You are currently viewing કૃદંત એટલે શું? અને તેના પ્રકાર

કૃદંત એટલે શું? અને તેના પ્રકાર

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય કૃદંત એટલે શું? અને તેના પ્રકાર (participle in gujarati) વિશે માહિતી આપી છે.  આ ઉપરાંત તમે આ માહિતી PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો. જેની લિન્ક પોસ્ટની નીચે આપેલી છે.

કૃદંત એટલે શું? અને તેના પ્રકાર

ક્રિયાપદની જેમ વર્તતા અથવા વાક્યનો અર્થ પૂર્ણ ન કરતાં પદોને કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. ક્રિયાપદની જેવાં દેખાતાં હોવા છતાં સંજ્ઞા, વિશેષણ કે ક્રિયાવિશેષણની કામગીરી કરતાં ક્રિયાપદરૂપોને ‘કૃદંત’ કહેવામાં આવે છે.

  • કૃદંતો ક્રિયાપદની માફક વાક્યનો અર્થ પૂર્ણ કરતાં નથી.

કૃદંતના પ્રકારો

કૃદંત વાક્યમાં ક્યાં પ્રકારની કામગીરી બજાવે છે તેને આધારે કૃદંતના ૬ પ્રકારો પાડવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

  • વર્તમાનકૃદંત
  • ભૂતકૃદંત
  • ભવિષ્યકૃદંત
  • વિધ્યર્થકૃદંત
  • હેત્વર્થકૃદંત
  • સંબંધક ભૂતકૃદંત કે અવ્યયીભાવ ભૂતકૃદંત

હવે આપણે જુદા જુદા કૃદંતના પ્રકારો વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું.

વર્તમાનકૃદંત

’ પ્રત્યય + લિંગચિહ્નવાળું: તો, તી, તું, તાં): વાંચતો, વાંચતી, વાંચતું, વાંચતાં.

સામાન્ય રીતે વર્તમાનકૃદંત કોઈ પણ કાળની ચાલુ ક્રિયા દર્શાવે છે.

નીચેનાં ઉદાહરણો જુઓ:

  • પૂરીઓ વણતાં વણતાં મેં કહ્યું.
  • નસીબ દોડતું રહે છે તો વટ પડતો રહે છે.
  • ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.
  • આ રળિયામણી લાગતી જગ્યા પહેલાં કેટલી ગંદી હતી ?
  • રસભરેલાં પીળાં મહુડાં ચાખતાં ચાખતાં થયેલી એ વાત અમનેય ગમી ગયેલી.
  • બાળકો મેદાનમાં રમતાં હતાં.
  • મહુડી માયા ઉતારતા યોગી જેવા લાગે છે.
  • પ્રદીપ નિયમિત કસરત કરતો.
  • તેઓ રાત્રે તો જમતા નથી.
  • ગમતું ગીત સાંભળવા હું બેસી રહ્યો.
  • ચિત્ર સૂતાં-સૂતાં જ વાંચે છે.
  • ઉનાળાનો આકડો તડકો પડતા વૃક્ષો મુંજાય જાય છે.
  • નાના બાળકોને શીખતાં વાર લાગે છે.

ભૂતકૃદંત

  • ’ પ્રત્યય + લિંગચિહ્નવાળું: યો, ઈ, યું, યાં) : વાંચ્યો, વાંચી, વાંચ્યું, વાંચ્યાં
  • ’ કે ‘એલ’ + લિંગચિહ્નવાળું કે લિંગચિહ્ન વગરનું : લો, લી, લું, લાં, લ) : વાંચેલો, વાંચેલી, વાંચેલું, વાંચેલાં, વાંચેલ.

ભૂતકૃદંતના બે પ્રકાર છે :

(1) સાદું ભૂતકૃદંત ય (યો, યી, યું, ઇ) અને
(2) પરોક્ષ ભૂતકૃદંત લ (લો, લી, લું,લા)

ભૂતકૃદંત : ભૂતકૃદંત કોઈ પણ કાળની પૂરી થયેલી ક્રિયા દર્શાવે છે. ભૂતકૃદંતનો પ્રયોગ સહાયકારક ક્રિયાપદ સાથે કે તેના વગર થાય છે. સહાયકારક ક્રિયાપદ વગર તે ભૂતકાળ જ દર્શાવે છે.

સાદું ભૂતકૃદંત : (પ્રત્યય ‘ય’ વ્યક્ત લિંગવાચક છે.) નીચેનાં ઉદાહરણો જુઓ:

  • તે બોલ્યો.
  • તે મારું કહ્યું માનતો નથી.
  • કોઈ કશું બોલ્યું નહિ.
  • નિશા બોલી.
  • હાથના કર્યા હૈયે વાગ્યા.
  • ગુરુજીએ પોતાના જીવન માં ખુબ કષ્ટો વેઠ્યા.
  • સ્વામીજીના અસ્વીકાર છતાં અમે ભેટ આપી.
  • પૈસા મળતા ગરીબ રાજી રાજી થઇ ગયો.
  • તે બધાં બોલ્યાં.
  • છોકરા રમતમાં ભાગ લેવા આગળ વધ્યા.

પરોક્ષ ભૂતકૃદંત : (પ્રત્યય ‘લ’, ‘એલ’) નીચેનાં ઉદાહરણો જુઓ:

  • મેં તેને ફૂલ આપેલ.
  • સૂતેલાને જગાડવો નહિ.
  • આપેલી દ્રાક્ષ કોણે ખાધી?
  • તેમના પત્રનો વિયોગ અમે અનુભવેલી.
  • દિશાને મેં ચોપડો આપેલો.

કૃદંત એટલે શું? અને તેના પ્રકાર

ભવિષ્યકૃદંત

નાર’ પ્રત્યયવાળું (ખાનાર, ખાનારું, ખાનારી, ખાનારાં) રૂપ ભવિષ્યકૃદંત તરીકે ઓળખાય છે.

ભવિષ્યકૃદંત હંમેશાં ભવિષ્યકૃદંત બતાવતું નથી. ભવિષ્ય કૃદંત ક્રિયાની અપિક્ષિત અવસ્થા દર્શાવે છે. ક્રિયાપદ તરીકે એ સહાયકારક સાથે આવે છે.

દા. ત., એની પાછળ ખાનાર કોઈ નથી. લિંગચિહ્નવાળું કે લિંગચિહ્ન વગરનું નારો, નારી, નારું, નારાં, નાર

નીચેનાં ઉદાહરણો જુઓ

  • તું ખાવાનું મોકલનાર કોણ ?
  • આવનારા બધા આવી ગયા.
  • પ્રથમ નંબરે આવનાર મહાન છે.
  • એમ કહેનાર જગતમાંથી બધા પરવારી ગયા હોય એમ લાગે છે.
  • સત્ય બોલનારા લોકો નિર્ભય હોય છે.
  • અમને સાંભળનારું ત્યાં કોઈ હતું નહિ.
  • રાંધનારો માણસ મોડો આવ્યો.
  • ટાઈમટેબલ બનાવનાર દરેક ને મારી સૂચના છે.
  • આપણું જીવન ચલાવનારો મહાન છે.
  • તેને વખાણનારું મંડળ તદ્દન અજ્ઞાની હતું.
  • સત્ય બોલનારા લોકો નિર્ભય હોય છે.
  • અમને ભણાવનાર શિક્ષક સરળ સ્વભાવના હતા.
  • ટાઇમટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે.

વિધ્યર્થકૃદંત

આ કૃદંત વિધિ એટલે કે ફરજ યા કર્તવ્યનો અર્થ બતાવે છે. વિધ્યર્થકૃદંતમાં વો, વી, વું,વા વાનો, વાનું, વાના, વાની જેવા પ્રત્યય લાગે છે. વિધ્યર્થકૃદંતને સામાન્યકૃદંત તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ કૃદંત કોઈ કાળ દર્શાવતું નથી. નીચેના ઉદાહરણો વાંચો :

  • હવે કરવું શું ?
  • આજે તમારે સમયસર વાંચવાનું છે.
  • પેપર વ્યવસ્થિત લખવું જોઈએ.
  • સારાં પુસ્તકો વાંચવા.
  • લખવું વાંચવું આ કઈ કેળવણી નથી.
  • મોટી રીશેષ પુરી થવાનો બેલ વાગતો.
  • હંમેશાં સ્વાધ્યાય કરવો.
  • બદલાતી ઋતુનું રૂપ જોવું મને ગમે છે.
  • કોઈ પણ સમશ્યા ઉકેલવી હોય તો હું તૈયાર છું.
  • વિદ્યાર્થીઓએ નિયમિત સવારે વહેલાં ઊઠવું.
  • અમે આખો દિવસ નર્મદાકાંઠે જ રોકવાના હતા.
  • સાચી હકીકત જાણવાની એને દરકાર રાખી નહિ.

હેત્વર્થકૃદંત

આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે અને ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે. આ કૃદંતરૂપ ક્રિયાપદ તરીકે વપરાતું નથી. હેત્વાર્થકૃદંતમાં વા અને વાને જેવા પ્રત્યય લાગે છે.

નીચેનાં ઉદાહરણો જુઓ :

  • વિદ્યાર્થીઓ રમતો રમવા મેદાનમાં જાય છે.
  • સાહેબ બોલવાને માટે ઊભા થયા.
  • ભગવાનના દર્શન કરવા મંદિરે ગયો.
  • અમે ભગવાન ના દર્શન કરવા મંદિરે જતા હતા.
  • લોકો વાતને ભૂલી જવાને યોગ્ય માને છે.
  • શિક્ષકે પેપર લખવાને ત્રણ કલાક આપ્યા.
  • શહેરના લોકો સમય સાથે ચાલવાને ટેવાયેલા છે.
  • ગાંધીજી હંમેશા સત્ય કહેવાને ટેવાયેલા હતા.
  • ગરીબો પાસે ખાવા અન્ન નથી, પહેરવાને કપડાં નથી ને રહેવાને ઘર નથી.

સંબંધક ભૂતકૃદંત કે અવ્યયીભાવ ભૂતકૃદંત

આ કૃદંત ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળની (થયેલી, થતી કે થનાર) ક્રિયાની પૂર્વેની (પહેલાં થઈ ગયેલી) ક્રિયા દર્શાવે છે અને આ કૃદંતની ક્રિયાને તેની પછી જે ક્રિયા થવાની છે તેની સાથે સંબંધ હોય છે,આ કૃદંતમાં ઇ કે ઇને  જેવા પ્રત્યય લાગે છે.

નીચેનાં ઉદાહરણો વાંચો :

  • તેણે પર્વત પર ચઢીને પ્રકૃતિનું સૌંદર્ય જોયું.
  • અમે ચાલીને મંદિરે
  • તે એમની નજીક આવીને ઊભો રહ્યો.
  • બાળકો મેદાનમાં રમી – રમીને થાક્યા.
  • હું એક અદૃશ્ય શક્તિ અને ઉત્સાહ થી ગભરાઈ ગયો હતો.
  • પરોઢિયે ઊઠી, નહાઈ-ધોઈ કરવાં સૌ કામ તમામ.
  • આજે ચાંદો ફાટ ભરીને ચાંદની લાવશે.
  • છલોછલ ભરેલો ઘડો છલકાઈ રહ્યો છે.
  • વિદ્યાર્થીઓ નિબંધ લખીને રમવા ગયા.
  • ઘણા વર્ષોથી દબાઈ રહેલા ભાવો ઉછળ્યા.
  • સવારે ધ્યાન ધરી પછી નાસ્તો કરતો.
  • તેણે જાણી-જોઈને મને ખાડામાં નાખ્યો.

અહી અમે કકૃદંતના ઘણા ઉદાહરણો આપ્યા, જો આ સિવાયના બીજા ઉદાહરણ આપને ધ્યાનમાં હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ ગુજરાતી ભાષાના વ્યાકરણના સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.

Leave a Reply