You are currently viewing કાજળભર્યા નયનનાં

કાજળભર્યા નયનનાં

અહી નીચે કાજળભર્યા નયનનાં ગઝલ જે અમૃત ઘાયલ દ્વારા લખવામાં આવી છે. સાથે મનહર મનહર ઉધાસના સ્વરમાં આ ગીતની રીલ્સ પણ આપી છે.  જેને તમે Download બટન પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.

કાજળભર્યા નયનનાં – ગઝલ

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે

દિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.

– અમૃત ‘ઘાયલ’

કાજળભર્યા નયનનાં રીલ

 

અહીં નીચે આપેલ બટન પર ક્લિક આ રીલ્સને ફ્રીમાં Download કરી શકો છો.

Conclusion :

જો આ ગુજરાતી સાહિત્ય વિષે અમને જણાવવા માંગતા હોય, અમારા માટે પ્રતિભાવ હોય કે સૂચન હોય તો તમે અમને [email protected]  પર મેઇલ કરી શકો છો.

જો આપ ગુજરાતીનો વિષય સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.