You are currently viewing સર્વનામ અને તેના પ્રકારો

સર્વનામ અને તેના પ્રકારો

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય સર્વનામ અને તેના પ્રકારો (Pronoun in gujarati) વિશે માહિતી આપી છે. આ ઉપરાંત તમે આ માહિતી PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો.

સર્વનામ અને તેના પ્રકારો | સર્વનામ એટલે શું?

  • નામની જગ્યાએ જે પદનો ઉપયોગ કરવામાં આવે છે તેને સર્વનામ કહે છે.
  • નામ(સંજ્ઞા)ને બદલે વપરાતા પદને ‘સર્વનામ‘ કહે છે.

સર્વનામના ઉપયોગથી વાક્ય ટૂંકું અને સરળ બને છે. જ્યારે વાક્યમાં કોઈ એક જ વ્યક્તિ વિશે વાત કરવી હોય ત્યારે સર્વનામ ઉપયોગી થાય છે. સર્વનામ કર્તા અને કર્મ તરીકે આવતું હોય છે. જેમ કે હું, તમે, તે, આ, તેઓ, જે વગેરે પદો કોઈને કોઈ નામને બદલે વાકયમાં વપરાય છે.

નીચેનાં વાક્યો વાંચો :

  • ‘ખરેખર તો મહેશ દોષિત હતો, પણ મહેશ માનતો હતો મહેશ દોષિત નથી. મહેશને મહેશની જાત પ્રત્યે ખોટું અભિમાન હતું.’

આ વાક્યો વાંચતાં લાગશે કે તે યોગ્ય નથી. જે સર્વનામનો ઉપયોગ કરી યોગ્ય રીતે લખીશું.

  • ‘ખરેખર તો મહેશ દોષિત હતો, પણ તે માનતો હતો કે પોતે દોષિત નથી. તેને પોતાની જાત પ્રત્યે ખોટું અભિમાન હતું.’

સર્વનામના પ્રકારો

  • પુરુષવાચક સર્વનામ
  • દર્શક સર્વનામ
  • પ્રશ્નવાચક સર્વનામ
  • સ્વવાચક / નિજવાચક સર્વનામ
  • સાપેક્ષ / સંબંધી સર્વનામ
  • અનિશ્ચિત સર્વનામ

પુરુષવાચક સર્વનામ :

વાક્ય 1 માં ‘હું‘, ‘અમે‘, ‘તે’ સર્વનામો છે. શિરીષ બોલનાર પહેલો પુરુષ એવુ છે તેથી પોતાને માટે ‘હું‘ શબ્દ વાપરે છે. સાંભળનાર રોહિત છે. રોહિત માટે ‘તું‘ શબ્દ વપરાયો છે. ‘તું‘ બીજો પુરુષ એ.વ.નું રૂપ છે. બીજા વાક્ય માં તે ત્રીજા પુરુષ એવ.હું રૂપ છે. આ બધાં સર્વનામો છે.

હું‘, ‘અમે‘, ‘તું‘, ‘તમે‘, ‘આપ‘, ‘તે‘, ‘તેઓ‘, ‘મેં‘, ‘મને‘, ‘તને‘, ‘અમને‘, ‘તેઓએ‘ વગેરે પુરુષવાચક સર્વનામો છે. પુરુષવાગક સર્વનામોના ત્રણ પ્રકાર પાડી શકાય: 1. પહેલો પુરુષ સર્વનામ, 2. બીજે પુરુષ સર્વનામ અને 3. ત્રીજો પુરુષ સર્વનામ. આ ત્રણેય પુષ માટે વપરાતાં સર્વનામો ‘પુરુષવાચક સર્વનામ’ કહેવાય છે.

  1. શિરીષે રોહિતને કહ્યું, ‘હું અને રેખા મુંબઈ જઈએ છીએ. અમે કાલે મામાને ત્યાં જઈશું. તું આવવાનો છે?’
  2.  તે પુસ્તક વાંચે છે.

પ્રશ્નવાચક સર્વનામ : 

કોણ‘, ‘ક્યાંથી‘, ‘શું‘, ‘કોને‘ સર્વનામો છે. આ સર્વનામો નામને બદલે વપરાઈને વાક્યોને પ્રશ્નવાક્ય બનાવે છે.

ધ્યાન રાખો કે ‘કોણ’ સર્વનામ મોટે ભાગે જીવંત વ્યક્તિ માટે વપરાય છે અને ‘શું’ સર્વનામ જીવજંતુ કે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે.

પ્રશ્ન પૂછવા માટે વપરાતાં સર્વનામ ‘પ્રશ્નવાચક સર્વનામ‘ કહેવાય છે.

  • તમે કોણ છો ભાઈ? ક્યાંથી આવો છો.?
  • તમે આજે શું ખાધું?
  • અત્યારે કોણ, કોને પૂછે છે?

દર્શક સર્વનામ :

નીચે આપેલાં વાક્યોમાં ‘પેલું‘, ‘‘ સર્વનામો કોઈ વ્યક્તિ કે પદાર્થને દર્શાવવાની કામગીરી કરે છે. દર્શક એટલે બનાવનાર. જે સર્વનામ પાસેની કે દૂરની વસ્તુ કે વ્યક્તિને દર્શાવવા માટે વપરાય છે, તેને ‘દર્શક સર્વનામ‘ કહે છે.

  • પેલું કોલ ઊભું છે?
  • આ ટેબલ ત્યાં મૂકો.

સાપેક્ષ સર્વનામ :

નીચે આપેલાં વાક્યોની વિશેષતા જુઓ. દરેક વાક્ય અડધું વાંચો ત્યાં બીજું અડધું એની અપેક્ષામાં વાંચવાનું રહે છે. ‘જેવું તેવું‘, ‘જેને-તેને’, ‘જે-તે’, ‘જેણે તેણે‘ સર્વનામો છે. બંને સર્વનામો એકબીજાની અપેક્ષાએ વપરાય છે.

જે સર્વનામનાં જોડકાં એકબીજાની અપેલા રાખી સાથે જ વપરાય તે ‘સાપેક્ષ સર્વનામ’ કે ‘સંબંધી સર્વનામ‘ કહેવાય છે. સાપેક્ષ એટલે ‘સ(સાથ) + અપેક્ષા(આશા)વાળું’.

  • જેવું વાવશો તેવું લણશો.
  • જેને રામ રાખે તેને કોણ ચાખે?
  • જે મહેનત કરશે તે ફળ પામશે.
  • જેણે આવવું હોય તેણે ટિકિટ લેવી પડશે.

અનિશ્ચિત સર્વનામ :

નીચે આપેલાં વાક્યોમાં ‘કોઈ‘, ‘કંઈક‘, ‘કેટલાક‘, ‘કશું‘ એ સર્વનામો કોઈ વ્યક્તિ કે હકીકતનું સૂચન કરે છે. એ વ્યક્તિ કે હકીકત વિશે કશું ચોક્કસ કહી શકાય એમ નથી.

બધા‘, ‘દરેક’, ‘પ્રત્યેક’, ‘અમુક’, ‘કેટલાક’, ‘ઘણા‘ વગેરે સર્વનામો અનિશ્ચિત ભાવ વ્યક્ત કરે છે.

જે સર્વનામ અનિશ્ચિત વ્યક્તિ કે પદાર્થને માટે વપરાય તેને ‘અનિશ્ચિત સર્વનામ‘ કહેવાય છે.

  • કોઈ તો કંઈ બોલો.
  • તમે મને કંઈક કહેતા હતા?
  • કેટલાક આવ્યા અને કેટલાક આવ્યા નહિ.
  • તમને કશું થતું નથી?

સ્વવાચક સર્વનામ :

નીચે આપેલાં વાક્યોમાં ‘ખુદ‘ પદ ‘હું‘ માટે, ‘પોતે’ પદ ‘તમે’ માટે, અને ‘પડે‘ પદ ‘અમે’ માટે વપરાયું છે. આ બધાં ‘ખુદ‘, ‘પોતે‘, ‘પંડે‘ જાતના ઉપયોગથી નક્કીપણાનો અર્થ બતાવે છે, ભારપૂર્વક કહેવા આ પદ વપરાય છે. પોતાની જાતને આપણે ‘સ્વ’ કહીએ છીએ. તેથી જે સર્વનામ નામ કે સર્વનામનો ભારપૂર્વક નિર્દેશ કરી, પોતાપણાનો – ‘સ્વ‘નો – અર્થ દર્શાવે તેને ‘સ્વવાચક સર્વનામ‘ કહેવાય છે.

  • હું ખુદ ત્યાં હાજર હતો.
  • તમે પોતે જ ત્યાં હતા?
  • અમે પંડે જ ભૂલ કરી છે.

અન્યોન્યવાચક સર્વનામ :

નીચે આપેલ વાક્યોમાં ‘પરસ્પર‘, ‘એકમેકને‘, ‘અન્યોન્યને‘ વગેરે સર્વનામો છે. જે સર્વનામ એકબીજા વચ્ચેનો એટલે કે પરસ્પરનો અર્થ દર્શાવે છે, તેને ‘અન્યોન્યવાચક સર્વનામ‘ કહે છે.

  • આપણે પરસ્પર મદદ કરવી જોઈએ.
  • તમે એકમેકને સહકાર આપો.
  • અમે અન્યોન્યને વરસોથી ઓળખીએ છીએ.

જો આ સિવાય કોઈ સર્વનામ આપને ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. આ લેખમાં આપે જાણ્યું કે, વિશેષણ કોને કહેવાય?

જો આપ ગુજરાતી વ્યાકરણના વિષય છંદ અને છંદના પ્રકાર વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.