You are currently viewing ગામડું અને ગ્રામજીવન

ગામડું અને ગ્રામજીવન

અહી આપેલ આર્ટીકલમાં ગામડું અને ગ્રામજીવન વિષય પર ગુજરાતીમાં નિબંધ વિશે માહિતી આપી છે. આ નિબંધ તમને સાહિત્યના અભ્યાસ માટે, સ્પર્ધાત્મક તૈયારી માટે અથવા પરીક્ષામાં ઉપયોગી થશે. આ ઉપરાંત તમે Village and village life Essay in Gujarati PDF ડાઉનલોડ પણ કરી શકો છો.

અહીં ગુજરાતી ગામડું અને ગ્રામજીવન વિશે એક નિબંધ રજુ કર્યો છે.

ગામડું અને ગ્રામજીવન 

અત્યારના સમયમાં જ્યારે આખું વિશ્વ AI (આર્ટિફીસીઅલ ઇન્ટેલિજન્સ)માં ડુબી પડ્યુ છે ત્યારે આ ટેક્નોલોજીના યુગમાં ગામડા વિશે વાત કરતાં થોડી ઝાંખપ અનુભવાય છે. આદિમાનવથી લઈને આજના માનવીને આપણે જોઈએ તો માનવીએ પોતાના જીવનને સરળ બનાવવા માટે ખૂબજ પુરુષાર્થ કર્યો છે અને દિન-પ્રતિદીન કરી રહ્યો છે‌ પરંતુ આ પુરુષાર્થમાં તેણે ગણું બધું ગુમાવ્યું છે તેમા તે વત્તે-ઓછે અંશે ગુમાવવાનો પુરુષાર્થ કરી રહ્યો છે અથવા ગુમાવી બેઠો છે તેવું કાચા મકાનો અને સાચા માણસોથી જળહળતુ મારુ ગામડું યાદ આવે છે.
                આમ, તો ગામડું હવે કુદરતી દ્ર્શ્ય દોરતાં બાળકના હાથમાં સચવાતું થયું છે. પરંતુ હજુ તે ક્યાંક ક્યાંક ધબકે છે તેનો આનંદ છે.
                  યાદ કરીએ તે સમય જ્યા નરસીંહ મહેતાના પ્રભાતિયાં વલોણાના તાલ સાથે સવારમાં ગવાતા હોય, એકદમ પ્રદૂષણ મુક્ત સ્વચ્છ વાતાવરણ હોય, ઘરનું આખુંય ફળિયું ચકલી, પોપટ, બુલબુલ, કોયલ અને ક્યારેક લટાર મારતા મોરલીયાથી ભરચક હોય અને તેનો કલરવ આખાય વાતાવરણમાં સુર પ્રસરાવતો હોય આમ ગામડાંની સવાર કદાચ કુદરતે દોરેલ કોઈ કુદરતી દ્રશ્ય હોય તેવું લાગે. ગામડું એટલે તેનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન માટે સવારમાંજ ખેડૂતો થેલીમાં ટિફિન, ગાયોનું ધણ લઈ ધીમે ધીમે પોતાના ખેતરે જતા હોય. પનિહારીઓ પાણી ભરી લાવતી હોય આમ ગામડાંની સવાર એકદમ રંગીન હોય.
                    ગામડામાં માણસો સવારથી જ પોતાના કામ પર જતાં રહેતા હોય અને જો કોઈ સામે મળે તો રામ રામ, સીતારામ, કેમ છો? જેવા શબ્દોનું ઉચ્ચારણ થઈને જ રહે. ગામડામાં બધાજ લોકો એક બીજા લોકોથી પરિચિત હોય અને બધા વચ્ચે એક સ્નેહસેતુ હોય. એકબીજા લાગણીના તાંતણા સાથે બંધાયેલા હોય, બધામાં મૂલ્યવર્ધક સંસ્કારો હોય. ગામડામાં કોઈ એક પરિવારને ત્યાં પ્રસંગ હોય ત્યારે આખું ગામ તે પ્રસંગમાં જોડાય અને કોઈ આકસ્મિક સંજોગોમાં પણ આખું ગામ તેની સાથે ઉભુ હોય આમ ગામડું સંસ્કારિતાના રંગે રંગાયેલું હોય.
                  ગામડામાં મજા તહેવારોની હોય છે. સમગ્ર ગામ એકઠું થઈ સમૂહમાં અનેક ઉત્સવો ઉજવતું હોય અને આવા ઉત્સવો ગામમાં અનેરો આનંદ લાવે ગામડાંમાં દરેક ઉત્સવોની ઉજવણી હોંશભેર થાય અને તેની હોંશભેર રાહ પણ જોવાય.
                ગામડાંમાં મોટાભાગના કુટુંબો સંયુક્ત રહેતા હોય બધા એક સાથે રાત્રે વાળું કરે ત્યારબાદ બધા ભેગા થાય અને વાર્તાલાપ થાય અને વડીલો દ્વારા અવનવી વાતો જાણવા- સમજવા મળે. આજે વિસરાતી જતી દાદા-દાદીની વાર્તા ગામડાંના છોકરાના સંસ્કારમાં હોય દાદા દાદી પાસેથી મૂલ્યો શીખે અને આ મૂલ્યો બાળકને સારો માણસ બનાવે. ગામડાંનો ખોરાક એકદમ દેશી અને સ્વાદિષ્ટ હોય છે. ગામડાંનો ખોરાક ગામના લોકોને બળવત્તર બનાવે છે. સવારે શિરામણ, બપોરે બપોરા, રોંઢો અને સાંજે વાળું જેવા શબ્દો ગ્રામ્ય સંસ્કૃતિમાં જોવા મળે છે. ગામડામાં રસોઈ મુખ્યત્વે ચૂલા પર બનાવવામાં આવે છે અને રસોઈ ટાણે વાતાવરણ એકદમ સુગંધીમય બની જાય છે, ગામડામાં બાળકો દેશી રમતો રમે છે અને અનૌપચારિક રીતે તેઓમાં આનંદની સાથે શારીરિક વિકાસ થાય છે. લખોટી, સંતાકુકડી જેવી દેશી રમતો ગામડાને ધબકતી રાખે છે. ગામડાંના લોકોના હ્રદયમાં હમેશા મીઠો આવકારો હોય છે. કદાચ કોઇ માણસ ગામમાં ભૂલો પડ્યો હોય તો ગામના લોકો તેને મહેમાનની જેમ સાચવે છે.
                  ગામડામાં પાદર એ મુખ્ય સ્થાને હોય છે ગામના વડીલોથી માંડીને ગામના છોકરા ત્યાં પાદરના વડલે બેઠા હોય છે ગામની દરેક ગતિવિધી ગામના પાદરે થાય છે અને ગામના પાદરે સંધ્યાનું અદ્ભુત વાતાવરણ ખીલી ઉઠે છે તેની મજા કંઇક અલગ જ હોય છે. ગામના મંદિરની એ સંધ્યા આરતી જ્યા ઝાલરનો અવાજ આખાયે ગામમાં ભક્તિમય વાતાવરણ ઉભુ કરતો હોય છે પોતાના ખેતરેથી પાછા ફરતા ખેડૂતો, ગાયોનું ધણ આ વાતાવરણમાં વધારે રંગો પુરે છે, સંધ્યાના રંગો લઈ પંખીઓ પરત ફરતા હોય છે આ વાતાવરણ ગામડાંને ગામડું બનાવે છે. અને હા, ગામડાંના ખરી મોજ તો વેકેશનના સમયમાં હોય છે. બહાર નોકરી કે ધંધા રોજગાર અર્થે ગયેલા ગામના લોકો પરત આવતા હોય છે અને આ લોકો જ્યારે ગામડે પરત આવે ત્યારે ગામડાંની રોનક અલગ જ હોય છે. ઉદાસીન ગામડું જાણે હસી રહ્યું હોય તેવું લાગે છે. અને ગામડાંના લોકો જ્યારે નોકરી કે વ્યવસાય અર્થે બહાર જાય ત્યાર ગામ ઉદાસીન હોય છે. આમ ગામડાંના લોકો સુખ દુઃખના પ્રસંગો સાથે ઉજવે છે.
                પરંતુ વર્તમાન સ્થિતિ થોડી અલગ છે ગામડા ધીરે ધીરે નષ્ટ થતાં જાય છે. માણસની શહેર તરફની દોડે ગામડાંની સંસ્કારિતા, મૂલ્યો વગેરેને ઝાંખા પાડ્યા છે અને આ ઝાંખપ મનુષ્ય જો હજુ સમજ્યો નહિ તો ગામડું આવનારી પેઢી માટે કાલ્પનિક બની રહેશે. તો ચાલો એ સમયને પાછો લાવીએ જ્યા મકાનો ભલે કાચા હોય પણ માણસોની પ્રામાણિક, સંસ્કારિતા અને મૂલ્યો સાચા હોય.

આ નિબંધ મકવાણા નિરવકુમાર પ્રતાપભાઈ દ્વારા લખવામાં આવેલ છે. આ તેમની મૌલિક રચના છે. જેની સાથે ભાષા અભિવ્યક્તિ સહમત હોય તે જરૂરી નથી.

Village and village life Essay in Gujarati

અહીં નીચે બટન પર ક્લિક કરી gamdu ane gramyjivan Nibandh in Gujarati ની પીડીએફ ફ્રીમાં Download કરી શકો છો.

 

Conclusion :

અમે આ પોસ્ટમાં ગામડું અને ગ્રામજીવન વિશે નિબંધ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આમ છતાં અમારાથી કઈ ભૂલ રહી ગઈ હોય અથવા કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો અથવા અમને [email protected] પર મેઈલથી જણાવી શકો છો. જો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રોને આ મોકલી શકો છો.
ગામડાનું જીવન, ગામડાનું દિલ, ગામડાનું વર્ણન, ગામડું અને ગ્રામજીવન apk, ગામડું અને ગ્રામજીવન app, ગામડું અને ગ્રામજીવન book pdf, ગામડું અને ગ્રામજીવન college, ગામડું અને ગ્રામજીવન full pdf, ગામડું અને ગ્રામજીવન gpsc, ગામડું અને ગ્રામજીવન gujarati, ગામડું અને ગ્રામજીવન pdf, ગામડું અને ગ્રામજીવન today, ગામડું અને ગ્રામજીવન website, ગામડું અને ગ્રામજીવન wikipedia, હું ગામમાં]

જો આપ ગુજરાતીનો વિષય સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.