્ત
  • જૂજવે રૂપે – જુદાજુદા સ્વરૂપે
  • અનંત – જેનો -અંત નથી તેવું
  • ભૂધરા – ભૂમિને ધારણ કરનાર
  • શ્રુતિ – શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું (અહીં) વેદ
  • સ્મૃતિ – (અહીં) વેદ પછીનાં ધર્મશાસ્ત્રો
  • કુંડળ – કાનમાં પહેરવાનું એક ઘરેણું
  • પરંતર – અંતરપટ, પડદો

2. ‘ખીજડિયે ટેકરે’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • પટ – નદીની પહોળાઈ, વિસ્તાર
  • વગડો – વેરાન પ્રદેશ
  • સાંઠી – કપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી
  • કૂબો – ધુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું
  • ખાબકી – ઊંચેથી પડી તે, કૂદી પડવું, ધસી ગઈ
  • વાયરો – પવન, વાયુ
  • ડિલ – શરીર
  • ટોયામણ – છોડને પાણી સીંચવું તે
  • કડિયું/ચારણી – શરીર પરનાં ગ્રામવિસ્તારમાં પહેરાતાં વસ્ત્રો
  • થેપાડું – સારી જાતનું ધોતિયું
  • મનઃચક્ષુ – આંતરદૃષ્ટિ
  • ગજ – ચોવીસ તસુનું માપ, લંબાઈ
  • લૂગડું – વસ્ત્ર
  • ખતરીસો – ખાતરપાડુનું એક હથિયાર, ખાતરિયું
  • પસાયતો – ગામનો ચોકિયાત, રક્ષક
  • ગુનો – અપરાધ
  • સૂંઠ – પીઠ; ઢોરમાર પશુને પડે તેવો સખત માર
  • કોશ – લોખંડનું જમીન ખોદવાનું ઓજાર
  • ગાંસડી – મોટી ગાંસડી, પોટલો, ભારો
  • હાટ – દુકાન, બજાર
  • દફન – મૃતદેહને જમીનમાં ખાડો ખોદી દાટવો તે
  • અવસ્ત્ર – વસ્ત્ર વિનાનું
  • કબર – મૃતદેહને જમીનમાં ખાડો ખોદી તેના પર કરેલું ચણતર
  • ઇસ્કોતરો – જૂની લાકડાની પેટી
  • ઘોર – બિહામણુ
  • ખાંપણ – મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર
  • ચળીતર – ભૂત-પ્રેતના વર્તન જેવું, અજુગતું ચમ:કાર ભરેલું
  • મૂઠ – મુઠ્ઠી
  • હામ – હિંમત
  • વાંઝિયા – સંતતિ ન હોય તેવાં
  • ગણ – ગુણ (અહીં) ઉપકાર
  • બાયડી – સ્ત્રી
  • લીરો – વસ્ત્રનો ટુકડો, બચળાં બચ્ચાં
  • હિજરાવું – ઝૂરવું, બળ્યા કરવું.

3. ‘દમયંતી સ્વયંવર’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • નૈષધરાય – નળરાજા
  • નિમિષ – આંખનો પલકારો, પળ
  • હુતાશન – અગ્નિ
  • વનિ – અગ્નિ
  • ભૂપાળ – રાજા
  • કળિકાળ – કળિયુગનો સમય
  • કુલધર્મ – વંશપરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ-આચાર
  • ગાભરી – ભયભીત
  • વિરજ – સ્વચ્છ, વરુણ પાણીના અધિષ્ઠાતા દેવ
  • જમરાય – મૃત્યુનો દેવતા
  • મહિષ – પાડો
  • પેર – પ્રકાર, ભાતભાતના
  • પુષ્કર – નળ રાજાના પિતરાઈ ભાઈ
  • જમજાચના – જમનું તેડું
  • સેજવા – પથારી
  • પાગ – પગ.

4. ‘સત્યાગ્રહાશ્રમ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • અહિંસા – મન-વાણી અને કર્મથી પણ કોઈ હિંસા ન કરવાની વૃત્તિ
  • બ્રહ્મચર્ય – પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે
  • અસ્તેય – જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે તેમ માની તેનું પાલન કરવું
  • અપરિગ્રહ – સંગ્રહ ન કરવો તે
  • અસ્વાદવ્રત – સ્વાદ વિનાનું ખાવાનું વ્રત
  • વેદાંત – વેદોનો અંતિમ ભાગ
  • દીક્ષા – ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ, સમર્પણ
  • સુણ્યું – સાંભળ્યું.

5. ‘રામબાણ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ધ્રુવ – સ્થિર, નિશ્ચિત, (અહીં) ઉત્તાનપાદનો પુત્ર
  • પ્રહ્લાદ – હિરણ્યકશિપુનો પુત્ર
  • શુકદેવ – વ્યાસનો પુત્ર
  • મોરધ્વજ – (મયુરધ્વજ) એક પૌરાણિક રાજા, મયૂરધ્વજ
  • ખડ્ગ – તલવાર;
  • હૂંડી – નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠી
  • ખેપ – સફર
  • ઓધાર્યા – ઉદ્ધાર કર્યો.

6. ‘ઉછીનું માગનારાઓ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ગીધદૃષ્ટિ – સૂક્ષ્મ-ઝીણી
  • નજર – કબજો નિયંત્રણ, કાબૂ
  • શોષિત – શોષાયેલું
  • ધૃષ્ટ – નકામું
  • પરિગ્રહી – ભેગું કરનાર
  • શોષક – શોષણ કરનાર
  • દ્વન્દ્વ – બેનું જોડું (અહીં ઝઘડો)
  • યાચક – માગણ
  • ઉલાળધરાળ – ન હોવું આગળ-પાછળની ચિંતા ન હોવી
  • ઠઠઠ્યા – રહેવું લાચારી ભોગવવી, સમસમી જવું.

7. ‘શ્યામ રંગ સમીપે’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • શકુન – શુકન
  • નીલાંબર – નીલા રંગનું વસ્ત્ર
  • કંચુકી – કાંચળી, કમખો
  • મરકત-મણિ – નીલા રંગનો મણિ, નીલમ
  • વંત્યાક – વેંગણ.

8. ‘અમરનાથની યાત્રાએ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • મનોહર – મનમોહક
  • ચશ્મેશાહી – સ્થળનું નામ
  • અચલાલ – એક સ્થળનું નામ
  • અભિરામ – આનંદમય
  • મધુશ્રી – મધુર, સુંદર સ્ત્રી યોગબળ યોગથી પ્રાપ્ત થતી શક્તિ
  • ઘરવટ – ઘર જેવા સંબંધવાળું,
  • તખ્તેસુલેમાન – એક સ્થળનું નામ
  • ગધિરબલ – એક સ્થળનું નામ
  • હિમસુતા  – હિમાલયમાંથી નીકળતી નદી
  • સ્નિગ્ધ – સુંવાળું, કોમળ
  • ગુંબજ – ઘુમ્મટ
આપ આ પોસ્ટ પણ જોઈ શકો છો :

9. ‘ભવના અબોલા’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ચંદણ – ચંદન
  • સમદર – દરિયો, સમુદ્ર
  • ઢાંઢો – બળદ
  • અગર – એક જાતનું સુગંધીદાર લાકડું
  • ઓબાળ – ઉબાળો, બળતણ
  • પરણ્યો – પતિ, ધણી
  • કરમ – નસીબ
  • કમાડ – દરવાજા, બારણાં
  • સૈયર – સખી
  • કોરવું – તોડવું
  • સમળી – સમડી
  • સમસમવું – ફફડવું, ગભરાવું
  • તાગવું – માપવું.

10. ‘યુધિષ્ઠિર યુદ્ધવિષાદ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • સંહાર – નાશ
  • ધનંજય – અર્જુન
  • શોણિત – લોહી
  • હલાહલ – ભયંકર ઝેર
  • દશે – દિશા દિશાઓ-ખૂણાઓ અને જમીન તથા આસમાન તરફ
  • પ્રજળવું – સળગવું
  • ચિત્રસેન – સૈનિક
  • દ્વૈતવન – એક પૌરાણિક જંગલ
  • મહાત – કરવું હરાવવું
  • સૂતપુત્ર – સારથિનો પુત્ર, અહીં કર્ણ
  • કલેવર – શરીર, ખોળિયું, દારુણ નિર્દય, કઠોર, ભયાનક,
  • મહાકાલ  – મહાદેવ
  • આક્રંદ – રુદન, વિલાપ
  • જટાસુર – જટા ધરાવતા અસુર રાજા
  • કીચક – વિરાટ રાજાનો સાળો
  • સમરાંગણ – યુદ્ધભૂમિ
  • વૃથા – નકામું
  • ગાંડીવ – અર્જુનનું ધનુષ્ય
  • પથ – રસ્તો, માર્ગ
  • નિષ્કંટક – કાંટા વિનાનું, વડવાનલ સમુદ્રમાં લાગતો અગ્નિ.

11. ‘ઊર્મિલા’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • શોકાવેશે – શોકના આવેશમાં
  • ભીતિ – ડર, બીક
  • જ્વલિત – બળતી, સળગતી
  • સંભ્રમે – ગભરાટથી, વ્યાકુળતાથી
  • વજ્રપાત – વજ્ર- ઇન્દ્રનું શસ્ત્ર પડ્યું હોય એવો આઘાત
  • સંકષ્ટ – મહામુશ્કેલીથી
  • ગ્રહી – પકડી
  • સન્મુખી – થવા મળવા
  • કૃતાપરાધ-શો – અપરાધ કર્યો હોય તેવો, ગુનેગાર જેવો
  • દીનમુખે – ગરીબડા મોઢે
  • સંમતિ – યાચવા રજા લેવા
  • અનુજ્ઞા – આજ્ઞા, રજા
  • રોમદારે – રૂંવાડે રૂંવાડે
  • રક્ત – વારિત્વ પામતું લોહી ફિક્કું પડી જતું હતું. (લોહીનું પાણી થઈ જતું હતું)
  • વિલોકી – જોઈ
  • આર્તનાદ – દુઃખનો પોકાર
  • આપદ્બાર – દુઃખનો ભાર
  • અનુજ – નાનો ભાઈ
  • દયિત – પ્રિય, પ્રીતમ (દયિતા- પત્ની); વિપ્રયોગ વિયોગ
  • યુક્ત – યોગ
  • ધૃતિ – ધીરજ
  • સુરાત્મજા – સુર (દેવ)ની આત્મજા-પુત્રી, દેવીપુત્રી
  • આશ્વાસો – આશ્વાસનયુક્ત શબ્દો
  • મૂર્છિતા – ભૂતલે પડી મૂર્છિત થઈને ધરતી ઉપર ફસડાઈ પડી.

12. ‘સૌજન્યશીલ પ્રભાશંકર’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • સૌજન્ય – ભલાઈ, સુજનતા
  • હજૂર – દરબારી કે મુસલમાની વિવેકમાં વપરાતો ઉદ્ગાર, હાજરી, તહેનાત
  • રિપુ – દુશ્મન બંદરી હક બંદર પરનો હક
  • પાટવીકુંવર – સૌથી મોટો પુત્ર, ગાદીવારસ
  • નિઃસ્પૃહતા – સ્પર્શે નહીં તેવું
  • મારા – (મારો) કોઈને મારી નાખવા મોકલેલો માણસ
  • અટ્ટણી – અઋણી
  • અનિરુદ્ધ – રોકેલું
  • હયાતી – હાજરી, અસ્તિત્વ
  • ઍડ્મિનિસ્ટ્રેટર – સંચાલક, વહીવટકર્તા
  • પરહિતપરાયણતા – બીજાના હિતાર્થે કાર્ય કરવું
  • દંડદાતા – સજા આપનારો.

13. ‘મા’ત્માનો માણસ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ડાંફ – મોટું પગલું
  • સાપેક્ષ – અપેક્ષાવાળું
  • બ્રહ્મચર્ય – ઇન્દ્રિયનિગ્રહ
  • મહાંણ – સ્મશાન
  • દંડૂકા – ટૂંકી લાકડી
  • ઘૂમટો – લાજ કાઢવી
  • વિમાસનું – વિચારવું
  • દિશાશૂન્ય – ધ્યેયહીન, સૂઝબૂઝ વિનાનું
  • કેફ – નશો તાસીર પ્રકૃતિ, સ્વભાવ ગતાગમ સમજ
  • ખેવના – ઇચ્છા, આશા
  • મજૂસ – પેટી, પટારો
  • ચાટ – કૂતરાને ખાવા નાખવાનું સાધન
  • જુવાળ – ભરતી, પ્રવાહ
  • પરસાળ – ઓસરી
  • કૌતક – કૌતુક, નવાઈ
  • અછો વાનાં કરવાં – અતિશય લાડ કરવા

14. ‘છેલ્લું દર્શન (આસ્વાદ)’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • નૈન – નયન, આંખ
  • કુમ – કંકુ
  • અણમૂલ – અમૂલ્ય
  • સમીપ – નજીક, પાસે
  • માંગલ્ય – શુભ, કલ્યાણ
  • સુહાગી – સુભાગી, સુખી

15. ‘જુઓ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • રેતની શીશી – ઘડિયાળની શોધ પહેલાં વપરાતું સમય માપવાનું સાધન, રેતઘડિયાળ

જો આ સિવાયની કોઈ સમાનાર્થી શબ્દો આપને ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ વધારે સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.