You are currently viewing લગ્ન જીવનમાં જીવનસાથી વિશે ગુજરાતીમાં નિબંધ | Spouse in married life

લગ્ન જીવનમાં જીવનસાથી વિશે ગુજરાતીમાં નિબંધ | Spouse in married life

અહી આપેલ આર્ટીકલમાં લગ્ન જીવનમાં જીવનસાથી (Spouse in married life) વિષય પર ગુજરાતીમાં નિબંધ વિશે માહિતી આપી છે. આ નિબંધ તમને સાહિત્યના અભ્યાસ માટે, સ્પર્ધાત્મક તૈયારી માટે અથવા પરીક્ષામાં ઉપયોગી થશે. આ ઉપરાંત તમે Spouse in married life Essay in Gujarati PDF ડાઉનલોડ પણ કરી શકો છો.

અહીં ગુજરાતી લગ્ન જીવનમાં જીવનસાથી વિશે એક નિબંધ રજુ કર્યો છે.

 

લગ્ન જીવનમાં જીવનસાથી નિબંધ

પૃથ્વી પર જન્મ લેનાર દરેક જીવ માત્રને એક સાથીની જરૂર પડે છે. નાનપણમાં તો સાથી તરીકે માં-બાપ હંમેશા સાથે જ હોય છે. આંગળી પકડી ચાલતા શીખવે છે. આજ બાળક કે બાળકી મોટા થઈ ભણતર પૂરું કરી નોકરી-વ્યવસાયમાં બરાબર ગોઠવાઈ જાય ત્યારબાદ બંનેને જીવનસાથીની જરૂર પડે છે. એક સ્ત્રીને પતિની અને એક પુરુષને પત્નીની ત્યારથી જીવનસાથીની શોધ શરૂ થાય છે. આ સંસારરૂપી દરિયો પાર કરવા માટે નાવને એકલો હંકારવામાં કોઈ મજા નથી. આથી, ‘એક થી બે ભલા’ કહેવત અનુસરી બંને એકબીજાના સાથથી જ જિંદગીરૂપી નાવ આગળ ચાલે છે.

બંને પાત્રને એક થવા માટે લગ્ન રૂપે સામાજિક રીત-રિવાજ જરૂરી છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કાર બતાવ્યા છે. જેમાંનો એક સંસ્કાર એટલે ‘લગ્ન સંસ્કાર’ જેમાં સ્ત્રી પુરુષ સ્વેચ્છાએ પરસ્પર જોડાય છે. પુરુષ પ્રેમપૂર્વક સ્ત્રીને પોતાના ઘરે લઈ જઈને એની તમામ જવાબદારી સંભાળે છે. તેનો મુખ્ય ઉદ્દેશ સંતાનોત્પત્તિ કરવી અને સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરાને જાળવી રાખવાની નૈસર્ગીક પ્રક્રિયા એટલે લગ્ન સંસ્કાર.

જીવનસાથીની શોધ :-

ભારતીય સંસ્કૃતિમાં મોટાભાગના લોકો જીવનસાથીની પસંદગી પોતાના જ ધર્મ કે જ્ઞાતિના પાત્રને પ્રાથમિકતા આપતા હોય છે. એમાં મુખ્યત્વે બંને પક્ષોના માતા-પિતાની ખાસ પસંદગી હોય છે. પરંતુ હવે આજની યુવા પેઢી પોતાની પસંદગી મુજબ જીવનસાથીની પસંદગી કરતા હોય છે. હવે તો પહેલાની પદ્ધતિ કરતા સાવ વિરોધાભાસી વલણ આજની યુવા પેઢી અપનાવે છે. અહીં કોઈપણ વ્યક્તિ યુવક કે યુવતી જ્ઞાતિ, માન્યતા કે ધર્મથી પર જઈ પોતાની પસંદગી ઉતારે છે. વ્યક્તિ પોતાના જીવનસાથી તરીકે એવા પાત્રને પસંદ કરે છે જે પોતાના સ્ટેટસ લેવલમાં હોય. જેમ કે સાથે નોકરીમાં સહકાર્યકર હોય, સહાધ્યાયી હોય અથવા પોતાની આસપાસના વિસ્તારમાં લાંબા સમયથી સાથે રહેતા હોય. આમ સતત એકબીજાના સંપર્કમાં હોવાથી બંને એકબીજાને પરિચિત થઈ જતા તેમનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ છેવટે લગ્નમાં પરિણમતું હોય છે.

 

વળી,આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જીવનસાથીની પસંદગી થતી હોય છે. આજના જમાનામાં જીવનસાથીની પસંદગી ઉતારવી સરળ છે. ઘણી બધી ચોઈસ હોય છે તેમ છતાં લગ્નજીવન નિષ્ફળ જતા હોય છે. જીવનસાથી તરીકે જેના પર પસંદગી ઉતારી છે તેઓને બંને પક્ષે પાત્રોને સારી રીતે ઓળખી લેવા જોઈએ. એકબીજાને સમય આપવો જોઈએ. જેથી કરીને સંબંધ ગાઢ બની શકે. પરિણીત નવ દંપતિએ પોતાનું લગ્ન જીવન સફળ બનાવવા માટે બંનેએ એકબીજાની ભૂલો કે મતભેદો સ્વીકારી લેવાની તૈયારી દાખવવી પડે. જેમકે, રોટલી એક જ બાજુએ શેકાતી નથી બંને બાજુએ શેકવી પડે છે. આથી જ, પરણવું બહુ સરળ છે પણ નિભાવવું એટલું જ મુશ્કેલ છે.

જીવનસાથી તરીકે ફરજો :-

લગ્નરૂપી બંધનમાં બંધાયા બાદ જ જીવનસાથીની સફર શરૂ થાય છે. પતિ-પત્નીના સંબંધો બારીક કાંચ જેવા હોય છે. તેની કાળજી લેવી પડે છે. બારીકાઈથી સંભાળવા પડે છે. એક જીવનસાથી તરીકે એકબીજાની ખુશી, ગમા-અણગમા પ્રત્યે ખાસ ધ્યાન રાખવા પડે છે. પોતાના પાર્ટનરને કેવી રીતે ખુશ રાખવા બંનેએ પોતાના પર નિર્ભર કરે છે. એક સ્ત્રી મહંદઅંશે પોતાની જવાબદારી પત્ની તરીકે બખુબી નિભાવે છે. પણ ક્યાંક પુરુષ પોતાની પતિ તરીકેની ફરજમાંથી ચૂકી જાય છે. આજની નારી પુરુષ સમોવડી બની છે છતાં પણ તેને પ્રેમ, હુંફ, સહાનુભૂતિની જરૂર હોય છે. બસ! પુરુષ અહીંયા જ પાછો પડી જાય છે. સ્ત્રીને કદાચ તમામ ભૌતિક સુખ સુવિધાના સાધનો મળી રહેશે તેમ છતાં પણ પુરુષ પ્રત્યેથી માન-સન્માન નહીં જળવાય તો સ્ત્રી એકલવાયી અનુભવશે. તેથી જ ક્યાંક બંનેના માન સન્માનને ઠેસ પહોંચે અને આ પવિત્ર સંબંધમાં એકલું રહી જવાય એના પહેલા જીવનસાથી તરીકેની બંને પક્ષે તમામ ફરજો સમજી વિચારી દરેક નિર્ણયો સાથે મળીને લેવામાં આવે તો જીવનરૂપી નાવ હોંશે-હોંશે આગળ વધે. એટલે જ કોઈએ સાચે જ કહ્યું છે,…..

લગ્ન જીવનમાં જીવનસાથી

સાંજની ઉદાસીમાં ભલે હોય મન……

જીવનસાથીની બાહોમાં ઘેરાયેલું રહે તન…. “

જીવન એકલા વિતાવી શકાય પણ એકલા જીવી ન શકાય. સિંહને પણ હુંફની જરૂર પડે છે. એકલા તો ખાલી દિવસો કપાય જીવન જીવવા તો જીવનસાથીની જરૂર પડે. આજકાલ મોબાઈલ યુગની ન્યુ જનરેશન લગ્ન જેવા બંધનમાં બંધાવવા માગતી નથી. એકલવાયું જીવન પસંદ કરે છે. પોતાના પગ પર હોવાથી સ્વછંદી જીવનશૈલી અપનાવે છે. એનાથી પર જઈ લિવ-ઈન-રિલેશનશિપમાં જોડાય છે. પણ આ સાથ માત્ર ચાર દિવસનો નથી હોતો જિંદગીભર સાથ આપવાનો હોય છે. એક જીવનસાથી જ એવું પાત્ર છે જે છેલ્લા સમય સુધી અને છેલ્લા શ્વાસ સુધી સાથ નિભાવશે. પરસેવો આખી જિંદગીનો તેના ખૂણામાં સુકાઈ જશે જીવનસાથી શું છે એ ઘડપણમાં સમજ આવશે.

આ નિબંધ કવિતા સોની (કવિ) દ્વારા લખવામાં આવેલ છે. આ તેમની મૌલિક રચના છે. જેની સાથે ભાષા અભિવ્યક્તિ સહમત હોય તે જરૂરી નથી.

Spouse in married life Essay in Gujarati

અહીં નીચે બટન પર ક્લિક કરી lagnjivanma jivansathi Nibandh in Gujarati ની પીડીએફ ફ્રીમાં Download કરી શકો છો.

 

Conclusion :

અમે આ પોસ્ટમાં લગ્ન જીવનમાં જીવનસાથી વિશે નિબંધ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આમ છતાં અમારાથી કઈ ભૂલ રહી ગઈ હોય અથવા કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો અથવા અમને [email protected] પર મેઈલથી જણાવી શકો છો. જો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રોને આ મોકલી શકો છો.
[લગ્ન જીવનમાં જીવનસાથી વિશે નિબંધ book, લગ્ન જીવનમાં જીવનસાથી વિશે નિબંધ gujarati pdf, લગ્ન જીવનમાં જીવનસાથી વિશે નિબંધ gujarati, લગ્ન જીવનમાં જીવનસાથી વિશે નિબંધ in gujarati, લગ્ન જીવનમાં જીવનસાથી વિશે નિબંધ x pdf, લગ્ન જીવન, લગ્ન જીવનમાં જીવનસાથી, લગ્ન જીવનમાં જીવનસાથી books, લગ્ન જીવનમાં જીવનસાથી download, લગ્ન જીવનમાં જીવનસાથી wikipedia, lagna jivan, lagna jivan suvichar, lagnjivanma jivansathi bhashan, lagnjivanma jivansathi gujarati, lagnjivanma jivansathi in gujarati essay, lagnjivanma jivansathi lyrics, lagnjivanma jivansathi rachana, lagnjivanma jivansathi wikipedia,]

જો આપ ગુજરાતીનો વિષય સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.