અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય વિશેષણ (Adjective in gujarati) વિશે માહિતી આપી છે. (વિશેષણ કોને કહેવાય?) આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો.
વિશેષણ એટલે શું? વિશેષણ કોને કહેવાય?
નામ કે સર્વનામના અર્થમાં વધારો કરનાર શબ્દને વિશેષણ કહેવામાં આવે છે.
વિશેષણ જે નામના અર્થમાં વધારો કરે તે નામને વિશેષ્ય કહેવામાં આવે છે.
વિશેષણના મુખ્ય બે પ્રકાર છે.
- વિકારી
- અવિકારી
વિકારી :- જે વિશેષણનું રૂપનામની જાતિ કે તેના વચન પ્રમાણે ફેરફાર (વિકાર) પામે તેને વિકારી વિશેષણ કહેવાય.
જેમ કે,. કાળો આદમી / કાળી સ્ત્રી / કાળું છોકરું
અવિકારી :– જે વિશેષણનું રૂપનામની જાતિ કે તેના વચન પ્રમાણે ફેરફાર (અવિકાર) પામતું નથી તે અવિકારી વિશેષણ કહેવાય.
જેમ કે,. સુંદર છોકરો / સુંદર છોકરી / સુંદર છોકરું
વિશેષણના પ્રકાર :
વિશેષણના પ્રકારો મુખ્ય બે રીતથી પાડવામાં આવે છે:
- પરિણામદર્શક વિશેષણ
- ગુણદર્શક વિશેષણ
- અર્થદર્શક વિશેષણ
પરિણામદર્શક વિશેષણ:
પરિણામનો સાદો અર્થ થાય માપ જે પદાર્થ કે વસ્તુનું નિશ્ચિત માપ હોય છે.
(વિશેષણ કોને કહેવાય) જેમ કે,
- એક કેળાના પાંદડામાં થોડાંક ફળો અને એક પડિયામાં દૂધ હતું.
- મેં જરાય ઉધાર નહિ લેવાનો સંકલ્પ કર્યો.
- કેટલા બધા માણસો આ ગંધાતી ચા ઢીંચે છે.
- ખીસામાંથી એક નાનું માઉથ-ઑર્ગન કાઢી એણે મને આપ્યું.
દર્શકવાચક વિશેષણ:
જેમાં વસ્તુ કે પદાર્થને દર્શાવવાનો(બતાવવાનો) ગુણો હોય ત્યારે જેમ કે,
- આ મુંબઇ નગરીએ તેને જાણે મંગ્ધ કર્યો હતો.
- આ બહુ સરસ પુસ્તક છે.
- પેલી સ્ત્રીનો અભિનય શ્રેષ્ઠ છે.
- પેલું ઝાડઘણું જ ઊંચું છે.
સાપેક્ષવાચક વિશેષણ:
જેમાં વસ્તુ કે પદાર્થને સાપેક્ષ જ દર્શાવવાનો હોય ત્યારે જેમ કે,
- જેવો ગોળ નાખશો તેવું ગળ્યું થશે.
- જેવુ અન્ન તેવો ઓડકાર.
- જે હાથે કામ કરશો તે હાથે ફળ પામશો.
- જેવાં બી વાવશો તેવાં ફળ પામશો.
કૃદંતવાચક વિશેષણ :
જેમ કે,
- બેસતા વર્ષે સ્વજનોને શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
ગુણદર્શક વિશેષણ:
પદાર્થના કે વસ્તુના જુદાજુદા ગુણોને દર્શાવે છે અને નામ(વિશેષ્ય)નો ગુણ બતાવી તેના અર્થમાં વધારો કરે છે.
સંખ્યાદર્શક વિશેષણ:
પદાર્થ કે વસ્તુની સંખ્યા(એક,બે,ત્રણ … .. ..અનંત) જેવા…..જેમ કે,
- કુંતીના ત્રણ પુત્રો અને માદરીના બે પુત્રો.
- મારા તાબામાં દસહજાર સામંત હોત.. ..
- બેઉ બહેનો પિતાના રૂમમાં કંઇક કરતી હતી.
સાર્વનામિક વિશેષણ:
સર્વનામ વિશેષણ રૂપે પ્રયોજાયું હોય ત્યારે.. .. ..
[જેટલું = (જે +ટલ્ +ઉ) માં જે સર્વનામ છે.],[જેટલું,તેટલું,કેટલું,એટલું-પ્રમાણ],[જેવડું,તેવડું,કેવડું,આવડું-પ્રમાણ/કદ] ,[જેવું ,તેવું ,કેવું ,આવું ,(સાદશ્ય/ના જેવું)], [કયો ,કયું ,કઇ(પ્રશ્ન)] જેમ કે,
- મહામહેનતે મેં મારી ઝૂંપડી ઊભી કરી છે.
- મારા કેસરભીના કંથ હો !
સ્વાદદર્શક વિશેષણ:
જેમાં સ્વાદનાં ગુણો વિશેષ દર્શાવાતાં હોય ત્યારે .. ..
[સ્વાદિષ્ટ ભોજન,મોળું દહીં,તાજી છાશ,ગળ્યો કંસાર,મોળું શાક,કડવો લીમડો] જેમ કે,
- વરિયાળીનું મીઠું-ટાઢું હિમ જેવું શરબત પિવડાવીશ.
- મારા જેવા ઊજળાં કપડાંવાળાને મજૂરીએ રાખવા કોણ તૈયાર થાય.
રંગદર્શક વિશેષણ:
જેમાં રંગોનાં ગુણો વિશેષ દર્શાવાતાં હોય ત્યારે .. ..
[પીળું પાંદડું,રંગ રાતો,કેસરી સાફો,લાલ ગુલાબ,ગુલાબી ગાલ,લીલો લીમડા] જેમ કે,
- મેઘા ઢોલીએ લીલા રંગનું માથાબાંધણું બાંધેલું.
- એ દિશામાં માત્ર લાલ રંગે આજે કમાલ કરી દીધી હતી.
- મણિકાકાને એમનો રતુંબડો ચહેરા સાથે જોવા એ એક લહાવો હતો.
- ઇન્દ્રધનુ! તારા રંગ ધોધામાંથી એક માંગું લીલું બુંદ.
કર્તૃદર્શક વિશેષણ:
જેમાં ક્રિયાનો ગુણો વિશેષ દર્શાવાતો હોય ત્યારે .. ..(વિશેષણ કોને કહેવાય?)
[ખોદનાર,ખાનાર,રંગનાર,બોલનાર,મારનાર,મારકણું,કરનાર,સાંભલનાર,વણનાર] જેમ કે,
- વસ્તરના વણનારા,ખેતરના ખેડનારા
- ખાણના ખોદનારા છઇએ.
આકારદર્શક વિશેષણ:
જેમાં આકાર બાબતનો વિશેષ અર્થ દર્શાવાતો હોય ત્યારે.
[ચોરસ,લંબચોરસ,ગોળ,લંબગોળ,ત્રિકોણ,સીધું] જેમ કે,
- લંબચોરસ કબડ્ડીનું મેદાન
- ગોળ પૃથ્વી
અર્થદર્શક વિશેષણ:
વિશેષણના અર્થ અનુસાર તેના સાત પ્રકાર પડે છેઃ
ગુણવાચક વિશેષણ :
આ વિશેષણ વિશે(નામ)નાં રંગ, સ્વાદ, આકાર, કદ, સાદશ્ય, કર્તૃત્વ વગરે દર્શાવે છે.
ઉદાહરણો :
- ભાગીરથીનો નવરંગ સાળુ ભેંસના છાણમાં જરાક બગડે તો એનો આખો દિવસ બગડતો.
- શ્યામ રંગ સમીપે ન જાવું હો રાજ…
ઉપરનાં બંને વાક્યોમાં ‘નવરંગ’ અને શ્યામ’ રંગદર્શક ગુણવાચક વિશેષણો છે.
- ગૉળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર.
- ખાટું દહીં છાશ બનાવવામાં વપરાય છે.
ઉપરનાં બંને વાક્યોમાં ‘મોળો’, ‘સૂનો’ અને ખાટું’ સ્વાદદર્શક ગુણવાચક વિશેષણો છે.
- ગોળગોળ ફૂદડી ફરતાં જઈએ, ગીત ગાતાં જઈએ.
- આડાઅવળા પંથે અમે કેમ કરીને જાશું?
ઉપરનાં બંને વાક્યોમાં ‘ગોળગોળ’ અને ‘આડાઅવળા’ આકારદર્શક ગુણવાચક વિશેષણો છે.
- નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર.
- આવડું મોટું ઘર !
ઉપરનાં બંને વાક્યોમાં નાની” અને “આવડું મોટું કદદર્શક કે પરિમાણદર્શક ગુણવાચક વિશેષણો છે. .
- જેવું અન્ન તેવો ઓડકાર
- જેવું-તેવું કાપડ મને શું ગમે?
ઉપરનાં બંને વાક્યોમાં ‘જેવું’…‘તેવો’, ‘જેવું-તેવું’ એ સાદશ્યદર્શક કે પ્રકારદર્શક ગુણવાચક વિશેષણો છે.
- બોલકો છોકરો સૌને ગમે.
- સાંભળનાર છે જ કોણ અહીં?
ઉપરનાં બંને વાક્યોમાં ‘બોલકો’ અને ‘સાંભળનાર’ એ કર્તૃત્વદર્શક ગુણવાચક વિશેષણો છે.
સંક્ષેપમાં, ઉ૫૨ દર્શાવેલાં વિશેષણો વિશેષ્ય(નામ / સંજ્ઞા)ના ‘ગુણ’નો નિર્દેશ કરે છે. આ વિશેષણો સંશા કે નામનો ગુણ દર્શાવી તેના અર્થમાં વધારો કરે છે. ગુણનો નિર્દેશ કરે કે અર્ધમાં વિશેષતા લાવે એવાં પદોને ગુણવાચક વિશેષણો કહે છે.
સંખ્યાવાચક વિશેષણ :
આ વિશેષ સંખ્યા દર્શાવે છે.
ઉદાહરણો :
ત્રણ, પાંચ, પંદર, પચાસ, સો વગે૨ે. (આ વિશેષણો પૂર્ણ સંખ્યા દર્શાવે છે માટે આને પૂર્ણાંકદર્શક સંખ્યાવાચક વિશેષણો’ કહે છે.)
ત્રીજો-ત્રીજી-ત્રીજું, પાંચમો-પાંચમી-પાંચમું, પંદરમો-પંદરમી- પંદરમું વગેરે ક્રમિક સંખ્યા દર્શાવે છે માટે આને ‘ક્રમદર્શક સંખ્યાવાચક વિશેષણો‘ કહે છે.
પા, અડધું, પોણું વગેરે. (આ વિશેષણો અપૂર્ણ સંખ્યા દર્શાવે છે માટે આને ‘અપૂર્ણાંકદર્શક સંખ્યાવાચક વિશેષણો‘ કહે છે.)
બેઉ, ચારે વગેરે. (આ વિશેષણો સકલતા કે સમગ્રતા દર્શાવે છે માટે આને ‘સાકલ્યદર્શક સંખ્યાવાચક વિશેષણો’ કહે છે.) બેવડું, ત્રેવડું વગેરે. (આ વિશેષણો સંખ્યા કેટલા ગણી છે તે દર્શાવે છે માટે આને ‘આવૃત્તિદર્શક સંખ્યાવાચક વિશેષણો‘ કહે છે.
દરેક, પ્રત્યેક, ચાર-ચાર, છ-છ વગેરે. (આ વિશેષણો સંખ્યાનું જુદાપણું કે ટુકડીનો અર્થ દર્શાવે છે માટે આને ‘ભિન્નતાદર્શક સંખ્યાવાચક વિશેષણો‘ કહે છે.)
ચોકું, દશકો-દસકો, કોડી, સદી વગેરે. (આ વિશેષણો સમુદાય દર્શાવે છે માટે આને “સમૂહદર્શક સંખ્યાવાચક વિશેષણો’ કહે છે.) ચોકું, દશકો-દસકો, કોડી, સદી વગેરે સમૂહદર્શક સંખ્યાવાચક વિશેષણો સંજ્ઞા કે નામ તરીકે પણ વપરાય છે.
થોડું, ઓછું, ઝાઝું, અન્યોન્ય વગેરે. (આ વિશેષણો સંખ્યાનું અચોક્કસપણું દર્શાવે છે માટે આને ‘અનિશ્ચયદર્શક સંખ્યાવાચક વિશેષણો‘ કહે છે.)
સાર્વનામિક વિશેષણ :
વિશેષણ તરીકે વપરાતાં સર્વનામ કે સર્વનામજન્ય (સર્વનામમાંથી બનતાં) વિશેષણ ‘સાર્વનામિક વિશેષણ’ કહેવાય છે.
ઉદાહરણ : તે નિશાળ, પેલું પુસ્તક. (અહીં સર્વનામ વિશેષણ તરીકે વપરાય છે માટે આને મૂળ સાર્વનામિક વિશેષણો’ કહે છે.) આટલું ધન કોણ ખાશે? જેટલા દાણા મેં આપ્યા તેટલા પૈસા તેણે મને આપ્યા. એણે કેટલું વજન ઊંચક્યું છે?
(આટલું, જેટલું / જેટલા / જેટલી, તેટલા | તેટલી | તેટલું … સર્વનામ પરથી બનેલાં વિશેષણો છે ને એ વિશેષણો જથ્થાનો નિર્દેશ કરે છે તેથી તેને જથ્થાદર્શક કે પરિમાણદર્શક સાર્વનામિક વિશેષણો’ કહે છે.
- આવડું મોટું ઘર!
- જેવડી મૂર્તિ લેવી હોય તેવડી મૂર્તિ લો.
‘આ’, ‘જે’, ‘તે’ સર્વનામો પરથી આવડું, જેવડી, તેવડી વિશેષણો બન્યાં છે. આ વિશેષણો કદ દર્શાવે છે તેથી તેને દદર્શક સાર્વનામિક વિશેષણો’ કહે છે.
- જેવું બી વાવશો તેવું ફળ પામશો.
- જેવો આહાર એવો ઓડકાર.
‘જે’, ‘તે’, ‘એ’ સર્વનામો પરથી જેવું, તેવું, જેવો, એવો વિશેષણો બન્યાં છે. આ વિશેષણો સાદશ્ય કે પ્રકાર (એકના જેવું બીજું) દર્શાવે છે માટે આને ‘સાદશ્યદર્શક કે પ્રકારદર્શક સાર્વનામિક વિશેષણો’ કહે છે.
- કયો મૂર્ખ આ વાત માને?
- કઈ બાજુ જવું છે?
- કયું ગામ આવ્યું?
અહીં ‘કોણ’ સર્વનામમાંથી બનતું ‘કયો’ એ પ્રશ્નાર્થક સર્વનામ વિશેષણ તરીકે વપરાય છે. બીજું, ‘કઈ’, ‘કયું’ એ પ્રશ્ન સૂચવે છે માટે આ બધાંને ‘પ્રશ્નાર્થક સાર્વનામિક વિશેષણો’ કહે છે.
ક્રિયાવાચક વિશેષણ :
ધાતુઓ પરથી બનાવવામાં આવેલાં કૃદંત-વિશેષણો ‘ક્રિયાવાચક વિશેષણ‘ કહેવાય છે.
ઉદાહરણ : બેસતું બાળક. (અહીં ‘બેસતું’ કૃદંત-વિશેષણ ચાલુ ક્રિયા દર્શાવે છે માટે આને ‘વર્તમાનકાલદર્શક ક્રિયાવાચક વિશેષણ’ કહે છે.)
પડેલો દડો. (અહીં ‘પડેલો’ કૃદંત-વિશેષણ થઈ ગયેલી ક્રિયા દર્શાવે છે માટે આને ‘ભૂતકાલદર્શક ક્રિયાવાચક વિશેષણ’ કહે છે.)
પુરુષાર્થ કરનાર માણસને ફળ અવશ્ય મળવાનું. (અહીં ‘કરનાર’ કૃદંત-વિશેષણ થનાર ક્રિયા દર્શાવે છે માટે આને ‘ભવિષ્યકાલદર્શક ક્રિયાવાચક વિશેષણ’ કહે છે.)
પરિમાણવાચક વિશેષણ :
આ વિશેષણ માપ દર્શાવે છે. :
[નોંધ : ‘સાર્વનામિક વિશેષણ’માં આનો સમાવેશ થઈ જાય છે.]
ઉદાહરણ; એવડું, કેવડું, જેટલું, કેટલું વગેરે.
પ્રકારવાચક કે રીતિવાચક વિશેષણ :
આ વિશેષણ રીત દર્શાવે છે. [નોંધ : ‘સાર્વનામિક વિશેષણ’માં આનો પણ સમાવેશ થઈ જાય છે.]
ઉદાહરણ : એવું, તેવું, કેવું, જેવું વગેરે.
સંજ્ઞાસાધિત વિશેષણ :
અંગ્રેજી વ્યાકરણ પ્રમાણે સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક સંજ્ઞા – proper noun – ઉપરથી બનેલાં વિશેષણો ‘સંજ્ઞાસાધિત વિશેષણો‘ કહેવાય છે.
ઉદાહરણ : કાશ્મીરી શાલ, કોલ્હાપુરી ગૉળ, કાનપુરી ચપ્પલ, મરાઠી ભાષા, ભારતીય સંસ્કૃતિ વગેરે.
ઉપરનાં ઉદાહરણમાં આપેલાં પાંચેય વિશેષણો અનુક્રમે કાશ્મીરી, કોલ્હાપુરી, કાનપુરી, મરાઠી અને ભારતીય એ સંજ્ઞાવાચક નામો પર તૈયાર થયેલાં – બનેલાં છે એટલે એ બધાં ‘સંજ્ઞાસાધિત વિશેષણો‘ છે.
જો આ સિવાયની કોઈ વિશેષણો આપને ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. આ લેખમાં આપે જાણ્યું કે, વિશેષણ કોને કહેવાય?
જો આપ ગુજરાતી વ્યાકરણના વિષય છંદ અને છંદના પ્રકાર વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.