અહી નીચે આપેલ લેખમાં ગુજરાતી વ્યાકરણના વિષય ગુજરાતી કહેવતો અને અર્થ વિશે માહિતી આપી છે. આ ઉપરાંત તમે કહેવતો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો.

ગુજરાતી કહેવતો અને અર્થ

કહેવત એટલે શું ?

કહેવત એટલે લોકજીવનના અનુભવમાંથી ઘડાયેલી સૂત્રાત્મક લોકોક્તિ. 

“કહેવત એટલે ડહાપણવાળા મનુષ્યોના વચનબાણ”

દુનિયાંની દરેક ભાષામાં વધારે ઓછી કહેવતો એટલે ઉખાણાં હોય છે, અને કહેવતોના અર્થ જૂદા જૂદા વિદ્વાનો અતે અનુભવી લેખકોએ જુદા જુદા કીધા છે તે છતાં તેમાંથી સામાન્ય અર્થ તો એકનો એક જ નિકળે છે. કહેવત એટલે શું? જવાબ એટલો જ છે કે “પરંપરાથી લોકોમાં કહેવાતાં બોધરૂપ, દષ્ટાંતરૂપ વાક્યો કે વચનો“.

રીતભાતો, આચાર, વિચાર, ધર્મશ્રધા, વેહેમા અને નીતિરીતિ ઉપર તે પ્રજાની કહેવતો પ્રકાશ પાડે છે. પ્રજાની ઉપર જે ચીજે વધારે અસર કીધી હોય છે, તે કહેવતો મારફતે પ્રકટ થાય છે.

કહેવત કોણે સૌપ્રથમ વખત બોલી અને લખી તેના વિષે કોઈ માહિતી નથી પરંતુ એમ કહી શકાય કે અગાઉના સમયમાં બની ગયેલા કોઈ પ્રસંગમાંથી અથવા વડીલો દ્વારા અથવા સુજબૂજ કે સમજણવાળા માણસો દ્વારા કહેલી વાર્તાલાપમાંથી કહેવતનો જન્મ થયો હશે તેમ કહી શકાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે કહેવત એટલે પ્રજાનું ઘૂંટાયેલું ભાષાબદ્ધ થયેલી અનુભવવાણી.

કહેવત વિશે આ પણ જાણો :

કહેવતોની વિશેષતા

રૂઢિપ્રયોગોની માફક કહેવતો પણ બોલનાર વ્યક્તિની વાતને વધુ સચોટ અને પ્રભાવકારક બનાવે છે. કહેવતને ઘણા સંદર્ભમાં સ્વતંત્ર વાક્ય તરીકે વાપરી શકાય છે, પણ રૂઢિપ્રયોગને એ રીતે વાપરી શકાય નહિ.

કહેવતોમાં સમાજવ્યવહારનું પ્રતિબિંબ

રૂઢિપ્રયોગોની માફક કહેવતોમાં પણ સમાજવ્યવહારનું પ્રતિબિંબ પડે છે; જેમ કે,

[1] મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ.

[2] સઈનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.

[3] દીકરી ને ગાય દોરે ત્યાં જાય.

[4] સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ.

એક જ અર્થ ધરાવતી જુદી જુદી કહેવતો

એક જ અર્થ કે વિચાર દર્શાવતી એકથી વધારે કહેવતો પણ ઘણી વાર જોવા મળે છે. નીચેનાં ઉદાહરણો જુઓ :

(1) ‘અલ્પજ્ઞાની જ વિદ્વત્તાનો ડોળ કરે’ એવો અર્થ આપતી કેટલીક કહેવતો : અધૂરો ઘડો છલકાય ઘણો, ખોટો રૂપિયો ચળકે ઘણો, ખાલી ચણો વાગે ઘણો.

(2) ધીરજથી કામ સારું થાય’ એવો અર્થ આપતી કહેવતો : ઉતાવળે આંબા ન પાકે, ધીરજનાં ફળ મીઠાં, ઉતાવળા સૌ બાવરા ને ધીરા સો ગંભીર.

(૩) ‘સ્વભાવ કદી બદલાતો નથી’ એવો અર્થ આપતી કહેવતો : કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય, સ્વભાવનું ઓસડ નહી, દોરડી બળે પણ વળ ન મૂકે, પડી ટેવ ન ટળે.

(4) વધારે. માણસો હોય તો કામ જલદી ને સારું થાય’ અથવા વધારે લોકો બળવાનને પણ હંફાવે’ એવો અર્થ આપતી કહેવતો: ઝાઝા હાથ રળિયામણા, બે હાથ વગર તાળી ન પડે. ઘર ક્રૂએ ઘર જાય, ઝાઝી કીડીઓ સાપને તાણે, ઝાઝી વાડ ઝાંખરાંની ગરી, સંપ ત્યાં જંપ, વિના સહકાર નહિ ઉદ્ધાર.

(5) પોતાના દુઃખે દુઃખી વ્યક્તિ સૌને દુ:ખમાં નાખે’ એવો અર્થ આપતી કહેવતો : પેટનો બળ્યો ગામ બાળે, પાડાને વાંકે પખાલીને ડામ, દુખે પેટ ને કૂટે માથું, જમવામાં જગલો ને કૂટવામાં ભગલો, કરડે માકણ અને માર ખાય ખાટલો, ખાએ-પીએ ખાંડણી અને કુટાઈ મરે સૂપડું.

સમાન અર્થ ધરાવતી કહેવતો

એક અર્થ કે વિચાર પ્રગટ કરતી એકથી વધારે કહેવતો ગુજરાતી ભાષામાં જોવા મળે છે. જે નીચે પ્રમાણે છે.

વિરોધી અર્થ આપતી કહેવતો

ઘણી વખત એક જ કહેવતના બે જુદા અર્થ મળતી કહેવતો પણ જોવા મળે છે. આના પરથી જાણી શકાય છે કે બધી કહેવતોમાં સનાતન સત્ય કે વૈજ્ઞાનિક તથ્ય જેવુ કઈ હોતું નથી; માત્ર કેટલીક કહેવતો વ્યવહારુ શાનપણ પર જ  આધારિત હોય છે.

વિરોધી અર્થ આપતી કહેવતોનાં કેટલાંક ઉદાહરણો જોઈએ :

કેટલીક જાણીતી કહેવત અને તેના અર્થ

કહેવત અને તેના અર્થ

 

  1. પારકી મા જ કાન વીંધે – લોહીનો સંબંધ ન હોય તે વ્યકિત જકષ્ટદાયક કેળવણી આપી શકે છે.
  2. મોરનાં ઈંડાને ચીતરવા ન પડે – માતાપિતાના સંસ્કાર સંતાનમાં આપો આપ ઉતરી આવે છે.
  3. પાકે ઘડે કાઠાં ન ચડે – ઉમર થયા પછી કુટેવોમાં સુધારો ન આવે.
  4. વાડ થઇને ચીભડાં ગળે – રક્ષક જ ભક્ષક બને.
  5. નાચવું નહી એને આગણું વાકું – કામ કરવાનું મન ન હોવુંં.
  6. ઉતાવળે આંબા ન પાકે – ધીરજ રાખવાથીકામ સારૂ થાય.
  7. ઝાઝા હાથ રળિયામણાં – સાથે મળીને બધાં વ્યકિતઓ કામકરેતો તે કામ ઝડપથી પુરૂ થાય છે.
  8. ન બોલવામાં નવગુણ – મૌન રહેવું એ,
  9. એક સાંધીએ ત્યાં તેર તુટે – એક મુશ્કેલીમાંથી માંડમાંડ બહાર આવીએ ત્યાં બીજી અનેક મુશ્કેલી અવીને ઉભી રહે.
  10. ગરજવાનને અક્કલ ન હોય – સ્વાર્થી માણસ પોતાનાં સ્વાર્થ માટેસારાસારાનો વિચાર ન કરે.
  11. પાણી પહેલાં પાળ બાંધવી – કોઇ પણ કામ તેના નિરધારિત સમય પહેલા કરવાથી તે કામમાં ફાયદો થાય છે.
  12. દુકાળમાં અધિક માસ – દુષ્કાળમાંઅનેક આફતો નો સામનો કરવો પડે ત્યાં તેજ,
  13. ખાલી ચણો વાગે ઘણો – પોતાને આવડતું ન હોવા છતાં અવડે છે તેવો દેખાવ કરે.
  14. અધૂરો ઘડો છલકાય ઘણો – પોતાને આવડતું ન હોવા છતાં અવડે છેતેવો દેખાવ કરે.
  15. સાપને ઘર પરોણા સાપ – એક ભૂખ્યો હોય તે બીજા ભૂખ્યાને શું ખવડાવે .
  16. વર્ષમાં અધિક માસ આવે એટલે તેર મહિના વિતાવવા કપરા પડે.
  17. દુનિયાનો છેડો ઘર – માણસ દુનિયામાં બધે ભમે પણ પોતાને સાચી સુખશાંતિનો અનુભવતો ઘરમાં જ થાય છે.
  18. ચોર કોટવાલને દંડે – ગુનો કરનાર વ્યકિત પોતાને પકડનાર પર દોષારાપણ કરે છે.
  19. ખાડો ખોદે તે પડે – બીજાનું અહિત કરનારને અંતે એમાં ફસાવાનું થાય છે.
  20. ભાવતું હતુને વૈદ્યે કહ્યું – પોતાને ગમતું હોય અને હિતેચ્છુ પણ એજ સૂચવે .
  21. અક્કરમીનો પડિયો કાણો – કમનશીબ વ્યકિતના ભાગ્યમાં વધારે દુઃખ,
  22. બાંધી મૂઠી લાખની – કોઇ ખનગી વાત જાહેર ન થાય ત્યાં સુધીજ વ્યકિતનીઆબરૂ જળવાઇ રહે છે.
  23. ઘેર ઘેર માટીના ચુલા – દરેક ઘરની કેટલીક પરિસ્થિતિ સરખી હોય છે.
  24. કાંકરે કાંકરે પાળ બંધાય – થોડું થોડ્રં કરતાં ભારે કામ પણ પાર પડે છે.
  25. અણીચૂકયો સો વર્ષ જીવે – એકવાર બચી જવાની જીવાદોરી લાંબી,
  26. એક પંથ દો કાજ – એક વસ્તુથી બે કે વધારે ફાયદા,
  27. કાગનું બેસવું ડાળનું ભાગવું – આકસ્મિક સંજાગો ઉભા થવાં,
  28. ગરીબની વહુ સહુની ભાભી  -ગરીબ પર સહુ હુકમ ચલાવે,
  29. ઘેરઘેર માટીના ચૂલા – કોઇ કુટુંબ કજિયા વિનાનું ન હોય,
  30. ચોર કોટવાળને દંડે – ગુનો કરનાર ફરીયાદી બની જાય,
  31. એકડાં વગરનાં મીંડાં – કિસ્મત વગરનું,
  32. આપ ભલા તો જગ ભલા – પોતે સારા તો આખુ જગત સારું,
  33. ઉપર આભ ને નીચે ધરત- કોઇ આધાર વિનાનું,
  34. છાશ લેવા જવું ને દોણી સંતાડવી – કામ કરવું અને શરમ શાની,
  35. જીવતો નર ભ઼દ્રા પામે – જીવીએ તો જીવનું કલ્યાણ થાય,
  36. ધણીને ગમ્યું તે ઢાંકણીમાં – ખુદને ગમ્યું તે સારું,
  37. નવરો બેઠો નખ્ખોદ વારે – કામ વગરનો મુશ્ક્લી ઉભી કરે,
  38. ફૂલ નહિ તો ફૂલની પાંખડી – યથા શકિત આપવું,
  39. ભેંસ આગળ ભાગવત – ના સમજ લોકોને શીખામણ આપવી.
  40. રાત થોડી વેશ ઝાઝા – ઓછા સમય અને વધારે કામ
  41. ઝાઝા હાથ રળિયામણાં – ધણા માણસોનાં સહકારયી કાર્ય સિદ્ધ થાય
  42. ડુંગરા દૂરથી રળિયામણાં – પરો પરિચય ન હોય ત્યાં સુધી સારું
  43. દુકાળમાં અધિક માસ – દુઃખમાં વધુ દુઃખ
  44. વેળાવેળાની છાંયડી – સમય સમય નો પ઼ભાવ
  45. સો મણ તલે અંધારું – અન્યાય થવો
  46. હાથીના પેટમાં હરડે – કોઇ મહત્વ ન હોવું
  47. ખારત ઉપર દીવેલ – ખર્ચ ઉપર વધુ ખર્ચ
  48. કોલસાની દલાલીમાં હાથ કાળા – દુર્જન સાથે કામ પડવાથી કલંક લાગે.
  49. કૂવામાં હોય તો હવાડામાં આવે  -ઘરમાં હોય તો બહાર આવે.
  50. ઘી ઢળ્યું તો ખીચડીમાં – પોતને જ લાભ થવો
  51. ખાલી ચણો વાગે ઘણો – અધૂરો ઘડો છલકાય
  52. ગઇ ગુજરીને પાર પડી – કામ શરૂ કરી પુરું કરવું
  53. અબી બોલા અબી ફોક – વચનદ્રોહી બનવું
  54. એરણીની ચોરી અને સોયનું દાન – મોટી ચોરી કરી પુણ્યશાળાનો દાવો
  55. કામના કુડા વાતોના રૂડા – ખાલી ખાલી વાતો કરવી
  56. ઘરડી ઘોડીને લાલ લગામ – અયોગ્યને યોગ્ય બનાવવા વ્યર્થ પ઼યાસ
  57. છછુંદરનાં માથાંમાંચમેલું ફૂલ – યોગ્યતા વિનાનું અર્પણ
  58. નાચવા જવું અને ઘુંમટો તાંણવો – એવું કામ ન કરવું જેથી મોં સંતાળવું
  59. નમાજ પઢતાં મસીદ કોટે વળગી – સારું કામ કરવા જતા આફત આવી
  60. પાણી પહેલાં પાળ બાંધવી – અગમચેતી વાપરવી
  61. પહેલું સુંખ તે જાતે નર્યા – શરીર સારું તો બધું જ સારું
  62. પારકે ભાણે મોટો લાડું – બીજાની વસ્તુ સારી લાગે
  63. કપાળ પ્રમાણે ટીલું – યોગ્યતા પ્રમાણે આપવું
  64. પોથીમાંના રીંગણાં – માત્ર કહૈવા પૂરતી વાત
  65. ટકે શેર ભાજી ટકે શેર ખાજા – સારું નસરું સૌ સરખું
  66. દીવા તળે અંધારું – પ્રમાણિકતા જ્યાં ત્યાં અન્યાય
  67. દૂધના દૂધમાં પાણીના પાણીમાં – પરિશ્રમનો પૈસો ફળે.
  68. પાકે ઘડે કાંઠા ન ચઢે – અમુક વસ્તુ વીતી ગયા પછી પરિસ્થિતિ ન બદલાય
  69. પાપળી ભેગી ઈયળ બફાય – સારાં ભેગું ખરાબ પણ ખેંચાય
  70. બળિયાનાં બે ભાગ – વધુ લાભ મેળવે
  71. બોલે એનાં બોર વેચાય – કહ્યા વિના કોઇ ન જાણે
  72. બાપ એવા બેટા વડ એવા ટેટા – માબાપનાં સંસ્કાર સંતાનમાં ઉતરે
  73. બાવાનાં બે બગડ્યા – બે બાજુથી પસ્તાવું
  74. ભલું થયું ભાગી જંજાળ – નિરાંત અનુભવવી
  75. ભણ્યો ભૂલે ને તારો ડૂબે – ગમે તેની પણ ભૂલ થઇ શકે
  76. ભાભોજી ભારમાં તો વહુ લાજમાં – બન્ને પક્ષે મુજવણમાં રહેવું
  77. મોંછડી ભેંસ ને નછરવી છોડી – ચંચળતા ન છોડવી
  78. બોલે એનાં બોર વેચાય – કહ્યા વિના કોઇ ન જાણે
  79. બાપ એવા બેટા વડ એવા ટેટા – માબાપનાં સંસ્કાર સંતાનમાં ઉતરે
  80. બાવાનાં બે બગડ્યા – બે બાજુથી પસ્તાવું
  81. મોરનાં ઈંડાં ચીતરવાં ન પડે – સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી.
  82. મન ચંગા તો કથરોટમાં ગંગા – મન શુદ્ધ હોય તો યાત્રાકરવી જરૂર નથી.
  83. મૂઈ ભેંસનાં મોટા ડોળા – વસ્તુની હયાતી બાદ તેની કદર થાય
  84. મેરી બિલ્લી મુજસે મ્યાંઉં – પોતાના જ દગો કરે
  85. રાંકને ઘેર રતન – ખૂજ હર્ષજનક બાબત બનવી
  86. મહેતો મારે નહિ મહેતો ભણાવે નહિ- સારો દેખાનય પણ આવડત ન હોય
  87. મા મૂળો અને બાપ ગાજર- વર્ણસંકરની બાબત બનવી

 

ગુજરાતી મૂળાક્ષરો પરથી ચાલુ થતી કહેવતો

ક થી શરૂ થતી કહેવતો 

અહીં નીચે ગુજરાતી ક મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

 

ખ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી ખ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

ગ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી ગ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

ઘ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  ઘ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

ચ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  ચ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

છ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  છ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

જ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  જ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

ઝ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  ઝ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

ટ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  ટ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

ઠ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  ઠ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

ડ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  ડ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

ઢ થી શરૂ થતી કહેવતો 

અહીં નીચે ગુજરાતી  ઢ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

ત થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  ત મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

થ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  થ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

દ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  દ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

ધ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  ઘ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

ન થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  ન મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

પ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  પ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

ફ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  ફ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

બ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  બ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

ભ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  ભ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

મ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  મ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

ર થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  ર મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

લ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  લ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

વ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  વ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

શ / ષ / સ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  શ,ષ અને સ  મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

હ થી શરૂ થતી કહેવતો

અહીં નીચે ગુજરાતી  હ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

ઉ અક્ષર પર કહેવતો

અહીં નીચે ગુજરાતી  ઉ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

અ અક્ષર પર કહેવતો

અહીં નીચે ગુજરાતી  અ મૂળાક્ષર પરથી કહેવતો અર્થ સાથેનું લિસ્ટ આપેલ છે.

જો આ સિવાયની કોઈ કહેવત આપને ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ ગુજરાતી વ્યાકરણના વિષય છંદ અને છંદના પ્રકાર વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *