અહી નીચે શરૂઆત થઈ હશે ગઝલ જે આદિલ મન્સૂરી દ્વારા લખવામાં આવી છે. સાથે મનહર ઉધાસના સ્વરમાં આ ગીતની રીલ્સ પણ આપી છે.  જેને તમે Download બટન પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.

શરૂઆત થઈ હશે – ગઝલ

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

– આદિલ મન્સૂરી

 

શરૂઆત થઈ હશે – વિડિયો

 

અહીં નીચે આપેલ બટન પર ક્લિક આ રીલ્સને ફ્રીમાં Download કરી શકો છો.

Download

Conclusion :

જો આ ગુજરાતી સાહિત્ય વિષે અમને જણાવવા માંગતા હોય, અમારા માટે પ્રતિભાવ હોય કે સૂચન હોય તો તમે અમને bhashaabhivyakti@gmail.com  પર મેઇલ કરી શકો છો.

જો આપ ગુજરાતીનો વિષય સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.