You are currently viewing “જનરેશન ગેપ” વિશે નિબંધ | Generation Gap Essay in Gujarati

“જનરેશન ગેપ” વિશે નિબંધ | Generation Gap Essay in Gujarati

અહી આપેલ આર્ટીકલમાં ગુજરાતીમાં “જનરેશન ગેપ” વિષય પર નિબંધ વિશે માહિતી આપી છે.  આ ઉપરાંત તમે Generation Gap Essay in Gujarati PDF ડાઉનલોડ પણ કરી શકો છો. [generation gap, generation gap about, generation gap age difference, generation gap essay, generation gap essay 1000 words, generation gap essay in english, generation gap final prize, generation gap gen x, generation gap introduction, generation gap meaning, generation gap reviews, જનરેશન ગેપ વિશે નિબંધ all, જનરેશન ગેપ વિશે નિબંધ book pdf, જનરેશન ગેપ વિશે નિબંધ by pdf, જનરેશન ગેપ વિશે નિબંધ gujarati pdf, જનરેશન ગેપ વિશે નિબંધ images, જનરેશન ગેપ વિશે નિબંધ reading, જનરેશન ગેપ વિશે નિબંધ std 9, જનરેશન ગેપ વિશે નિબંધ std 8, જનરેશન ગેપ વિશે નિબંધ std 1, જનરેશન ગેપ વિશે નિબંધ upsc, જનરેશન ગેપ વિશે નિબંધ wikipedia, generation gap essay in 150 words, generation gap essay in gujarati download, generation gap essay in gujarati download pdf, generation gap essay in gujarati language, generation gap essay in gujarati pdf, short essay on gujarat in english]

“જનરેશન ગેપ” વિશે નિબંધ

આજના મોર્ડન યુગનો મોર્ડન માનવી માત્ર પહેરવેશથી જ નહિ પરંતુ વિચારોથી પણ મોર્ડન બન્યો છે અને એમાં પણ પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગમાં દિવસે ને દિવસે વધુ રંગાતો જાય છે. અને એના લીધે જ આજે ભારતીય સમાજ ક્યાક પોતાના અંગત સંબંધોમાં વિખૂટો પડતો જાય છે. આજે પરિવારમાં ભાઈ-ભાઈ, પતિ-પત્ની, વાલીઓ-સંતાન, સાસુ-વહુ, દેરાણી-જેઠાણી વગેરેના ભાવભીના સંબંધોમાં પણ કડવાશ આવવાની શરૂઆત થઈ છે. અને કડવાશને લીધે જ આપણે આ બધા સંબંધોનું મૂલ્ય ભૂલતા જઈએ છીએ. આ બધા સંબંધો દરેક વ્યકતી માટે મહત્વના છે જ પરંતુ આ બધા સંબંધોમાં માતા-પિતા અને સંતાનનો સંબંધ વધુ મહત્વનો અને મૂલ્યવાન છે કારણ કે આ સંબંધ માત્ર વર્તમાન સાથે જ નહીં પરંતુ આવનારા ભવિષ્ય સાથે પણ સંકળાયેલો છે.

માતા-પિતા અને સંતાનો બને આજે સાથે એક જ ઘરમાં રહે છે પરંતુ કદાચ તેઓ વિચારોથી હજારો ગાવ છેટા હોય છે અને વાલીઓ અને સંતાનો વચ્ચે રહેલી આ વિચારોની ઊંડી ખાય એટલે જ “જનરેશન ગેપ”. અને આ જનરેશન ગેપને લીધે જ આજના વાલીઓ અને સંતાનો બને એકબીજા થી દૂર થતાં જાય છે. આજથી 30 વર્ષ પહેલા પિતા 30 રૂપિયા બચાવવા માટે 30 મિનિટ ચાલતા હતા જ્યારે આજની જનરેશન 30 મિનિટ બચાવવા 30 રૂપિયા ખર્ચવાનું પસંદ કરે છે. આજની યુવા પેઢી બધી વસ્તુને instant મેળવાવ ઈચ્છે છે અને જલ્દી મેળવવાની લાલસામા ક્યાકને ક્યાક તેઓ માતા-પિતા અને વડીલોની ભાવનાઓનો અનાદર કરી બેસે છે તો સામે પક્ષે ઘણી વાર વાલીઓ અને વડીલો પોતાના સંતાનો પાસે બળ જબરી પૂર્વક કાર્ય ની અપેક્ષા રાખે છે જેથી સંતાનોના મનમાં તેઓ પ્રત્યે ક્યાક ને ક્યાક નેગેટિવ છાપ ઊભી થાય છે સરવાળે સંબંધોમાં ક્યાક ખૂણે-ખાચરે દિવાલોનું ચણતરકામ શરૂ થઈ જાય છે.

આજથી સો-બસો વર્ષ પહેલા એક પિતાને પાંચ-છ પુત્રો હોય અને ઘરમાં ખૂબ અગવડતા હોય છતાં આખો પરિવાર હળી-મળીને સંપીને રહેતો જ્યારે આજે પિતાના એક ના એક પુત્ર પાસે ગાડી બંગલા બધુ હોવા છતાં પોતાના પિતા સાથે રહેવાનુ તેને ફાવતું નથી. જૂની પેઢી અને નવી પેઢી બને પાસે કઈકને કઈક સારું છે જેમ કે,

Old                                                                                New
– Mentally strong                                             – Technically strong
– Hard Workers                                               – Smart Workers
– Physical workouts                                         – Brain Workouts
– Masters of Plan                                             – Masters of memes
– Earned Limit, Lived Long                                – Earns high, dies soon

બને પેઢી પોતાની રીતે બધી રીતે શ્રેષ્ઠ છે પરંતુ તેમ છતાં તેમની વચ્ચે જનરેશન ગેપ જોવા મળે છે અને આ જનરેશન ગેપ માં માત્ર કોઈ એક પક્ષ નહીં પરંતુ બને પક્ષો સરખા જવાબદાર છે.

આજે વાલીઓ પોતાના સંતાનો પાસેથી પોતે પોતાના સમયમાં જે રીતનું જીવન જીવતા એવું જીવન જીવવાની અપેક્ષા રાખે છે. બધી જ બાબતોમાં એવું ઈચ્છે છે કે મારૂ સંતાન 100% મારા કહેવા પ્રમાણે જ ચાલે અને દરેક કાર્ય બળજબરી પૂર્વક કરાવવાનો આગ્રહ રાખે છે. પરિણામે સંતાનને પોતાના જ વાલી દુશ્મન જેવા લાગે છે. ઘણી વખત તો વાલીઓ પોતાના વ્યવસાયમાં એટલી હદે ફિટ થઈ ગયા હોય છે પોતાનું બાળક શું કરે છે, શું વિચારે છે, શું કાર્ય કરે છે, શું જોવે છે, કોની સાથે હરે-ફરે છે એ તપાસ કરવાનો પણ સમય નથી હોતો. સરવાળે આ જ બાળક પોતાના માતા-પિતાના પ્રેમના અભાવે અવળે રસ્તે ચડી જાય છે અથવા તો પોતાના માતા-પિતાથી જ દૂર થવા લાગે છે. બધા વાલીઓ પોતાના સગા-સંબંધીઓ વચ્ચે એવી વાતો તો કરતા જ હોય છે કે મે મારા સંતાન પાછળ ખૂબ ભોગ આપ્યો છે, તેની બધી જરૂરિયાતો પૂરી કરી છે ખૂબ ખર્ચો કર્યો છે. પરંતુ શું એ જરૂરિયાતો પૂરી કરવાથી તમારું સંતાન તમારું બની જશે ? વાલી તરીકેની બધી ફરજો માતા-પિતાએ પૂરી કરી જ હોય છે એમાં કોઈ શંકા નથી પરંતુ વાલી તરીકે આપણી જાતને એક વાર નીચેના સવાલો પૂછી જુઓ અને તપાસ કરો કે એનો શું જવાબ આવે છે ?

  • તમારા બાળકનો ફેવરિટ કલર કયો છે ?
  • તમારા બાળકના જીવનમાં એ કોના જેવુ બનવા માગે છે ?
  • તમારું બાળક તમારી સાથે છેલ્લે ક્યારે ખિલખિલાટ હસ્યું હતું ?
  • તમારું બાળક કઈ મુશ્કેલીમાં હોય અને તમે છેલ્લે ક્યારે એને ભેટ્યા હતા ?
  • તમારા બાળકે છેલ્લે તમારી સાથે ક્યારે નિખાલસતા થી વાત કરી હતી ?

વાલી તરીકે બાળકોને પૂછવાના સવાલો

જો આ બધા પ્રશ્નોમાં તમે ક્યાકને ક્યાક મૂંઝવણ અનુભવતા હો કે તમારો ઉત્તર નકારમાં આવે તો સમજવું કે મારા સંતાનને સમજવામાં મારાથી ક્યાક કચાસ રહી ગઈ છે. અને એનું મુખ્ય કારણ પણ આપણે જ છીએ કારણ કે દરેક સંતાન એના માતા-પિતાનું અવલોકન કરીને આગળ વધતું હોય છે. માટે દરેક વાલીઓ એ જ વિચારવાનું છે કે મારે મારા બાળકને કઈ રીતે ઉછેરવું. જો આપણે સંતાનને એની રીતે ખીલવા દઇશું તો એ પોતાની સુગંધ ચારેકોર પ્રસરાવશે પરંતુ વાલી તરીકેનો આપણો એની સાથે નો ખરાબ વ્યવહાર એ બાળક રૂપી આખા ફૂલને જ મુર્જાવી નાખશે.

આ તો થઈ માતા-પિતાની વાત પરંતુ જનરેશન ગેપમાં વાલીઓ ઉપરાંત સંતાનોનો પણ એટલો જ દોષ છે. જનરેશન ગેપના પ્રોબ્લેમમાં માત્ર વાલીઓના જ વિચારો જૂના પુરાણા હોય એવું નથી પરંતુ ઘણી વખત સંતાનોની વિચારધારાને લીધે પણ આ ગેપ સર્જાતો હોય છે. આજની પેઢી બધા ક્ષેત્રોમાં બધી જગ્યાએ પોતાને જ શ્રેષ્ઠ બતાવવાની રેસમાં ભાગી રહી છે. અને આજ બધી બાબતોનું એને ક્યાક ને ક્યાક અભિમાન છે.

જેમ આજની આધુનિક જનરેશન પાસે આધુનિક નોલેજ છે તેમ આપણાં વડીલો પાસે પણ વ્યવ્હારિક જ્ઞાન નો ભંડાર છે. આજની પેઢીને પોતાનું વિજ્ઞાન છે તો આપણાં વડીલો પાસે અનુભવનો ખજાનો છે . આપણાં રીતિ-રિવાજો, ધાર્મિક પરંપરા થી કદાચ આજની પેઢી માહિતગાર નહીં હોય પરંતુ એના વિષે જાણવા માટે તો આપણે વડીલો પાસે જ બેસવું પડશે. દુનિયાના બધા પ્રશ્નોનાં ઉત્તર કદાચ Google પાસે હશે પરંતુ સંબધોના સવાલોના જવાબો તો માત્ર આપણાં વડીલો જ આપી શકશે. અડધી રાતે કદાચ શરીરમાં કોઈ દુખાવો ઉપડે તો આપણે ચોક્કસ ડોકટરને ફોન કરીને મેડિકલે જઈને દવા લઈ આવશુ પરંતુ વગર મેડિકલે વગર દવા એ માત્ર રસોડામાં રહેલા મસાલાના આધારે એ દુખાવો દૂર કેમ કરવો એનું જ્ઞાન એ આપણાં અભણ અને અનુભવી વડીલો પાસે છે. કહેવાનો અર્થ આપણી પાસે આજનું વિજ્ઞાન હોવું જોઈએ એમાં ના નથી પરંતુ એના કારણે આપણે આપણાં વડીલો, માતા-પિતાની અવગણના કરીએ એ ખોટી વાત છે.

આપણાં માતા-પિતા આપણાં વડીલો એ તો વૃક્ષ સમાન છે અને આપણે એ વૃક્ષની છાયામાં પાકતા મીઠા ફળો છીએ. પાકવાનું તો આપણે જ છે પરંતુ આ વૃક્ષની છાયામાં પાકશું તો લોકોને મન થશે ચાખવાનું પરંતુ આ વૃક્ષની છાયાને મૂકીને જશું તો સૂર્યના તડકામાં બળતા વાર નહીં લાગે. માટે આપણે બધાએ આપણાં માતા-પિતા અને વડીલોનું માન સન્માન જાળવવું સાથે સાથે જીવનના દરેક પગથિયે તેમને સાથે રાખવા. જનરેશન ગેપ એ મુખ્યત્વે વડીલો અને સંતાનો વચ્ચેના વિચારોનો ગેપ છે જો આ વિચારોની ખાઈ ને પુરવામાં આવે તો ઓટોમેટિક આ જનરેશન ગેપ નાબૂદ થઈ જાય એમ છે. “Generation Gap is not painful, if there is no Communication Gap“ અને એ ખાઈને પુરવા માટે દરેક પરિવારમાં દરેક વ્યકતીએ માત્ર નીચેના પગલાં અનુસરવાના છે :

  • વડીલોએ પરિવારમાં સંતાનોની વાત બરાબર સાંભળીને પછી જ તેની વાતનો પ્ર્ત્યુતર આપવો.
  • માતા-પિતાએ પોતાના સંતાનો માટે પૂરતો સમય કાઢવો જેથી સંતાનને માતા-પિતાના પ્રેમની ઉણપ ન લાગે.
  • ઘરમાં યુવાન દીકરા-દીકરી એ પોતાની કોઈ પણ સમસ્યા હોય તો તેના વિષે માતા-પિતા સાથે વાત કરવી.
  • માતા-પિતાએ સંતાનોને સારા પુસ્તકો વાચવાની ટેવ પાડવી જોઈએ.
  • ઘરમાં માતા-પિતાએ અથવા અન્ય કોઈ પણ વડીલોએ ઘરના બાળકો તેમજ યુવાનો સાથે મિત્રભાવે રહેવું જોઈએ.
  • વડીલોનું વર્તન ઘરમાં એ રીતનું હોવું જોઈએ કે બાળક નિખાલસતા થી બધી વાતો શેર કરી શકે.

દરેક માતા-પિતા, વડીલો અને સંતાનો જો એકબીજા ને સમજશે એકબીજા ની કદર કરશે એકબીજા ને સમય આપશે તો ચોક્કસ આ જનરેશન ગેપનો પ્રશ્ન ઊભો નહીં થાય અને કદાચ એના લીધે આજે સમાજમા પરિવારો તૂટતાં જાય છે એ પણ બંધ થશે.

આ નિબંધ કુપલ બાટવિયા દ્વારા લખવામાં આવેલ છે.

Generation Gap Essay in Gujarati

અહીં નીચે બટન પર ક્લિક કરી Generation Gap Nibandh in Gujarati ની પીડીએફ ફ્રીમાં Download કરી શકો છો.

Conclusion :

જો આ સિવાય કોઈ વિષય આપને ધ્યાનમા હોય અથવા બીજી વિગત આપવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ ગુજરાતીનો વિષય સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.