You are currently viewing ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

અહી આર્ટીકલમાં ગુજરાતી સાહિત્યના વિષય ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો વિશે માહિતી આપી છે. આ ઉપરાંત  આ માહિતી તમે PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો. જેની લિન્ક પોસ્ટની નીચે આપેલી છે.

[kriya visheshan in english, kriya visheshan in gujarati, kriya visheshan ke bhed, kriya visheshan worksheet, kriyavisheshan examples, kriyavisheshan kise kehte hai, meaning of ક્રિયાવિશેષણ, ritivachak kriya visheshan in english, types of kriya visheshan, ક્રિયાવિશેષણ, ક્રિયાવિશેષણ free download, ક્રિયાવિશેષણ gujarati, ક્રિયાવિશેષણ gujarati pdf, ક્રિયાવિશેષણ lyrics in gujarati, ક્રિયાવિશેષણ એટલે શું, ક્રિયાવિશેષણ ના ઉદાહરણ, ક્રિયાવિશેષણ ના પ્રકાર, વિશેષણ ક્રિયાવિશેષણ, ક્રિયાવિશેષણ નો અર્થ, adverb in gujarati, adverb in gujarati a to z, adverb in gujarati basic, adverb in gujarati free download, adverb in gujarati language, adverb in gujarati pdf, adverb in gujarati rules, adverb in gujarati rit, adverb in gujarati use]

ક્રિયાવિશેષણ એટલે શું?

  • ક્રિયાપદના અર્થમાં વધારો કરતા પદ (શબ્દ)ને ક્રિયાવિશેષણ કહેવામાં આવે છે.
  • નામ સિવાયના ભાષાના કોઈપણ ભાગના અર્થમાં વધારો કરે કે તેમાં ફેરફાર કરે તેવા શબ્દને ક્રિયાવિશેષણ કહેવામાં આવે છે. ક્રિયાવિશેષણને ઈંગ્લીશમાં Adverb (એડવર્બ) તરીકે ઓળખવામાં આવે છે.

ક્રિયા ક્યારે થઈ, ક્યાં થઈ, કેવી રીતે થઈ, શા માટે થઈ એ બધા ક્રિયા વિશેષણાત્મક પદો દર્શાવે છે. ક્રિયાવિશેષણ ક્રિયાપદના અર્થમાં વધારો લાવનાર પદ છે. ક્રિયાનાં રીત, હેતુ, સ્થળ જેવાં ક્રિયાપદના અર્થમાં વધારો દર્શાવતાં પદ ક્રિયાવિશેષણ કહેવાય છે.

હવે આપણે ક્રિયાવિશેષણના પ્રકારો જાણીશું.

ક્રિયાવિશેષણના પ્રકારો

ક્રિયાવિશેષણ મુખ્ય ૧૦ પ્રકાર પાડવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

  1. સ્થળવાચક ક્રિયા વિશેષણ
  2. સ્વીકારવાચક ક્રિયાવિશેષણ
  3. નકારવાચક ક્રિયાવિશેષણ
  4. સંભાવનાવાચક ક્રિયાવિશેષણ
  5. સંખ્યાવાચક ક્રિયાવિશેષણ
  6. કાળવાચક ક્રિયાવિશેષણ
  7. રીતિવાચક ક્રિયાવિશેષણ
  8. પરિણામવાચક ક્રિયાવિશેષણ
  9. ક્રમવાચક ક્રિયાવિશેષણ
  10. નિશ્ચયવાચક ક્રિયાવિશેષણ

ક્રિયાવિશેષણના પ્રકારો

સ્થળવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયાનું સ્થળ બતાવે છે. ત્યાંઅહીં, તહીં, નીચે, અધવચ, ઉગમણા, આથમણા, જ્યાં, ત્યાં, અંદર, બહાર, ઉપર, પાસે, આસપાસ, દૂર, હેઠે, નજીક આવા ક્રિયાવિશેષણ છે.

  • પાર્થ ત્યાં ઊભો છે.
  • અહીંથી બે ગાઉ દૂર ગામડામાં રહે છે.
  • તેઓ કિંજલ પાસે જઈ પહોંચ્યા.
  • કાર્તિક નીચે બેઠો છે.
  • ધડકતે હૃદયે તે અંદર પેઠો.

સ્વીકારવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયાવિશેષણ બનેલી કે બનાવવાની ક્રિયાનો સ્વીકારનો અર્થ બતાવે છે. સારું, ભલે, ઠીક, વારુ, છો, હા વગેરે આ પ્રકારના સ્વીકારવાચક ક્રિયાવિશેષણ છે.

  • અતિથિ ભલે પધાર્યા.
  • સારું, આ અંગે હું નિર્ણય કરીશ.

નકારવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયા નકારવાના અર્થમાં વપરાય છે. ના, મા, ન, નથી, નહી વગેરે આ પ્રકારના નકારવાચક ક્રિયાવિશેષણ છે.

  • જોઈએ ના તાજ અમને, જોઈએ ના રાજ કોઈ.
  • જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો.
  • માજીની આંખો સજળ બની ગઈ
  • અસત્ય ન બોલાય.
  • તમે જશો મા.

સંભાવનાવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયા બની છે કે બનશે એની સંભાવનાનો અર્થ બતાવે છે. જાણે, રખે, કદાચ, શકે વગેરે આ પ્રકારના સંભાવનાવાચક ક્રિયાવિશેષણ છે.

  • ‘રખે કો દેખે સહિયર પેખે’ એમ દષ્ટ રાખતી આડી.
  • જાણે કુદરતનો કોપ ઉતર્યો હોય એવું લાગે છે.
  • આ જવાબ કદાચ ખોટો છે.
  • તે કામ વગર ભાગ્યે જ બોલતો.
  • સામેની ગૌશાળાની ગાયોએ પણ જાણે એ તરફ કાન માંડ્યા હતા.

સંખ્યાવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયા સંખ્યા એટલે કે ક્રિયા કેટલી વાર થઈ તે બતાવે છે. એક વાર, અનેક વાર, વારંવાર, બહુ વાર વગેરે આ પ્રકારના સંખ્યાવાચક ક્રિયાવિશેષણ છે.

  • આ લેખ વારંવાર છપાય છે.
  • એક વખત મારા ઘરે આવો.

કાળવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયા વિશેષણ ક્રિયાનો કાળ એટલે કે સમય બતાવે છે. ત્યાહવે, હાલ, અત્યારે, ક્યારે, જ્યારે, ત્યારે, હમણાં, હંમેશાં, સદા, અવારનવાર, વારંવાર, કદાપિ, કદી, ક્યારેક, નિરંતર, તરત, કાલ, આજ, આજે, ઝટ વગેરે આ પ્રકારના કાળવાચક ક્રિયાવિશેષણ છે.

  • ઇચ્છા હોય ત્યાં સુધી આવો.
  • થોડી વાર મુંજાલ જોઈ રહ્યો.
  • તમે ઓફિસે હમણાં જશો?
  • ચિરાગ મોડો ઊઠયો.
  • હવે ફરીથી અઘરણી આવશે ત્યારે કંકોતરી મોકલશે.

રીતિવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયા કેવી રીતે થઈ તે દર્શાવે છે. ચૂપચાપ, એકદમ, તરત, તાબડતોબ, એકાએક, અડોઅડ, ફટાફટ, તરતોતરત વગેરે રીતિવાચક ક્રિયાવિશેષણ છે.

  • ઉતાવળે આંબા પાકતા નથી.
  • કાચબો ધીમે ધીમે ચાલે છે.
  • જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે.
  • જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.
  • જીવરામ ભટ્ટ ધીમેથી ઊઠ્યા.

પરિણામવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયા વિશેષણ ક્રિયાનુ પ્રમાણ –માપ દર્શાવે છે. ઘણું, થોડું, જરા, લગીર, ખૂબ, અતિશય, બિલકુલ, તદ્દન, છેક વગેરે આ પ્રકારના પરિમાણવાચક ક્રિયાવિશેષણ છે.

  • લાલો તદ્દન થાકી ગયો છે.
  • મેં ખૂબ ખાધું છે.
  • મમ્મીને કાજુ બહુ ભાવે છે.
  • ભાઈ રે! આપણા દુઃખનું કેટલું જોર!
  • આ કંસાર આટલો કે વધારે જોશે.

ક્રમવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયા વિશેષણ ક્રિયાનો ક્રમ દર્શાવે છે. આગળ, પાછળ, પછી, અંતે, છેલ્લે, આરંભે, પહેલા, અગાઉ, વગેરે આ પ્રકારના ક્રમવાચક ક્રિયાવિશેષણ છે.

  • આ અગાઉ આટલો તડકો પડ્યો નથી.
  • શિષ્ય ગુરુની પાછળ જાય છે.
  • તે આગળ આવ્યા. ગાડું આગળ ચાલ્યું.
  • ઝીણાભાઈનો પશ્ચાત્તાપ આગળ ચાલે છે.
  • બે-ચાર વર્ષ પછી નીલા ભરચક્ક ખેતરમાં ઊભી છે.

નિશ્ચયવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયાનુ જરૂરી બનશે કે બની એવો નિશ્ચય બતાવે છે. અવશ્ય, જરૂર, ચોક્કસ, ખરેખર વગેરે આ પ્રકારના નિશ્ચિતવાચક ક્રિયાવિશેષણ છે.

  • તે અવશ્ય આવશે.
  • આ પ્રશ્ન ચોક્કસ પૂછાશે.
  • જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો.
  • માજીની આંખો સજળ બની ગઈ.
  • મને કદી દુઃખ પડવાનું જ નથી.

અહી તમને ક્રિયા વિશેષણનો સામાન્ય ખ્યાલ રજૂ કર્યો છે. જો આપ આ સિવાયની વધારે માહિતી આપવા માંગતા હોય કે આપને ધ્યાનમા હોય તથા જણાવા માંગતા હોય તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ ગુજરાતી વ્યાકરણના સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.