You are currently viewing સમાનાર્થી શબ્દો ધોરણ 9

સમાનાર્થી શબ્દો ધોરણ 9

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય સમાનાર્થી શબ્દો ધોરણ 9 વિશે માહિતી આપી છે.આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો.

સમાનાર્થી શબ્દો ધોરણ 9 (Samanarthi Shabd Standard 9 – Semester 1 and 2)

સમાનાર્થી શબ્દો ધોરણ 9ના દરેક પાઠમાં આવતા હોય છે અને પરીક્ષામાં પણ પુછાતા હોય છે. તમને ખબર જ હશે કે હવે દરેક પાઠની પાછળ શબ્દ-સમજૂતીમાં પાઠમાં આવતા દરેક સમાનાર્થી શબ્દો આપેલ હોય છે જે પહેલા એ ‘ટીપ્પણ’ ના નામથી આવતા હતા. નવા અભ્યાસમાં આ ફેરફાર થયો છે એટલે હવે ‘શબ્દ-સમજુતી‘ રીતે આવે છે.

અહીં ધોરણ 9માં આવતા સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2માં આવતા સમાનાર્થી શબ્દો આપવામાં આવ્યા છે.

ગુજરાતી ધોરણ 9 સમાનાર્થી શબ્દો

ધોરણ 9ના ગુજરાતી વિષયના સેમેસ્ટર 1 (પહેલું સત્ર)

[1] ‘સાંજ સમે શામળિયો’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • ગોધન – ગાય રૂપી ધન, અહીં ગાયોનું ધણ;
  • કુંડળ – કાને પહેરવાનું ઘરેણું;
  • પીતાંબર – પીળું રેશમી વસ્ર;
  • પછેડી – ઓઢવાની
  • જાડી – ચાદર;
  • ચુઆ – સુગંધી તેલ;
  • ચંદન – એક જાતનું સુગંધી લાકડું, સુખડ;
  • શશિયર – ચંદ્ર;
  • હેમ – સોનુ, કનક, સુવર્ણ;
  • હળધર – બલરામ, હળને ધારણ કરનાર;
  • નીરખવું – ધ્યાનથી જોવું;
  • આળ – આક્ષેપ અહીં વહાલ, ઓળખ

[2] ‘ચોરી અને પ્રાયશ્ચિત્ત’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • બીડીનાં ઠૂંઠાં – પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ;
  • ધતૂરાના – ડોડવા ધતૂરાનાં ઝીંડવાં;
  • કરજ – દેવું;
  • તાડન – મારવું તે;
  • અસહ્ય – સહી ન શકાય તેવું

[3] ‘પછે શામળિયોજી બોલિયા’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • સાંભરે – સ્મરણ કરે, યાદ કરે;
  • ભ્રાત – ભાઈ, અહીં ત્રણે ભ્રાત, કૃષ્ણના મોટા ભાઈ બલરામ, કૃષ્ણ અને સુદામો
  • સાથરે – (સાથરો) ઘાસની પથારી;
  • વેદની – ધૂન વેદનું લયાનુકારી ગાન;
  • જાચવું – યાચના કરવી, માગવું;
  • ગોરાણી – ગોર મહારાજનાં પત્ની, અહીં ગુરુપત્ની;
  • કાષ્ઠ – લાકડાં, બળતણ;
  • ખાંધ – ખભો;
  • વાદ – ચર્ચા, અહીં અંદરોઅંદર વાદ (હરીફાઈ) કરવો;
  • ખોડ – મોટું જૂનું લાકડું, ઝાડનું થડિયું;
  • મુસળધાર – સાંબેલા જેવી ધાર, ધોધમાર વરસાદ; કેર જુલમ;
  • જૂજવા – જુદા, અલગ;
  • સોમદૃષ્ટિ – ચંદ્ર જેવી શીતળ કૃપાદૃષ્ટિ

[4] ‘ગોપાળબાપા’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • શીંગોડો – નદીનું નામ;
  • વિલક્ષણ – અદ્ભુત, અસાધારણ;
  • ધોરીમાર્ગ – મુખ્ય રસ્તો, સરિયામ માર્ગ;
  • ભાળવણી – સોંપણી, ભાળ રાખવા સોંપણી કરવી, ભલામણ કરવી;
  • વિસ્મય – આશ્ચર્ય, અચંબો,
  • ગીગોડો – કૂતરાં, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાઝતો જીવ

[5] ‘ગુર્જરીના ગૃહકુંજે’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • કોકિલ – નરકોયલ;
  • ઘનગર્જન  વાદળની ગર્જના;
  • ઉરતંતે – હૃદયના તાંતણે;
  • કોતર – નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ;
  • પૌરુષ – પુરુષાતન;
  • સુલિત – ફળદ્રુપ, સારા ફળવાળું;
  • વિસરવું – ભૂલી જવું;
  • ગૃહમાયા – ઘરની માયા, ઘરની લાગણી;
  • પાનેતર – પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર
આપ આ પોસ્ટ પણ જોઈ શકો છો :

[6] ‘લોહીની સગાઈ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • શિલાજિત – એક ઔષધિ;
  • અભિષેક – મસ્તક પર થતી જલધારા;
  • પરિચારિકા – સેવિકા;
  • પાંજરાપોળ – અશક્ત કે ઘરડાં ઢોરોને રાખવાનું ધર્માદા સ્થાન;
  • ચાકરી – સેવા;
  • ઉપચાર – સારવાર;
  • વસવસો – અફસોસ;
  • ભાળવણી – ભલામણ, ભાળ રાખવા સોંપણી કરવી;
  • ક્રૂર – ઘાતકી;
  • જથરવથર – અવ્યવસ્થિત;

[7] ‘કામ કરે ઈ જીતે’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • સીમ – ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન;
  • મજિયારું – સહિયારું;
  • ખમીર – જોશ, તાકાત;
  • ત્રિકમ – જમીન ખોદવાનું એક ઓજાર;
  • વેળા – સમય, ટાણું, વખત;
  • બુલંદ – ઊંચો (અવાજ)

[8] ‘છાલ, છોતરાં અને ગોટલા’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • મૂળ – પ્રાચીન, અસલ;
  • મક્ષિકા – માખી;
  • નૂતન – નવું;
  • પ્રાચીન – જૂનું;
  • યશાશક્તિ – શક્તિ પ્રમાણે;
  • ડસ્ટબિન –  કચરાપેટી;
  • વિભૂષિત – શણગારેલું

[9] ‘પુત્રવધૂનું સ્વાગત સિદ્ધિ’ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • અડવું – શણગાર વિનાનું, શોભારહિત;
  • આંગળાં – આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત;
  • પરશ – સ્પર્શ કરવો;
  • ટોડલો – (ટોલ્લો) બારસાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો;
  • છત્તર – છત્ર;
  • ઉજાળવું – ઊજળું કરવું, શોભાવવું

[10] ‘ભારતીય સંસ્કૃતિનીપાઠમાં આવતા સમાનાર્થી શબ્દો

  • વર્જ્ય – ત્યજવા યોગ્ય;
  • ક્ષીણ – ઘસાયેલું, નબળું;
  • અકરાંતિયું – ધરાય નહિ તેવું, વધારે પડતું ખાનારું;
  • સાવધ – જાગ્રત, સજાગ;
  • નિષ્કર્ષ – સાર; અદ્વિતીય અજોડ;
  • અસ્ખલિત – સતત, એકધારું;
  • શાશ્વત – નિત્ય; ચવડ મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું;
  • સંપદા – સંપત્તિ

જો આ સિવાયની કોઈ સમાનાર્થી શબ્દો આપને ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ વધારે સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.